રાશિફળ ૯ ડિસેમ્બર : આજે આ ૩ રાશિઓને ઉઠાવવું પડી શકે છે નુકસાન, દુર્ઘટના થવાની પણ સંભાવના

Posted by

મેષ રાશિ

આજે તમને કોઇ જૂના રોગમાંથી રાહત મળી શકે છે. જરૂરિયાતમંદ મિત્રોની તરફ તમે મદદ માટે હાથ લંબાવશો. તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. આ રાશિના વિદ્યાર્થીઓને વધારે મહેનત કરવાની જરૂરિયાત રહેશે. જો આજે તમે પોતાની વાતોમાં કડવી વાણીનો ઉપયોગ નહી કરો તો સંબંધો સારા જળવાઈ રહેશે. તમારા તમામ કાર્ય ઈચ્છા અનુસાર પુરા થવામાં પરેશાની આવશે. પરિવાર અને મિત્રોની સાથે આનંદની ક્ષણો પસાર કરી શકશો. આરોગ્યના વિષયમાં સાવધાની રાખવી.

વૃષભ રાશિ

આજે તમારા પારિવારિક જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે. આજે તમે પોતાને ખૂબ જ ઊર્જાવાન અને ઉત્સાહિત મહેસૂસ કરશો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ એક સકારાત્મક દિવસ સાબિત થશે. વ્યવસાય માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. નવા પ્રોજેક્ટ મળી શકે છે. તમે પોતાના લાભને વધારવામાં સારી ભાગદોડ કરશો. આજે ઘણા બધા મામલાઓ તમારી તરફેણમાં આવી શકે છે. આજે દાંપત્યજીવનમાં તમે વધારે ધર્મિષ્ઠાનો અનુભવ કરશો. ઇજા થવાની સંભાવના રહેલી છે.

મિથુન રાશિ

આજે તમે ખૂબ જ ધૈર્ય અને સંયમથી કામ લેશો. તમારું વૈવાહિક જીવન અશાંત થઈ શકે છે, પરંતુ તમે પોતાની ધીરજથી તમામ ચીજોને શાંત કરી શકો છો. આજે તમારે કાર્યક્ષેત્રમાં કંઈક વધારે જ મહેનત કરવી પડશે. તમે લોકોની સાથે તાલમેલ જાળવી રાખવામાં સફળ રહેશો. કરિયર ઉત્તમ બનતું જશે અને ધન લાભના યોગ બનશે. સામાજિક યાત્રા, કળા, રમત-ગમતનાં કાર્યક્રમો, બાળકોની સાથે ચંચળ ગતિવિધિઓનો આનંદ માણી શકશો.

કર્ક રાશિ

ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે. હાલના સમયમાં નોકરીયાત લોકોની સેલેરીમાં વધારો થઇ શકે છે. કોઈ જરૂરી કામોમાં જીવનસાથીની સલાહ લેવી ફાયદાકારક રહેશે. નોકરીયાત લોકો માટે આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે. સંતાન સુખમાં વધારો થશે. દાંપત્યજીવન અને વ્યવસાયનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે. અધિકારીઓ સાથે ખાસ બાબતો પર વાતચીત થશે. કોઈપણ વ્યક્તિને તેના વિચારો તમારા પર લાદવા દેશો નહી.

સિંહ રાશિ

આજનો દિવસ લવલાઇફમાં થોડા ખાટા-મીઠા અનુભવ આપનારો રહેશે. વ્યવસાય યોગ્ય રીતે ચાલશે. પાછલા થોડા દિવસોની તુલનામાં અમુક ચીજો અચાનક વધારે ગતિથી આગળ વધશે. આજે ઘરેલુ વાતાવરણથી તમે થોડા દૂર રહેવાના મૂડમાં રહેશો. તમારા મનમાં ઘણી બધી વાતો ચાલતી રહેશે. તમારા પ્રેમી તમારા સ્વભાવના કારણે તમને પરેશાન કરી શકે છે. આજે રચનાત્મક ઉર્જા સમગ્ર દિવસ તમને પ્રેરિત કરતી રહેશે.

કન્યા રાશિ

આજે શાંત રહીને વ્યવહાર કરવો. ઘર-પરિવારનું વાતાવરણ શાંતિદાયક રહેશે. આધ્યાત્મિકતા તરફ રુચિ રહેશે. સંતાન તરફથી કોઈ ખુશખબરી પણ મળી શકે છે. વસ્ત્રો ખરીદવા વગેરે પ્રત્યે રૂચિમાં વધારો થશે. કરિયર અને સંબંધોની બાબતમાં લાભ થશે. ઘર પરિવારમાં ખુશીઓ જળવાઈ રહેશે, પરંતુ કોઈ પ્રેમ સંબધ બનાવવામાં થોડો સમય લાગી શકે છે. જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રોનું દાન કરવું, ધન લાભના અવસર પ્રાપ્ત થશે.

તુલા રાશિ

આજે શારીરિક થાકનો અનુભવ થશે. તમારા પ્રિય વ્યક્તિના મનની વાત ખુલીને તમારી સામે આવશે અને તમે તેમની સાથે પોતાના સંબંધને વધારે મજબૂત થતો મહેસૂસ કરશો. જમીન, મકાન કે વાહનની ખરીદી સંભવ છે, ઘરમાં કંઈક ઉત્સવ પણ સંભવ છે. દાંપત્યજીવનમાં આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. કોર્ટ-કચેરીના પ્રશ્નોમાં સાવધાનીથી નિર્ણયો લેવા. બિનજરૂરી ખર્ચાઓમાં વધારો થશે. આત્મવિશ્વાસથી તરબોળ રહેશો.

વૃશ્ચિક રાશિ

આજે તમારે પોતાના બજેટને લઈને સતર્ક રહેવાની જરૂરિયાત રહેશે કારણકે આજે વધારે ખર્ચાઓ થઇ શકે છે. આજે કોઇપણ વાદ-વિવાદમાં પડવું નહી, નહીંતર વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. ધીરજથી કામ લેવું. શત્રુઓ થોડો ઉત્પાત કરવાની કોશિશ કરી શકે છે. વાંચન-લેખનમાં સમય પસાર કરવો. સ્થિર સંપત્તિનાં વિશે કોઈ નિર્ણય લેતા પહેલા અનુભવી લોકો અને પોતાના અંગત લોકો સાથે વિચાર-વિમર્શ અવશ્ય કરવા. આર્થિક લાભ અને સામાજિક માન પ્રતિષ્ઠા મળશે.

ધન રાશિ

આજે તમારે પોતાના બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની આવશ્યકતા રહેશે. જો તમે પરણિત હોય તો દાંપત્યજીવનમાં પણ સુખ રહેશે, પરંતુ પોતાના સાસરિયામાં જીવનસાથીની કોઈ વાતને લઈને બુરાઈ કરવી નહિ. કામકાજની બાબતમાં આજે તમને ખૂબ જ સારા પરિણામ મળશે. તમારા પરિવારના સદસ્યો તમારાથી અંતર બનાવીને રાખશે, કારણકે તમારું વર્તન તેમને દુઃખ પહોંચાડશે. શત્રુઓ પ્રયાસ કરવા છતાં પણ તમારું કઇ બગાડી નહી શકે.

મકર રાશિ

આજે તમારા બાળકોનું કરિયર પરિવાર માટે ચિંતાનો વિષય રહેશે. મનોરંજનના કાર્યમાં સમય વધારે પસાર થશે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત અને સહયોગ પ્રાપ્ત થશે. કોઈપણ ચીજમાં ખૂબ જ સમજી વિચારીને રોકાણ કરવું, તેમ છતાં પણ જો તમે આ કામમાં કોઈની સલાહ લેશો તો લાભ મળશે. મિત્રોના સાથથી તમને લાભ થઈ શકે છે. નવા વસ્ત્રો અને આભૂષણોની પ્રાપ્તિ થશે. તમારું બેદરકારીભર્યું વલણ તમારા માતા-પિતાને દુઃખ પહોંચાડશે.

કુંભ રાશિ

આજે તમારા માતા-પિતા તમને એક મહત્વપૂર્ણ નિર્ણયનાં વિશે સલાહ આપશે. તમને માનસિક ચિંતાઓ રહેશે અને તમારા ખર્ચાઓમાં વધારો થતો રહેશે. તમારા જીવનસાથી સાથે પ્રેમભરી વાતો થશે. જુના કોઈ રોકાણથી લાભ મળી શકે છે. કરજમાંથી મુક્તિ મળવાના અણસાર છે. વ્યવસાયમાં લાભ મળશે. લાંબી યાત્રાઓથી સારો લાભ મળી શકે છે. સુખી વિવાહિત જીવનનું મહત્વ હવે તમને સમજાશે.

મીન રાશિ

આજે અચાનક કોઈ શુભ સમાચાર કે અટવાયેલું ધન પ્રાપ્ત થશે. શત્રુઓ સ્વયં પરાસ્ત થશે. તે લોકો પર નજર રાખવી, જે તમને ખોટા રસ્તા પર લઈ જઈ શકે છે અથવા તો એવી જાણકારી આપી શકે છે, જે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. નવી નોકરીની તલાશ કરી રહેલા જાતકોને સફળતા મળતી નજર આવી રહી છે. આજે તમને ધનની બાબતમાં પણ સારો એવો લાભ થશે. નોકરિયાત જાતકોને અધિકારી વર્ગ તરફથી પ્રશંસા મળશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૯ ડિસેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *