રાત્રે અચાનક ઉડી જાય છે ઊંઘ અને લાગે છે ડર તો અપનાવો આ ઉપાય, મળી જશે તેમાંથી છુટકારો

Posted by

ઘણા લોકોને રાત્રે સારી રીતે ઊંઘ આવતી નથી અને આવે પણ છે તો ખરાબ-ખરાબ સપનાનાં કારણે ઉંઘ ઉડી જાય છે. ઊંઘમાં ખલેલ પહોંચવાનાં કારણે ઘણી મુશ્કેલીઓ ઉત્પન્ન થવા લાગે છે. અમુક લોકો ઊંઘમાં ખરાબ સપના જુએ છે. હંમેશા સાપ ના સપનાં, ભુત-પ્રેતનાં સપના આવે છે કે કંઈક એવા સપના આવે છે કે જેનાં લીધે ડર લાગતો રહે છે.

ઊંઘમાં વારંવાર ખલેલ પહોંચવાથી બચવાનાં અમુક ઉપાયો

  • તમે જે બેડ પર સુવો છો તે બેડ ની નીચે કાળા કપડામાં ફટકડી બાંધીને રાખો. તેનાથી ખરાબ સ્વપ્ન આવવા, ઊંઘમાં ઝબકી જવું કે પછી અજાણ્યા ભયમાંથી વ્યક્તિ મુક્ત થઈ જાય છે. કોઈપણ મંગળવાર કે રવિવારનાં દિવસે ફટકડીનો એક ટુકડો બાળકનાં માથા પાસે રાખી દો. રાત્રે બાળકોને સુતા સમયે ખરાબ સપના નહિ આવે.

  • દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરતા રહો. ધીરે-ધીરે તમને ખરાબ સપનાં આવવાનાં દુર થઈ જશે. સુતા પહેલાં દરરોજ કપુર પ્રગટાવીને સુવું જોઈએ, જેનાથી તમને ખુબ જ સારી ઊંઘ આવશે અને સાથે જ દરેક પ્રકારનાં તણાવ સમાપ્ત થઈ જશે. કપુરનાં બીજા પણ ઘણા લાભ હોય છે.

  • તમે સુવા જઈ રહ્યા છો તો તે પણ નક્કી કરો કે તમારા પગ કઈ દિશામાં છે. દક્ષિણ અને પુર્વમાં ક્યારે પગ ના રાખો. પગને દરવાજાની દિશામાં પણ ના રાખો. તેનાથી સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું નુકસાન થાય છે. પુર્વ દિશામાં માથું રાખીને સુવાથી જ્ઞાનમાં વધારો થાય છે. દક્ષિણમાં માથું રાખીને સુવાથી શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ મળે છે.

  • ભૈરવ મંદિર જઈને ૫ શનિવાર છાયા દાન કરી દો. છાયા દાન એટલે કે એક કટોરીમાં તેલ ભરીને તેમાં તમારો ચહેરો જોઈને તેને દાન કરી દો.
  • તમારા માથા પરથી ૭ વાર એક પાણીદાર નાળિયર ઉતારી લો. તેને કોઈ દેવસ્થાન પર સળગાવી દો. મંદિરમાં સીધું દાન કરી દો.
  • માથા પાસે તકિયાની નીચે ચપ્પુ કે કોઈ ધારદાર હથિયાર રાખીને ના સુવો.
  • કાળા અને સફેદ બ્લેન્કેટને તમારી ઉપર થી ૨૧ ઉતારીને તેને કોઈ ગરીબને દાન કરી દો.

  • સુવાનાં બે કલાક પહેલાં રાત્રિનું ભોજન કરી લેવું જોઈએ. રાત્રીનું ભોજન હળવું અને સાત્વિક હોવું જોઈએ. સારી ઊંઘ માટે જમી લીધા બાદ વજ્રાસન કરો. બાદમાં ભ્રમરી પ્રાણાયામ કરો અને અંતમાં સવાસન કરીને સુઈ જાઓ.
  • શનિવારનાં દિવસે હનુમાનજીનું નામ લઈને પગના અંગુઠાની પાસે વાળી આંગળીમાં કે તર્જની આંગળીમાં કાળો દોરો બાંધવો. તેનાથી મસ્તિષ્કને તાકાત મળશે અને ખરાબ કે ડરામણાં સપના નહિ આવે.