રાશિફળ ૯ નવેમ્બર : ગ્રહ-નક્ષત્રોની વિશેષ સ્થિતિ ચમકાવશે આ ૮ રાશિઓનું નસીબ, થશે ધનની વર્ષા

Posted by

મેષ રાશિ

આજે પરિવાર સાથે જોડાયેલ ઘણી જવાબદારીઓ નિભાવવી પડશે અને તમે તેને ખૂબ જ સારી રીતે પૂર્ણ પણ કરી શકશો. મીડિયાનાં ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને બહારનાં દબાણનો સામનો કરવો પડશે. કોઈ ચીજમાં પરિવારનો પુરો સહયોગ મળશે. પરિવારમાં આનંદનું વાતાવરણ જળવાયેલું રહેશે. તમારા જીવનસાથી તમારા પર શંકા કરી શકે છે, જેના લીધે તમારો દિવસ સારો પસાર નહી થાય. વકીલની પાસે જઈને કાનૂની સલાહ લેવા માટે સારો દિવસ છે.

વૃષભ રાશિ

આજે તમારા માટે તાંબાની કોઇ વસ્તુ ખરીદવી લાભદાયક રહેશે. પરિવારની સાથે સમય પસાર કરીને સારું મહેસૂસ કરશો. પાડોશીઓની દખલગીરી તમારા લગ્નજીવનમાં અડચણ ઉત્પન્ન કરવાની કોશિશ કરી શકે છે. કોઈની પાસેથી જવાબ મેળવવા માટે રાહ જોવી પડી શકે છે. પ્રેમ સંબંધ વાળા લોકો માટે દિવસ સારો રહેશે. જીવનસાથી અને બાળકોની પાસેથી વધારે સ્નેહ અને સહયોગ મળશે. ધનનાં આગમનની સંભાવના રહેલી છે.

મિથુન રાશિ

યાત્રા કરવી ફાયદાકારક રહેશે પરંતુ મોંઘી પણ સાબિત થશે. પરિવારિક મોરચા પર કોઈ સમસ્યાને તરત જ ઉકેલવાની જરૂરિયાત છે. પોતાને ઘરેલું કામકાજમાં લગાવીને રાખવા. થોડો સમય પોતાના શોખ માટે પણ જરૂર કાઢવો, તેનાથી તમારું મન અને શરીર ચુસ્ત રહેશે. કોઈ તમારી સાથે યાત્રા પર જવાનો પ્લાન બનાવી શકે છે. આજનો દિવસ બેરોજગારો માટે ખૂબ જ સારો દિવસ છે કારણ કે તમને એક ઉત્કૃષ્ટ પ્રસ્તાવ મળવાની સંભાવના રહેલી છે.

કર્ક રાશિ

યાત્રા સંબંધી કાર્યક્રમમાં બદલાવ થઈ શકે છે. પરિવારનાં લોકોને પોતાની વાત સાથે સહમત કરવામાં સમય લાગી શકે છે. તમારું સકારાત્મક વર્તન તમારી આસપાસનાં લોકોને પ્રભાવિત કરશે. તમને પોતાનાં ક્ષેત્રમાં સારો લાભ જોવા મળશે. ઉતાવળમાં નિર્ણય લેવો નહીં જેના લીધે જીવનમાં આગળ જઈને તમારે પસ્તાવું ના પડે. સોશિયલ મીડિયા પર જરૂરિયાતથી વધારે સમય પસાર કરવો ફક્ત સમયની બરબાદી છે.

સિંહ રાશિ

પરિવારનાં સદસ્યોની બાબતમાં કોઈ પ્રકારનો મતભેદ થઈ શકે છે. પ્રોપર્ટી વેચવા માટે કોઈ ગ્રાહકની તલાશ કરી શકો છો. પોતાની લાગણીઓને કાબૂમાં રાખવી નહિતર સંબંધમાં ખટાશ આવી શકે છે. પોતાના ઉદ્દેશ્યની તરફ શાંતિથી આગળ વધતા રહેવું. તમારા સાથી તમારા વિચારો સાથે સંમત થઇ શકે છે. આજે તમે પોતાની યોજનાઓનું ખૂબ જ સારી રીતે અધ્યયન કરશો. શારીરિક બીમારીમાંથી સ્વસ્થ થવાની સંભાવના રહેલી છે.

કન્યા રાશિ

દાંપત્યજીવનને લઈને સ્થિતિઓ સામાન્ય રહેશે. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવશે. તમારો પ્રબળ આત્મવિશ્વાસ અને આજના દિવસનું સરળ કામકાજ મળીને તમને આરામ માટે થોડો સમય આપશે. કોઈ જૂની બિમારીમાંથી છૂટકારો મળી શકે છે. જીવનના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પરંતુ રોમેન્ટિક લક્ષ્ય પણ બનાવી રાખવું. તમારા ધનમાં વધારો થશે અને તમે સરળતાથી અન્ય લિંગના લોકોને પોતાની તરફ આકર્ષિત કરી શકશો.

