રાવણે તેના અંતિમ ક્ષણોમાં લક્ષ્મણને કહી હતી આ ૬ જરૂરી વાતો, જે આપણા જીવનમાં પણ થઈ રહી છે લાગુ

Posted by

જેમ કે તમે બધા લોકો જ જાણો છો કે વિજયા દશમી એટલે કે દશેરાનો તહેવાર આપણા દેશમાં અસત્ય પર સત્યનો વિજયના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામજીએ રાવણનો વધ કર્યો હતો અને શ્રી રામજીએ અસત્યનો અંત કરીને જીત મેળવી હતી. ત્યારથી જ દશેરાનો તહેવાર ખુબ જ ધામધુમથી આપણા દેશમાં મનાવવામાં આવે છે. આ દિવસે જ ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામજીએ રાવણનો વધ કર્યો હતો.

રાવણ મહાજ્ઞાની પંડિત અને ભગવાન શિવનો પરમ ભક્ત હતો. પરંતુ રાવણની અંદર અહંકાર ઠાસીઠાસીને ભરેલ હતો. જેના લીધે તેમનું જીવન સમાપ્ત થઈ ગયું હતું. જ્યારે લંકાના યુદ્ધમાં રાવણ મૃત્યુની આરે પહોંચ્યો હતો ત્યારે મરતા પહેલા તેમણે શ્રી રામજીના પ્રિય ભાઈ લક્ષ્મણજીને જીવન સાથે જોડાયેલી અમુક ખૂબ જ જરૂરી વાતો જણાવી હતી.

રાવણે મરતા પહેલા જે વાતો શ્રીરામજીના ભાઈ લક્ષ્મણજીને જણાવી હતી તે ખુબ જ સત્ય હતી. આ વાતો અત્યારે પણ દરેક વ્યક્તિના જીવન પર લાગુ થાય છે. તેથી તમારે પણ આ વાતો જાણવી ખૂબ જ જરૂરી છે. આ વાત તમને જાણીને તમારા જીવનને એક સાચું માર્ગદર્શન મળશે અને તમે તમારા જીવનમાં ક્યારે પણ દગો નહીં ખાઓ. જે વાતો રાવણે લક્ષ્મણને જણાવી હતી આજે અમે તમને તે વિષયમાં જ જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

  • રાવણે લક્ષ્મણને જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈ શુભ કાર્ય કરવું હોય તો તે કાર્યને તરત જ કરી લેવું જોઈએ નહીંતર તમારે ત્યારબાદ તેનો પછતાવો કરવો પડી શકે છે. જેવી રીતે રાવણે શ્રી રામજીના શરણમાં આવવામાં મોડું કરી દીધું હતું.
  • રાવણે લક્ષ્મણને જણાવ્યું હતું કે ક્યારેય પણ પોતાના શત્રુને નબળા ના સમજવા જોઈએ. જે પ્રકારે મે હંમેશાથી શ્રી રામજી અને મહાબલી હનુમાનજી ને નબળા સમજ્યા હતા.
  • રાવણે લક્ષ્મણજીને જણાવ્યું હતું કે પોતાના જીવનનું કોઈપણ રહસ્ય કોઈપણ ને જણાવવા ના જોઈએ. ભલે પછી તે તમારા કોઈ સગા પણ કેમ ના હોય. નહીંતર તમે ખૂબ જ મોટી મુશ્કેલીમાં પડી શકો છો. જે રીતે વિભીષણ રાવણના મૃત્યુનું રહસ્ય જાણતો હતો.
  • રાવણે લક્ષ્મણજીને જણાવ્યું હતું કે પોતાની આસપાસ અથવા તો સાથે કામ કરતા વ્યક્તિઓ કે ભાઈઓ સાથે ક્યારેય પણ દુશ્મની કરવી ના જોઈએ નહિતર તમને ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે.

  • રાવણે લક્ષ્મણ ને એક ખૂબ જ સારી વાત જણાવી હતી કે હંમેશા તે વ્યક્તિ પર વિશ્વાસ કરવો જોઇએ જે તમારી આલોચના કરતો હોય એટલે કે હંમેશા તમારી પ્રશંસા કરવાવાળો ખરેખર તમારું સારું ઈચ્છતો હોય તેવું નથી હોતું.
  • રાવણે લક્ષ્મણની આ વાત જણાવતા કહ્યું કે હંમેશા પોતાને વિજેતા માનવાની ભૂલ બિલકુલ પણ ના કરવી જોઈએ. પછી ભલે તમારી દર વખતે જીત થતી હોય.

ઉપર જણાવવામાં આવેલી આ 6 વાતો હતી જે રાવણે પોતાના અંતિમ ક્ષણોમાં શ્રીરામજીના ભાઈ લક્ષ્મણજી ને જણાવી હતી. ભલે રાવણ ને દુષ્ટતા નું પ્રતીક માનવામાં આવતું હોય પરંતુ તેમના દ્વારા જણાવવામાં આવેલી વાતો બિલકુલ સાચી છે અને આજના સમયમાં પણ દરેક માણસે આ વાતો પર અમલ કરવો જોઈએ. ભલે રાવણ અહંકારી હતો પરંતુ તે વાત નકારી શકાય નહીં કે તેમનાથી મોટો કોઈ જ્ઞાની હજી સુધી થયો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *