રાતે સુતા સમયે કરો આ ૭ આસાન સ્ટેપ, ઝડપથી ઘટવા લાગશે તમારું વધેલું વજન

બધા જ પ્રકારના સ્ટ્રેસ અને ખૂબ જ વ્યસ્ત થઈ ચૂકેલા જીવનમાં આજકાલ દરેક વ્યક્તિને મેદસ્વીપણાની સમસ્યા સતાવી રહી છે અને આ ખૂબ જ ગંભીર સમસ્યાની સૌથી વધારે શિકાર થઈ રહી છે મહિલાઓ. કારણકે તેમને ઓફિસ જવાની સાથે સાથે જ ઘરની બધી જ જવાબદારીઓ ઉઠાવવી પડતી હોય છે. તેવામાં પોતાનું ધ્યાન રાખવું તેમના માટે અશક્ય બની જાય છે.

જોકે વજન વધવાની સમસ્યા ફક્ત મહિલાઓમાં જ નહીં પરંતુ પુરુષો અને નાની ઉંમરના યુવાનોમાં પણ જોવા મળી રહી છે અને તેમના એક બે નહીં પરંતુ ઘણા કારણો છે. જેમકે અસ્ત-વ્યસ્ત જીવનશૈલી, ખોટી ખાણી-પીણી અને સંપૂર્ણ રીતે બગડી ચૂકેલી દિનચર્યા. જણાવી દઈએ કે આજકાલ દરેક વ્યક્તિ એક જ સમસ્યાથી પરેશાન છે અને તે સમસ્યા છે મેદસ્વીપણું.

આજના સમયમાં દરેક વ્યક્તિ આ સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોય છે પરંતુ તેમના માટે ખૂબ જ સારું ડાયટિંગ અને વર્કઆઉટ કરવાની જરૂર હોય છે પરંતુ આજે અમે તમને સાથ એવી વાતો વિશે જણાવીશું જેનાથી તમારું વજન સુતા સમયે પણ ઘટવા લાગશે. તમને જણાવી દઈએ કે જો તમે પણ મેદસ્વીપણાની આ સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોય તો તમારે રાતે સુતા સમયે અમુક નાના કામો કરવા પડશે અને ખૂબ જ જલ્દી તમારું વજન પણ ઓછું થવા લાગશે.

રાતે સુતા સમયે કરો આ કામ

  • દરેક વ્યક્તિએ ૭ થી ૮ કલાક ઊંઘ લેવી જોઈએ કારણકે સારા સ્વાસ્થ્ય માટે ૭ કે ૮ કલાકની ઊંઘ જરૂરી હોય છે તેનાથી તમારું મેદસ્વીપણું પણ ઓછું થાય છે.
  • સુતા સમયે ટીવી કે મોબાઇલનો ઉપયોગ કરવો જોઈએ નહી. હકીકતમાં જ્યારે આપણે એવું કરીએ છીએ તો આપણા શરીરની અંદર મેલાટોનિન નામનું હાર્મોન બનવા લાગે છે. જેના કારણે તે આપણા શરીરના ટિશ્યુને દબાવી દે છે અને તેનાથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થઇ શકતું નથી. તેનાથી આપણા શરીરમાં ફાઇટ જમા થવા લાગે છે અને તમારું વજન વધવા લાગે છે.

  • સુતા સમયે ઢીલા કપડા પહેરવા જોઈએ કારણકે ટાઈટ કપડા પહેરવાથી આપણને યોગ્ય રીતે ઊંઘ આવતી નથી અને આપણે ૭ થી ૮ કલાકની ઊંઘ લઈ શકતા નથી.
  • રાતનું ભોજન શક્ય હોય ત્યાં સુધી કરવું નહીં તેનો અર્થ એવો નથી કે તમારે કંઈપણ ખાવું ના જોઇએ. હકીકતમાં સૂતા સમયે તમારે બાફેલા શાકભાજી અથવા તો કઠોળનું સેવન કરવું જોઈએ.

  • તમને જણાવી દઈએ કે ઘણા એવા લોકો હોય છે જે ડ્રિંક પણ કરતા હોય છે પરંતુ જો તમે તમારા વજનથી પરેશાન છો તો તમારે સુવાના ત્રણ કલાક પહેલા ડ્રિંક કરી લેવું જોઈએ અથવા તો ના કરો તો વધારે સારું રહેશે.
  • ઘણા લોકોને એવી આદત હોય છે કે તે રાતે ટીવી જોતા-જોતા ભોજન કરતાં હોય છે. જોકે આવું કરવું ના જોઈએ કારણકે ટીવી જોવાના ચક્કરમાં તમે ખૂબ જ વધારે ભોજન કરી લેતા હોવ છો અને તમને જાણ પણ નહીં થાય કે તમે કેટલું ભોજન કરી લીધું છે.
  • સુતા સમયે હંમેશા લાઇટ બંધ કરીને જ સુવું જોઈએ કારણકે લાઈટ ચાલુ રહેવા પર તમારા મગજમાં કંઈક ને કંઈક ચાલતું જ રહે છે અને તમારા મગજને આરામ મળી શકતો નથી તેથી હંમેશા લાઇટ બંધ કરીને જ સૂવું જોઈએ.