મેષ રાશિ
તમારો આજનો દિવસ પ્રસન્નતામાં પસાર થશે. સફળતા મેળવવાના પોતાના પ્રયાસો ચાલુ રાખવા અને પોતાના અહમને તમારા રસ્તામાં આવવા દેશો નહી. તેનાથી લોકો તમારો આદર કરતા રહેશે. આજે પોતાની મહેનતથી તમે પોતાના અધિકારીઓનું મન મોહી લેશો. લવ-લાઈફ સારી રહેશે નહી. તમારે પોતાની ઈચ્છાઓ અને જવાબદારીઓની વચ્ચે ઝઝૂમતા રહેવું પડશે. પતિ-પત્નીની વચ્ચે તાલમેલ જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓ સફળતાની પ્રાપ્તિથી ખુશ રહેશે. આવક પ્રાપ્ત કરવાના નવા સ્ત્રોત બનશે.
વૃષભ રાશિ
આજે જીવનસાથી અને સંતાનના વિષયમાં ચિંતા રહેશે, જેના લીધે તમારા મનમાં ઉથલ-પાથલ રહેશે. આજે તમારા કોઈ પ્રિયજનનો મૂડ ખરાબ રહી શકે છે. સામાજિક કાર્યોમાં સંલગ્નતાથી મન પ્રસન્ન રહેશે. ધન ખર્ચ થઈ શકે છે. વિદ્યાર્થીઓ શિક્ષા અને પ્રતિયોગિતામાં પ્રગતિ કરશે. આજે કોઈ બિનજરૂરી દલીલમાં પડવું નહી, ધૈર્ય અને નમ્રતાથી કામ લેવું. આવકમાં વધારો થશે, સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો.
મિથુન રાશિ
ધનનાં આગમનની સંભાવના રહેશે. પોતાના ખર્ચાઓની સાથે સાથે પોતાના વચનો પર અડગ રહેવાથી તમને કોઈ એવા વ્યક્તિ તરફથી લાભ ઉઠાવવામાં મદદ મળશે, જે ભવિષ્યમાં તમને ઉપયોગી થઇ શકે છે. માનસિક તણાવને ઓછો કરવા માટે તમારે પૂજા-પાઠમાં વધારે ધ્યાન આપવું, તમે ખૂબ જ સારું મહેસૂસ કરશો. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ સામાન્ય રહેશે. પોતાના પરિવારની સાથે સમય પસાર કરવાથી એક મજબૂત સંબંધનાં રૂપમાં સારું પરિણામ મળશે.
કર્ક રાશિ
આજે કાર્ય ટાળવાના પ્રયાસ કરવા નહી. તમે નવા કાર્યોનું આયોજન સફળતાપૂર્વક કરી શકશો. શાંતિ જાળવી રાખવાના પ્રયાસો હવે રંગ લાવશે. ઘર પર બદલી રહેલા શાંતિપૂર્ણ વાતાવરણ માટે તમારે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. પ્રેમ માટે ઘરના લોકો સાથે ઝઘડાઓ થઈ શકે છે. પોતાના સંબંધોને વધારે મજબૂત બનાવવા માટે તમારે ઘરના સદસ્યોની સાથે બહાર કોઈ જગ્યાએ ફરવા જવું જોઈએ. આળસ અને મૂંઝવણમાં વધારો થઇ શકે છે.
સિંહ રાશિ
પરિવારની જવાબદારીઓમાં વધારો થશે, જે તમને માનસિક તણાવ આપી શકે છે. આજે તમને ઘર અને કામોમાં ખૂબ જ બોજો મહેસૂસ થશે. આજે કોઈ મોટી આર્થિક લેવડ-દેવડ ના કરો તો સારું રહેશે, સાથે જ પોતાના ખર્ચાઓ પર પણ નજર બનાવીને રાખવી. પારિવારિક જીવન સામાન્ય રહેશે. ઘણા લોકો તમારી પાસે સલાહ માંગશે. તમારે ઈમાનદારી પૂર્વક બધાને સલાહ આપવી. મિત્રો અને સ્નેહીજનોની સાથે વાતચીતમાં વધારો થશે. વિદ્યાર્થીઓને સફળતાની પ્રાપ્તિ થશે.
કન્યા રાશિ
સમાજ અને કાર્યક્ષેત્રમાં મોટા લોકો તરફથી સન્માન મળશે. આજે તમારો દિવસ આનંદમય રીતે પસાર થશે. ખુશ રહેવા માટે તે જરૂરી નથી કે તમે કોઈ બહાર જઈને પૈસા ખર્ચ કરીને તેનો આનંદ લો. ઘણીવાર નાની નાની ચીજો પણ જીવનમાં ખૂબ જ ખુશી આપે છે. તમારી દરેક સમસ્યાઓમાંથી આજે તમને રાહત મળશે. તમે પોતાના નજીકના મિત્રો કે સંબંધીઓની સાથે ખરીદી કરવા જઈ શકો છો. વેપારીઓ માટે આજનો દિવસ લાભકારી રહેશે. રાજકારણમાં સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે.
