રાશિફળ ૬ નવેમ્બર : આજે માં લક્ષ્મીની કૃપાથી આ ૫ રાશિઓની થશે પ્રગતિ, પરિવારમાં જળવાઈ રહેશે ખુશીઓ

મેષ રાશિ

આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે થોડો મુશ્કેલભર્યો રહી શકે છે. દાંપત્યજીવનમાં રોમાન્સ અને પ્રેમ વધશે. આજે તમને શુભ સમાચાર પ્રાપ્ત થશે અને ધન લાભ થશે. શેરબજારમાં ધનનું રોકાણ સમજી-વિચારીને કરવું. નવું કામ કરવાનું મન થશે. વાણી પર પણ સંયમ રાખવું પડશે. મોંઘી ચીજો પર ખર્ચો વધારે થઈ શકે છે. નાની-નાની વાતો પર ગુસ્સો આવી શકે છે. નોકરીમાં વિવાદ થવાના યોગ છે. બાળકોની ખાસ કાળજી રાખવી. ખાણી-પીણી પર ધ્યાન આપવું.

Advertisement

વૃષભ રાશિ

વ્યવસાય સામાન્ય રહેશે. સ્વાસ્થ્ય થોડું કમજોર રહી શકે છે. વિદ્યાર્થીઓને આજે સારા પરિણામ મળી શકે છે. અચાનકથી ખુશખબરી મળી શકે છે. આર્થિક મામલાઓમાં સમય સતત પ્રતિકુળ બની રહ્યો છે તેથી વધારે સાવધાની રાખવી. ઉતાવળમાં કોઇ ખોટો નિર્ણય લેવો નહી. રોકાણ કરતા પહેલા કોઈની સલાહ જરૂર લેવી. એકલતાથી પરેશાન રહેશો. નોકરીમાં સારું પેકેજ મળી શકે છે. પ્રેમ સંબંધ મધુર બનશે.

મિથુન રાશિ

આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વેપારીઓ માટે સારા લાભ યોગ બની રહ્યા છે. ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો નહી. બિનજરૂરી કોઈ યાત્રા પર જવાથી ધન ખર્ચ થઈ શકે છે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ જે અત્યાર સુધી તમારા માટે અડચણ બની રહ્યો હતો હવે તે તમારી મદદ કરવા માટે આગળ આવશે. નવા મિત્રો બનશે. સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે. વ્યવસાયમાં ફાયદો થવાના યોગ બની રહ્યા છે. ઓફિસમાં અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે.

કર્ક રાશિ

વ્યક્તિ વિશેષથી લાભ મળશે. કામકાજની બાબતમાં તમારી ઈચ્છા શક્તિ પ્રબળ થશે અને તમને સારા પરિણામ મળશે. ભવિષ્યની સંભાવનાઓ વિશે વિચારવા કે યોજના બનાવવાની જગ્યાએ પોતાના હાલના કાર્યો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું. કોઈપણ વિવાદમાં પડવું નહી. માતા-પિતાનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. વિદ્યાર્થીઓ માટે આજે સારો દિવસ છે. નોકરી અને વ્યવસાયમાં ધ્યાન રાખવું.

સિંહ રાશિ

આજે તમારે નવા કામકાજમાં જીવનસાથીની સલાહ લઈને આગળ વધવું. કોર્ટના નિર્ણયમાં તમને ન્યાય મળશે. પરિવારનાં વડીલોનું સ્વાસ્થ્ય બગડવાથી યાત્રા કરવી પડી શકે છે. કામકાજ માટે આજનો દિવસ ખૂબ જ સારો પસાર થશે. કાર્યક્ષેત્રમાં પરેશાની અને અસુવિધા પણ થઈ શકે છે. અચાનક ધન હાનિની સંભાવના રહેલી છે. વિદ્યાર્થીઓને શિક્ષાના ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. જો ખૂબ જ જરૂરી ના હોય તો પૈસાની લેવડ-દેવડ કરવી નહિ.

કન્યા રાશિ

આજે તમારા જીવનમાં બદલાવ થવાની સંભાવના બની રહી છે. આજે ખર્ચો વધારે થઈ શકે છે. કાર્યસ્થળ પર સન્માન વધશે, તમારા બોસ પણ તમારાથી ખુશ રહેશે. પોતાનાં કાર્યસ્થળ પર પોતાના વિચારોને બળપૂર્વક વ્યક્ત ના કરવા. ધાર્મિક કામો પર ખર્ચાઓ થઈ શકે છે. કોઈ સામાજીક કે સાંસ્કૃતિક ગતિવિધિનો ભાગ રહેશો. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી. કામકાજની બાબતમાં તમને સારા પરિણામ પ્રાપ્ત થશે.

તુલા રાશિ

આજે રોકાણ કરવું શુભ રહેશે. રોજગારમાં વૃદ્ધિ થવાની સંભાવના રહેલી છે. પૈસાની સ્થિતિમાં જો તમે સુધાર કરવા માંગતા હોય તો તમારે પોતાના ખર્ચાઓ સમજી-વિચારીને કરવા પડશે. આજે કોઈ મોટી ખરીદદારી કરવાથી બચવું. નોકરીમાં તમારો પ્રભાવ વધશે. પારિવારિક સુખ-શાંતિ જળવાઈ રહેશે. કાર્યોમાં સફળતા મળવાની શરૂ થઈ જશે. કોઈ જૂની રહસ્યની વાત બધાની સામે આવી શકે છે. કોઈની વાતથી તમારું દિલ તૂટી શકે છે.

વૃશ્ચિક રાશિ

મહેમાનોનું આગમન થશે. પ્રવાસ કે પર્યટનનું આયોજન થઇ શકે છે. પરિજનોની સાથે સંબંધ મજબૂત રહેશે અને બધાનો પ્રેમ અને સહયોગ તમને મળતો રહેશે. જીવનસાથીની સાથે આજે તમે શાંતિપૂર્ણ સમય પસાર કરી શકશો. આજે તમારા પ્રિય વ્યક્તિ પાસેથી તમને કોઈ મહત્વપૂર્ણ સલાહ મળી શકે છે. સરકારી કાર્યોમાં લાભ મળશે. ધન જરૂરી વસ્તુઓ પર જ ખર્ચ થશે. પિતા તરફથી સહયોગ મળશે અને ભાગ્ય પણ તમારો સાથ આપવા માટે તત્પર છે.

ધન રાશિ

આજે જીવનસાથીની સાથે રોમાન્સ અને મનોરંજનમાં સમય પસાર થશે, તમે બંને એકબીજાની વધારે નજીક આવી શકો છો. પારિવારિક જીવનમાં આજે થોડો તણાવ સંભવ છે. પરિવારના લોકોની સાથે આજે તમારે તકરાર થઇ શકે છે. તેવામાં તમારે ખોટા શબ્દોનાં પ્રયોગ કરવાથી બચવું નહીતર તમે પોતાના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકો છો. આર્થિક લાભ થશે. કોઈની સાથે વાદ-વિવાદમાં પડવું નહી કારણ કે તેનાથી તમને જ નુકસાન થશે.

મકર રાશિ

સફળતાથી તમે પોતાના લક્ષ્યોને પૂરા કરી શકશો અને સાથે સાથે કરિયરમાં પણ આગળ વધશો. પ્રેમની બાબતમાં આજે તમને સારા પરિણામની પ્રાપ્તિ થઇ શકે છે. આજની મુલાકાત થોડી વધારે દિલચસ્પ અને રોમેન્ટિક બની શકે છે. પોતાના પાર્ટનરને સરપ્રાઇઝ આપવા માટે આજે ખૂબ જ સારો દિવસ છે. આજે ખર્ચાઓ વધારે રહેશે પરંતુ માનસિક રૂપથી ધનની પ્રાપ્તિ પણ થશે. કોઈ મહત્વપૂર્ણ મિટિંગ આજે કરી શકો છો. સમસ્યાઓ ખૂબ જ જલ્દી ખતમ થઇ જશે.

કુંભ રાશિ

આજે તમારી વાણી પર સંયમ રાખવો અતિ આવશ્યક રહેશે. ઉન્નતિના માર્ગ પ્રશસ્ત થશે. તમે પ્રામાણિકતાથી પોતાનું કામ કરવામાં વિશ્વાસ રાખો છો પરંતુ અમુક લોકો તમારા રસ્તામાં અડચણ ઉભી કરવાના પ્રયાસ કરશે. આજે અટવાયેલા કામોમાં સફળતા મળશે. કામકાજની બાબતમાં આજનો દિવસ સામાન્ય રહેશે પરંતુ વ્યવસાયમાં ધન લાભ થશે. આજે તમારી સાથે કોઈ મોટો દગો થઈ શકે છે. નોકરીમાં જવાબદારી વધી શકે છે. પાર્ટનર તરફથી સહયોગ મળશે.

મીન રાશિ

આજે તમારી ગેરહાજરીમાં પણ તમામ કામ યોગ્ય રીતે ચાલતા રહેશે. તમારી મહેનત જોઈને તમારા બોસ તમારી ખૂબ જ પ્રશંસા પણ કરશે, તેનાથી તમારો ઉત્સાહ વધશે પરંતુ અહંકાર કરવાથી બચવું. પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય ખરાબ થવાથી મન ચિંતિત રહેશે. આજે કોઈ કામ કે યોજનાની શરૂઆત કરવાના વિશે વિચારી રહ્યા હોય તો પુરા ઉત્સાહ અને જોશની સાથે આરંભ કરવું. પોતાના સહકર્મીઓની આલોચના કરવી નહી. નોકરી કે વ્યવસાય કરનાર લોકોની આવકમાં વધારો થશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૬ નવેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Advertisement