ગ્રીન ટી નું સેવન લાભકારી માનવામાં આવે છે અને આ ચા ને પીવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ મળે છે. જે લોકો પોતાનું વજન ઘટાડવા માંગતા હોય તે લોકો એ ગ્રીન ટીનું સેવન જરૂર કરવું જોઈએ. કારણ કે ગ્રીન ટી પીવાથી વજન સરળતાથી ઘટવા લાગે છે. જોકે વધારે પ્રમાણમાં ગ્રીન ટી નું સેવન કરવાથી સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચી શકે છે. તેથી વધારે પ્રમાણમાં ગ્રીન ટી નું સેવન કરવું ના જોઈએ.
એક દિવસમાં આટલા કપનું સેવન કરવું જોઈએ ?
એક દિવસમાં ફક્ત બે કપ જ ગ્રીન ટીનું સેવન કરવું જોઇએ. એક સવારના સમયે અને બીજીવાર સાંજના સમયે. બે કપથી વધારે ગ્રીન ટી નું સેવન કરવાથી શરીર પર ખરાબ અસર પડે છે. તેની સાથે જ ક્યારેય પણ રાત્રિના સમયે સુતા પહેલા ગ્રીન ટીનું સેવન કરવું ના જોઈએ. રાતના સમયે ગ્રીન ટી પીવાથી શરીરને ઘણા પ્રકારના નુકસાન થાય છે. તેથી રાતના સમયે ગ્રીન ટી નું સેવન કરવાથી બચવું જોઈએ.
ઊંઘ પર પડે છે અસર
રાતના સમયે ગ્રીન ટી પીવાથી ઊંઘ પર ખરાબ અસર પડે છે અને ઊંઘ બરાબર આવતી નથી. હકીકતમાં તેનું સેવન કરીને સૂવાથી ઊંઘ પ્રભાવિત થઈ જાય છે અને ઊંઘ બરાબર આવતી નથી. યોગ્ય પ્રમાણમાં ઊંઘ ના આવવાથી મગજ પર ખરાબ અસર પડે છે અને માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. ગ્રીન ટીનું સેવન કરવા માટે સવારનો સમય જ સૌથી ઉત્તમ હોય છે. એક શોધના અનુસાર સવારના સમયે ગ્રીન ટી પીવાથી રાત્રે ઊંઘ સારી આવે છે. વળી રાત્રે ભોજન કર્યા બાદ પણ આ ચા નું સેવન ના કરવું જોઈએ.
કઈ રીતે બનાવશો ગ્રીન ટી
ગ્રીન ટી બનાવી ખૂબ જ સરળ છે આ ચા બનાવવા માટે તમે એક કપ પાણી ગેસ પર ગરમ કરવા માટે રાખી દો. તે પાણીને સારી રીતે ગરમ કરી લો અને તેમાં ગ્રીન ટી નાખી દો. હવે તેને ગાળીને પી લો. જો તમારી પાસે ગ્રીન ટી બેગ છે તો તમે પાણીને ઉકાળીને એક કપમાં નાખી દો અને આ પાણીમાં એક ટી બેગ નાખી દો. ગ્રીન ટી બનીને તૈયાર.
ગ્રીન ટી ના લાભ
- ગ્રીન ટી સાથે ઘણા પ્રકારના લાભ જોડાયેલ છે. ગ્રીન ટી માં ફ્લેવોનોઈડ્સ પ્રચુર માત્રામાં હોય છે. જે સોજાને ઘટાડવાનું કામ કરે છે. તેથી શરીરમાં કોઈ પણ ભાગમાં સોજો આવવા પર તમારે ગ્રીન ટી નું સેવન કરવું જોઈએ. ગ્રીન ટી પીવાથી સોજો ઉતરી જશે.
- ગ્રીન ટી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું પણ કામ કરે છે. તેથી આવું થવાથી હાર્ટ એટેક આવવાનું જોખમ ખૂબ જ ઓછું રહે છે.
- પેટની ચરબીને ખતમ કરવામાં ગ્રીન ટી ને ઉપયોગી માનવામાં આવે છે અને તેને પીવાથી ચરબી એકદમથી ગાયબ થઈ જાય છે. વજન ઘટાડવા માટે દિવસમાં બે કપ ગ્રીન ટી નું સેવન જરૂર કરવું જોઈએ.
- ગ્રીન ટી પીવાથી તણાવ ઓછો થવા લાગે છે અને મગજ શાંત રહે છે. તેથી જે લોકો વધારે તણાવમાં રહેતા હોય છે તેમણે પણ આ ચા નું સેવન જરૂર કરવું જોઈએ.
- સુસ્તીને દૂર કરવામાં પણ ગ્રીન ટી અસરકારક સાબિત થાય છે.