તુલા રાશિ
તમને શૈક્ષણિક કાર્યોમાં સફળતા મળશે. જો તમે કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તો તેમાં રાહત મળશે. જો આજે તમે સંભાળીને રહેશો નહી તો અમુક સમસ્યાઓ સામે આવી શકે છે. વ્યક્તિગત મોરચા પર ખર્ચામાં અચાનક વધારો થશે, જે તમારા ચિંતાનો વિષય બનશે. નોકરીમાં પ્રગતિનાં માર્ગ પ્રશસ્ત થશે. જો આજે તમે પૈસા સાથે જોડાયેલ કોઈ નવું કામ કરવા વિશે વિચારી રહ્યા હોય તો સારું રહેશે કે તમે પોતાના બજેટનું પણ ધ્યાન રાખો.
વૃશ્ચિક રાશિ
વ્યવસાયમાં તમે દિવસે બે ગણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરી શકશો. આજનો દિવસ તમારે નોકરી કે વ્યવસાયમાં લાભ કમાવવાનો દિવસ છે. તમે પોતાના બાળકના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો. તમારા બાળકો તમને ખુશ રહેવાનું કોઈ કારણ આપશે. વિદ્યાર્થીઓએ આજે સખત મહેનત કરવી પડશે. આજના દિવસે તમે વિચારેલા કોઈ કામ અધુરા પણ રહી શકે છે. યશ પ્રાપ્તિનાં યોગ બની રહ્યા છે. નોકરીમાં સંઘર્ષ કર્યા બાદ સફળતા મળશે. લવ લાઈફ સારી રહેશે.
ધન રાશિ
આજે તમને ધર્મ-કર્મમાં રૂચિ વધશે. આર્થિક લાભ થવાની સંભાવના રહેલી છે અને તમારી સ્થિતિમાં સુધારો થશે. પૈસા બાબતે આજે સ્થિતિ સારી રહેશે, તમારે સખત પરિશ્રમ કરતા રહેવું. જો તમે કોઇ વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો આજે પોતાના પિતાને આ વિષયમાં વાત કરવા માટે સારો સમય છે. નાની-નાની વાતોને લઈને ક્રોધને પોતાના પર હાવી થવા દેશો નહી, નહીતર તમારી બનાવેલી યોજનાઓ પર પાણી ફરવાના અણસાર નજર આવી રહ્યા છે.
મકર રાશિ
આજે તમારા ભાઈ-બહેન તમને ચોંકાવી દેશે. પરિવારનું વાતાવરણ ખુશ અને શાંતિપૂર્ણ રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત અમુક સમસ્યા ઉભી થઇ શકે છે. આજે તમને પોતાના મોટા સંપર્કો દ્વારા મોટો ફાયદો મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. દાંપત્યજીવનમાં તમારે અમુક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તમારા પિતાનું સમર્થન તમારા માટે લાભદાયક સાબિત થશે. સામાજિક અને ધાર્મિક સમારોહ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે.
કુંભ રાશિ
પરિવારને સાથ આપવા માટે તમારા જીવનસાથી આજે વધારે મહેનત કરશે. આજે અતિ ઉત્સાહ અને ક્રોધ કરવાથી બચવું. આજે વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. તમારા જીવનસાથી આજે કંઈક વધારે જ વ્યસ્ત રહેશે. આજે તમને બંનેને એકબીજા માટે પર્યાપ્ત સમય મળી શકશે નહી. પ્રેમસંબંધમાં મધુરતા આવશે. આજે તમે ખૂબ જ સારી ક્ષણો સાથે પસાર કરી શકશો. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસ પર વિશેષ ધ્યાન આપવું પડશે અને પોતાના મનને નકારાત્મક વિચારોથી દૂર રાખવું પડશે.
મીન રાશિ
આજે તમારા કાર્યોમાં અડચણો આવી શકે છે. યોજના બનાવીને કામ કરવું નહીતર સફળતા તમારાથી દૂર જતી રહેશે. વિદ્યાર્થીઓએ પોતાના લક્ષ્યને મેળવવા માટે વધારે મહેનત કરવી પડશે અને તેમને આ સખત મહેનતનું અપેક્ષિત પરિણામ પણ મળશે. પારિવારિક જીવનમાં થોડી સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. જો તમે આર્થિક રૂપથી વધારે મજબૂત થવા માંગતા હોય તો તમારે પોતાનાં નિર્ણયો ખૂબ જ સમજી વિચારીને લેવા.
નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૭ ડિસેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.