રાશિફળ ૩ જાન્યુઆરી : આજે આ ૪ રાશિનાં જાતકોનું ચમકશે ભાગ્ય, માતા-પિતાનાં મળશે આશીર્વાદ, સંબંધોમાં આવશે મધુરતા

Posted by

મેષ રાશિ

આજે તમારા ઉત્સાહમાં વધારો થશે. કાર્ય કરવામાં મન લાગશે. આજે તમે પોતાની બુદ્ધિને યોગ્ય દિશામાં દોડાવી શકશો. કામ અને ઘર પરનું દબાણ તમારા સ્વભાવને થોડો ગુસ્સાવાળો બનાવી શકે છે. ગપ્પાબાજી અને અફવાઓથી દૂર રહેવું. આજે તમને મહેસુસ થશે કે તમારા જીવનસાથીએ તમને દુઃખ પહોંચાડ્યું છે. કોઈ ઉચ્ચ અધિકારી કે પ્રતિષ્ઠિત વ્યક્તિના સાનિધ્યથી તમને લાભ મળશે. કામકાજના મોરચા પર આજનો દિવસ તમારા માટે મુશ્કેલભર્યો રહેશે

વૃષભ રાશિ

આજે તમારે પ્રેમ જીવનનો કોઈપણ નિર્ણય ઉતાવળમાં લેવો નહી અને પોતાની વાણી પર સંયમ જાળવી રાખવું. વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ સકારાત્મક રહેશે, તેનો ભરપૂર ઉપયોગ કરવો. જો તમે બેરોજગાર છો તો આજે તમને કોઈ સારો અવસર પ્રાપ્ત થઇ શકે છે. કોઈ મોટી કંપનીમાંથી તમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવી શકે છે. યાત્રાના અવસરને હાથમાંથી જવા દેશો નહી. પોતાની બધી જ ક્ષમતાઓને બહાર લાવીને અન્ય લોકોથી પોતાને શ્રેષ્ઠ બનાવવાની કોશિશ કરવી.

મિથુન રાશિ

આજે તમને પોતાના ઇચ્છિત કાર્યોમાં સફળતા અને યશની પ્રાપ્તિ થશે. કોઈપણ પ્રકારનું કરજ લેવાથી બચવું. યાત્રા લાભકારી સાબિત થશે. જુના રોકાણના લીધે આવકમાં વધારો થવાની સંભાવના રહેલી છે. પરિવારની શાંતિ અચાનક આવેલી સમસ્યાઓનાં કારણે ભંગ થઈ શકે છે પરંતુ વધારે ચિંતા કરવાની જરૂરિયાત રહેશે નહી કારણ કે સમય આવતા બધું જ ફરીથી યોગ્ય થઈ જશે. તમારું કોઇ અધુરુ સપનું પૂરું થવાના યોગ બની રહ્યા છે.

કર્ક રાશિ

પાર્ટનરની સાથે બહાર કોઈ જગ્યાએ ફરવા જઈ શકશો. તમે પોતાના કોઈ મિત્રને મળવા જઈ શકો છો. આજનો દિવસ રોમાન્સથી ભરપુર રહેવાની પૂરી સંભાવના છે. ઓફિસમાં જેમની સાથે તમારે સૌથી ઓછું બને છે, તેમની સાથે સારી વાતચીત થઈ શકે છે. પતિ-પત્નિનાં સંબંધોમાં મધુરતા આવશે. માતા-પિતા સાથે દલીલ થઈ શકે છે. કામકાજના મોરચા પર આજે તમારે થોડી નિરાશાનો સામનો કરવો પડી શકે છે. આજે તમારો કોઇ પ્રયાસ વીફળ જઈ શકે છે.

સિંહ રાશિ

દાંપત્યજીવનમાં મધુરતા આવશે. આજે તમે ઉર્જાથી ભરપુર રહેશો. જિંદાદિલ અને ગર્મજોશીથી ભરપૂર તમારો વ્યવહાર તમારી આસપાસના લોકોને ખુશ કરી દેશે. આજે તમારે પોતાના પ્રિયની ભૂલને માફ કરી દેવી. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાથી તમે પરેશાન નજર આવી શકો છો. સમયસર દવા લેવી તમારા માટે ખૂબ જ જરૂરી રહેશે. આજે તમને વધારે કાર્ય આપવામાં આવી શકે છે. આજે તમને સહકર્મીઓની સાથે-સાથે ઉચ્ચ અધિકારીઓ તરફથી પણ સહયોગ મળશે.

કન્યા રાશિ

આજે તમે કોઈ જગ્યાએ મોટું રોકાણ કરી શકો છો. કોઈની સાથે થયેલી અચાનક મુલાકાત તમારા દિવસને આનંદમય બનાવી દેશે. કરીયરની દ્રષ્ટિએથી શરૂ કરવામાં આવેલી સફર કારગર સાબિત થશે. કામકાજ, વ્યવહાર દરેક ચીજમાં પ્રમાણિકતા રાખવી. જૂના મિત્રો અને સંબંધીઓ સાથે વાતચીત થઈ શકે છે. અસ્વસ્થતા સંભવ છે. તમને પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે. મહેનતથી કમાવવામાં આવેલ પૈસાને બિનજરૂરી ચીજોમાં બરબાદ કરવા નહી.

તુલા રાશિ

કોઈપણ નિર્ણય લેતા પહેલા સારી બાબતો અને ખામીઓ પર સાવધાનીથી વિચાર-વિમર્શ કરવા. આજના દિવસે તમારે પોતાના કાર્યક્ષેત્રમાં આલોચનાનો શિકાર થવું પડી શકે છે. હાથમાં આવેલા યાત્રાના અવસરને જવા દેશો નહી. કામનું ભારણ વધારે રહેવાથી તમે ખૂબ જ થાક મહેસૂસ કરશો. પોતાના સ્વાસ્થ્ય તરફ પણ ધ્યાન આપવું. લાભના અવસર હાથ આવશે. તમને પોતાની મહેનતનું ફળ મળશે. તમે પોતાના જીવનસાથી સાથે એક શાંતિપૂર્ણ દિવસ પસાર કરી શકશો.

વૃશ્ચિક રાશિ

આજે તમારા મગજમાં મનોરંજનની વાતો છવાયેલી રહેશે. જો તમે પોતાની જીભ પર કાબૂ નહી રાખો તો તમારી પ્રતિષ્ઠા ખૂબ જ સરળતાથી ધૂળમાં મળી જશે. જો તમે ખરીદી કરવા જઈ રહ્યા હોય તો જરૂરિયાતથી વધારે ખર્ચાઓ કરવા નહી. જે લોકો એક નવા વ્યવસાયની યોજના બનાવી રહ્યા છે, તેમાં તેમને સફળતા મળશે. શિક્ષા સફળતાનું મૂળ મંત્ર છે. બિનજરૂરી ભૂતકાળની વાતોને લઈને પરેશાન રહેવાથી કોઈ ફાયદો થશે નહી, જેના લીધે તમારો કિંમતી સમય જ બરબાદ થશે.

ધન રાશિ

વ્યવસાય અનુકૂળ રહેશે. નવા કાર્યો મળી શકે છે. કોઈ જૂનું પરિચિત વ્યક્તિ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. જીવનની હકીકતનો સામનો કરવા માટે તમારે પોતાના પ્રિય વ્યક્તિને ભૂલવું પડશે. જે લોકો પર્યટનના વ્યવસાયમાં છે, તેમને નજીકના ભવિષ્યમાં સારી આવક થવાના સંકેત છે. કાર્યક્ષેત્રમાં સ્થિતિ અનુકૂળ રહેશે. તમારી રચનાત્મકતા જોઈને તમારા વરિષ્ઠ તમારાથી ખૂબ જ પ્રસન્ન રહેશે.

મકર રાશિ

તમારા જીવનસાથી તમારી પ્રશંસા કરશે, જેના લીધે તમે પોતાને વિશેષ મહેસૂસ કરશો. આજે તમારા કાર્યો તમને વ્યસ્ત રાખશે. આજનો દિવસ તમારા લગ્નજીવનના સૌથી મુશ્કેલ દિવસોમાંથી એક રહી શકે છે. તમારા જીવનસાથીનું ખરાબ સ્વાસ્થ્ય તમારા માટે તણાવ અને ચિંતાનું કારણ બની શકે છે. જો તમે આજે કોઈ વાત વિવાદમાં ફસાઈ જાઓ છો તો ખૂબ જ ચતુરાઇથી મામલાઓને ઉકેલવાના પ્રયાસ કરવા.

કુંભ રાશિ

આજે તમારો સામનો ઘણી બધી આર્થિક યોજનાઓ સાથે થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિ અમુક અડચણોનાં લીધે અટકી શકે છે, પરંતુ ધીરજથી કામ લેવું. હિતકારી ગ્રહ ઘણા એવા કારણ ઉત્પન્ન કરશે કે જેના લીધે આજે તમે ખુશ રહેશો. તમારે પોતાના સ્વભાવમાં લોકપ્રિયતા જાળવી રાખવી, ત્યારે જ તમે અન્ય લોકો સાથે સારા સંબંધો રાખી શકશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. આર્થિક મોરચા પર આજનો દિવસ તમારા માટે સારો રહેશે નહી.

મીન રાશિ

આજે તમારે પોતાની વાતો પર નિયંત્રણ રાખવું કારણ કે તેના લીધે વડીલોને દુઃખ પહોંચી શકે છે. બિનજરૂરી વાતો કરીને સમય બરબાદ કરવાથી સારું રહેશે કે તમે શાંત રહો. કોર્ટ-કચેરીના મામલાને લઈને આજે થોડુંક સાવધાન રહેવું. તમારા વિરોધીઓ કોઈ નવી સમસ્યા ઊભી કરી શકે છે. નોકરી વ્યવસાયની જગ્યાઓ પર પણ સાથી કર્મચારીઓનો અને ઉચ્ચ અધિકારીઓનો વ્યવહાર સહયોગપૂર્ણ ના રહેવાથી તમને માનસિક તણાવ રહી શકે છે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૩ જાન્યુઆરી ૨૦૨૧થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *