રવિવારે કરો આ ચમત્કારિક ઉપાય, ધન્ય- ધાન્યમાં થવા લાગશે બરકત, એકવાર જરૂર અજમાવી જુઓ

Posted by

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના જીવનમાં તમામ પ્રકારની સુખ સુવિધાઓ હોય. જીવનની જરૂરિયાતોને પૂરી કરવા માટે ધનની આવશ્યકતા હોય છે. ધન પ્રાપ્ત કરવા માટે તમામ લોકો ખૂબ જ મહેનત કરતા હોય છે. મહેનતની સાથે કિસ્મતનો સંયોગ હોવો પણ ખૂબ જ જરૂરી હોય છે. કર્મફળની સાથે ભાગ્યનો પણ સાથ મળી જાય તો વ્યક્તિનું જીવન ખૂબ જ આરામથી પસાર થાય છે. સખત મહેનત કરવા છતાં પણ ઘણા લોકોની પાસે પૈસા ટકી શકતા નથી. તો આજે અમે તમને અમુક એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જેમને રવિવારનાં દિવસે કરવાથી તમને તમામ પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળી જશે. ત્યારબાદ ઘરમાં ધન ધાન્યની કોઈપણ કમી રહેશે નહી.

  • ધર્મ શાસ્ત્રોના અનુસાર રવિવારનાં દિવસે સવારે અને સંધ્યાના સમયે શુદ્ધ ગાયના ઘી નો દિવો ઘરમાં પ્રગટાવવો જોઈએ. માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી માં લક્ષ્મીની કૃપા તમારા ઉપર બને છે અને ઘરમાં ધન-ધાન્યની બરકત થાય છે.
  • રવિવારનાં દિવસે પીપળાના વૃક્ષની નીચે લોટમાંથી બનાવેલ સરસોના તેલનો દિવો પ્રગટાવો અને ભગવાન પાસે સુખ-સમૃદ્ધિની કામના કરો. માનવામાં આવે છે કે આ ઉપાય પ્રત્યેક રવિવારનાં દિવસે કરવાથી તમારા ઘરમાં સુખ-સંપત્તિ આવવા લાગે છે.
  • જો તમે પોતાની કોઈ મનોકામનાની પૂર્તિ કરવા માંગતા હોય તો રવિવારનાં દિવસે વડ ના વૃક્ષનું એક પાન લઈને તેમના પર પોતાની મનોકામના લખો અને કોઈ પવિત્ર નદીમાં પ્રવાહિત કરી દો. માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી તમારી મનોકામના પૂરી થઈ જાય છે.

  • ધન સંબંધિત પરેશાની હોય તો રવિવારના દિવસે કોઈ પ્રાચીન શિવ મંદિરમાં જઈને પ્રાતઃકાળના સમયે ગૌરીશંકર રુદ્રાક્ષ ચઢાવો. આ ઉપાય ખૂબ જ કારગર માનવામાં આવે છે, આવું કરવાથી ધન સંબંધીત પરેશાનીઓ દૂર થવા લાગે છે.
  • રવિવારનાં દિવસે ૩ નવી સાવરણી ખરીદીને પોતાના ઘરે લઇ આવો. બીજા દિવસે જલ્દી ઉઠો અને સ્નાન કર્યા બાદ કોઇ દેવી મંદિરમાં ચૂપચાપ સાવરણી રાખીને પરત આવી જાઓ પરંતુ ધ્યાન રાખવું કે આ કાર્ય કરતા સમયે તમારા ઉપર કોઈની નજર ના પડે.
  • રવિવારની રાતે માથાની પાસે દૂધનો ગ્લાસ રાખીને સૂઈ જાઓ અને સવારે ઊઠીને આ દૂધને બાવળના વૃક્ષના મૂળમાં નાખી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *