રાશિફળ ૯ ઓક્ટોબર : આજે આ ૬ રાશિઓને મળશે માં લક્ષ્મીના આશીર્વાદ, ખુલશે ધન-સંપતિના દ્વાર

મેષ રાશિ

આજે તમારે પોતાની પ્રવૃત્તિનો ઉપયોગ તમારે પોતાને ખુશી આપવા માટે કરવો જોઈએ. આજે તમે પોતાના ક્ષેત્રમાં ઉપલબ્ધિઓ મેળવી શકશો. નવી પરીયોજનાઓ મળી શકે છે. તમારી સામાજિક અને વ્યાવસાયિક મંડળીમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. સંબંધીઓ અને મિત્રો પાસેથી સારા સમાચાર મળશે. અચાનક મોટો ધન લાભ થઈ શકે છે પરંતુ ખર્ચામાં પણ વધારો થઈ શકે છે. તળેલું ભોજન ખાવાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

વૃષભ રાશિ

આજે તમારે કોઈની પાસેથી પૈસા ઉછીના લેવા પડી શકે છે. વૈવાહિક જીવનમાં તમે નિકટતાની જરૂરીયાત મહેસુસ કરશો. તમે પોતાના પ્રેમી કે જીવન સાથેના પ્રેમ અને સ્નેહનો આનંદ લઇ શકશો. કામકાજ માટે યાત્રા કરવી પડી શકે છે. કોઈ ખાસ કામ માટે વધારે મહેનત કરવી પડી શકે છે. વાહન સાવધાનીથી ચલાવવું. દુર્ઘટનાના યોગ બની રહ્યા છે. કામકાજ દરમિયાન વૈચારિક મતભેદ થઈ શકે છે. અમુક મિત્રો કે સંબંધીઓ અલગ પક્ષ લેશે.

મિથુન રાશિ

સરકારી કામોમાં આવી રહેલી અડચણો દૂર થઈ શકે છે. સંતાન સાથે જોડાયેલ શુભ સમાચાર મળશે. તીર્થયાત્રાનો પ્રોજેક્ટ બનશે. ભ્રમની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. યાત્રા, નોકરી અને રોકાણ લાભદાયક રહેશે. વધારે પડતા કામ સામે ઝઝૂમવું પડશે. તમારા વરિષ્ઠ અધિકારીઓ તમને અમુક ગોપનીય કામ સોંપશે. કોઈ અણધાર્યા સ્ત્રોતથી આવકમાં વધારો થશે. વ્યવસાયમાં વધારો થશે. વેપારીઓને બમ્પર ધન લાભની સંભાવનાઓ રહેલી છે.

કર્ક રાશિ

રોજગારમાં વૃદ્ધિ થશે. ઇજા અને રોગોથી બચવું. તમે તે પરિયોજનાઓમાં લાભ પ્રાપ્ત કરી શકશો જે તમે ભાગીદારીમાં કરી રહ્યા છો. વ્યવસાયમાં આવકના નવા રસ્તાઓ મળશે. આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત થશે. ધન સંબંધી મામલાઓમાં સકારાત્મકતા આવશે. વ્યવસાયનો એક નવો સોદો તમારા નિયમો અને શરતોને અંતિમ રૂપ આપશે. સાચા દિલથી પ્રેમ કરનાર પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકે છે. કોઈને તમારી અંગત વાતો વિશે જાણ થઈ શકે છે.

સિંહ રાશિ

સ્વજનો સાથે નિકટતા વધશે. તમારા પ્રયાસો યોગ્ય પરિણામ આપશે. આજે તમને દરેક ચીજમાં સફળતા મળશે. તમને કામ કરવા માટે નવી પરિયોજનાઓ મળી શકે છે. કોઈપણ જગ્યાએ રોકાણ કરતાં સમયે સાવધાન રહેવું. કામકાજને લઈને સતત યાત્રા પર જવું પડી શકે છે. કાર્ય જીવન સંતુલન બનાવવામાં સફળ રહેશો, જે તમને પોતાના પ્રિયજનોની સાથે પૂરતો સમય પસાર કરવાની અનુમતિ આપશે. ઓફિસના કર્મચારીઓ સાથે સંઘર્ષ પણ દિવસ પસાર થશે.

કન્યા રાશિ

સામાજીક માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. તમે સ્વસ્થ અને ઉત્સાહિત મહેસૂસ કરશો પરંતુ સુસ્તી પણ તમને પ્રભાવિત કરશે. તમારી મહેનતથી તમે તમારા ઉચ્ચ અધિકારીઓને પ્રસન્ન કરશો. વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત થશે. લવ લાઈફ સારી પસાર થશે. ઈશ્વરની આરાધનામાં સમય પસાર કરવો, તેનાથી મનને શાંતિ મળશે. કોઈ વિશેષ કામને કરવામાં મિત્રોનો સહયોગ મળશે. નોકરીમાં પરાક્રમ અને સ્થાનમાં વધારો થશે.

તુલા રાશિ

આજે કોઈને પૈસા ઉધાર આપવા નહીં. નાની-નાની વાતો પર કોઈની સાથે વાદ-વિવાદમાં પડવું નહીં. ધાર્મિક ચીજો પ્રત્યે તમે ઝૂકેલા રહેશો. આજે સ્વાસ્થ્ય સારું રહેશે. તમે આજે ઉર્જાથી ભરપૂર રહેશો અને પોતાના બધા જ કાર્યો ખૂબ જ સારી રીતે પૂરા કરી શકશો. જીવનસાથીનો સાથ તમને વધારે ઊર્જાવાન બનાવશે. સહકર્મીઓ પાસેથી સહયોગ મળશે. મુશ્કેલ સમય આવશે પરંતુ સમય જતાં બધું જ ઠીક થઈ જશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે.

વૃશ્ચિક રાશિ

આજે તમે કોઈ નવી યોજના બનાવી શકો છો. કોઈ સાધુ-સંતના આશીર્વાદ મળી શકે છે. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ થોડો રાહત આપવાવાળો રહેશે. આર્થિક રૂપથી મજબૂત રહેશો. આજે પૈસા પ્રત્યે વધારે રસ દાખવશો. બીપીથી પ્રભાવિત લોકોએ સાવધાની રાખવી. પોતાના લવ પાર્ટનરને આજે તમે પૂરતો સમય આપી શકશો. અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે. નવું વાહન ખરીદી શકો છો. કોઈ અજાણ્યા વ્યક્તિની વાતોથી તમારા સન્માનને ઠેસ પહોંચી શકે છે.

ધન રાશિ

આજે તમે પોતાના ઉપર સારી એવી રકમ ખર્ચ કરી શકો છો. તમારા ઉચ્ચ અધિકારી તમારા નેતૃત્વની ક્ષમતાની ખૂબ પ્રશંસા કરશે. કોઈપણ કાર્યમાં પ્રયાસ કરશો તો સફળતા જરૂર મળશે. જુના પરિચિતો સાથે મિલાપ થશે. રોકાણ કરવાનો લાભ મળશે. આજે કોઈ મોટી ખરીદારી કરવાની યોજનાને આગળ વધારવા માટે સારો દિવસ છે. જૂના મિત્રો સાથે મુલાકાત થવાની સંભાવના છે. સંપત્તિ સાથે જોડાયેલ મામલાઓને લઈને ચિંતામાં રહેશો.

મકર રાશિ

આજે તમારી લવ લાઈફ સારી રહેશે. જીવનસાથીનું સન્માન કરશો. કોઈના વિશે ચર્ચા કરવી તમને હાનિ પહોંચાડી શકે છે. કોઈ મિત્રનો ઈર્ષાળુ સ્વભાવ તમારા માટે સમસ્યાનું કારણ બની શકે છે. સારું રહેશે કે તેમની સાથે ઝઘડવાની જગ્યાએ તેને નજર અંદાજ કરો. પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું, તમને સફળતા અવશ્ય મળશે. કરિયરના નવા અવસર મળી શકે છે. અધિકારીઓ તરફથી પૂરો સહયોગ મળશે. આજે કોઈ વિવાદથી દૂર રહેવાનો સમય છે.

કુંભ રાશિ

આજે તમે પહેલાથી વધારે સારું મહેસૂસ કરશો. વરિષ્ઠ અધિકારી તમારી ખૂબ પ્રશંસા કરશે. જો આજે તમારી પાસે વધારે કંઈ કરવા માટે નથી તો પોતાના ખાલી સમયનો સદુપયોગ કરવો. રાજકારણીઓ માટે સફળતાભર્યો દિવસ રહેશે. ઘણા દિવસોથી અટવાયેલા કામ પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે. પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે સારી યોજનાઓ બનાવી શકો છો. પરિવારની સાથે ધાર્મિક સ્થાનની યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. વ્યવસાયમાં સફળતા મળશે.

મીન રાશિ

આજે તમારે અન્ય લોકો સાથે વાત કરતાં સમયે સંતુલિત વિચાર રાખવા. વ્યવસાયમાં કોઈની સાથે ભાગીદારી થવાની પ્રબળ સંભાવના છે. પૈસાના મામલામાં આજનો દિવસ સામાન્ય રહેશે. દાંપત્ય જીવનમાં ખુશહાલી રહેશે. પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. કોઈ મોટી ખરીદારી માટે આજનો દિવસ અનુકૂળ નથી. તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને પ્રેમ વિવાહ કરવાના યોગ બની રહ્યા છે. કોઇ પ્રિયજન સાથે મુલાકાત થઇ શકે છે. કોઈને મનની વાત કહેવાનો અવસર મળશે.