તુલા રાશિ

વ્યાવસાયિક કાર્યોમાં ઉત્તમ લાભ મળવાની સંભાવના બની રહી છે. આજે તમારી પાસે અમુક નવી જવાબદારીઓ આવશે, જેને પૂરી કરવામાં તમે સંપૂર્ણ રીતે સફળ રહેશો. ચીજો અને લોકોને ઝડપથી પારખવાની ક્ષમતા તમને અન્ય લોકો કરતાં આગળ લઈ જશે. પ્રેમભર્યું વૈવાહિક જીવન તમને પ્રસન્ન રાખશે. સાથે કામ કરતા લોકો તરફથી તમને પૂરો સહયોગ પ્રાપ્ત થશે. ભાઈઓ સાથે જમીન કે સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

ભાઈનાં સહયોગથી આજે કોઈ મોટું કાર્ય સિદ્ધ કરી શકશો. તમારા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. તમે પોતાના જીવનસાથી સાથે વૈચારિક ટકરાવનો સામનો કરશો પરંતુ દિવસના અંત સુધીમાં બધું જ યોગ્ય થઈ જશે. ખર્ચાઓ પર થોડો કાબૂ રાખવો. મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતા સમયે તમારી હિંમત અને મજબૂતી બતાવવાની જરૂરિયાત રહેશે. કોઈ મહત્વપૂર્ણ કામને લઈને તમે માતા-પિતા પાસેથી સલાહ લેશો, જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

ધન રાશિ

લવ લાઈફમાં નાની-નાની વાતોને ઇગો બનાવવો નહી. જો તમે કોઈ સંગીત પ્રતિયોગિતામાં ભાગ લેવા માંગતા હોય તો સફળતા મળી શકે છે. સરકારી નોકરીયાત લોકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. વ્યવસાય કરતા લોકોએ કોઈ ડીલ માટે શહેરથી બહાર જવાનો પ્લાન બની શકે છે. નોકરીમાંથી રાજીનામું આપવાના યોગ છે. વ્યવસાયમાં નવા વિચારોનું સ્વાગત ખુલ્લા અને તેજ મગજથી કરવું. આવું કરવું તમારા પક્ષમાં રહેશે. વ્યવસાયમાં પ્રગતિ થશે. રાજનીતિમાં સફળતાની પ્રાપ્તિ થશે.

મકર રાશિ

આજે તમારે એકલતાને પોતાના પર હાવી થવા દેવી નહી, તેનાથી સારું રહેશે કે તમે કોઈ જગ્યાએ ફરવા નીકળી જાઓ. કોઈ અજાણ્યા વ્યક્તિ પર ભરોસો કરવાથી પણ બચવું જોઈએ. પરિવારની સાથે સમય પસાર કરીને સારુ મહેસૂસ કરશો. કોઈ મામલાને સમય રહેતા ઉકેલવાના પ્રયાસ કરવા. લવમેટ માટે આજનો દિવસ સામાન્ય રહેશે. વિદ્યાર્થીઓ માટે સામાન્ય પરિશ્રમનો દિવસ રહેશે. વ્યવસાયમાં આવક માટે નવા સ્ત્રોત બની શકે છે.

કુંભ રાશિ

બાળકો સાથે જોડાયેલી સમસ્યાઓના સમાધાન માટે થોડો સમય અલગથી કાઢવો. આજે તમને બીજા લોકોની મદદ કરવાનો અવસર મળશે, જેને કરીને તમને ખૂબ જ સારું મહેસુસ થશે. કોઈ તમારી પાસેથી પ્રોપર્ટી સંબંધિત સલાહ લઇ શકે છે. આજે પરિવારનાં લોકોની સાથે વાતચીત કરીને સમસ્યાનો હલ નીકળશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. અચાનક યાત્રાના કારણે તમે તણાવનો શિકાર થઈ શકો છો.

મીન રાશિ

આજે તમારા દિવસની શરૂઆત નવા સંકલ્પથી થશે. નવા લોકો સાથે મુલાકાત તમારા ભવિષ્ય માટે લાભદાયક સાબિત થશે. તમારે પોઝિટિવ રહેવાની જરૂરિયાત છે, કોઈ ખોટો વિચાર પોતાના મગજમાં આવવા દેવો નહી. પરિવારનાં કોઈ ઝઘડાને ખૂબ જ સરળતાથી ઉકેલી લેશો. પરિવારનાં લોકોની સાથે કોઈ આયોજનમાં સામેલ થશો. પ્રવાસમાં અનપેક્ષિત અડચણો આવી શકે છે. કામમાં રસ જાળવી રાખવા માટે પોતાને શાંત રાખવા.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૯ નવેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *