RBI એ કહ્યું, ફાટેલી-તુટેલી નોટ બદલવાની કોઈપણ બેન્ક ના પાડી ના શકે, જો ના પાડે તો ફરિયાદ કરવાનું સરનામું નોંધી લો

Posted by

જો તમારી પાસે ફાટેલી કે ટેપ લગાવેલી નોટ છે અને તમે આ નોટ ક્યાંય પણ આપી શક્યાં નથી કારણકે દુકાનદાર પણ તેને લેવાની મનાઈ કરે છે તો હવે તમારે ગભરાવવાની જરૂર નથી. તમને આ નોટનાં બદલામાં સારી નોટ મળી જશે. આ ટેપ વાળી નોટ ને બદલાવવા માટે RBI એ નવો નિયમ બનાવ્યો છે. તો ચાલો જાણી લઈએ કે બેંકનાં આ નિયમ અનુસાર આ નોટ ને તમે કેવી રીતે બદલાવી શકો છો અને કેવી રીતે તમે બધા પૈસા પરત લઇ શકો છો એટલે કે કેવી રીતે આ ટેપ વાળી નોટ ને વૈધ બનાવી શકો છો.

શું કહે છે બેંકનાં નિયમ ?

ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વર્ષ ૨૦૧૭ નાં એક્સચેન્જ કરન્સી નોટ નિયમ અનુસાર, જો એટીએમથી તમને ફાટેલી નોટ મળે છે તો તેને તમે સરળતાથી બદલાવી શકો છો અને કોઈપણ સરકારી બેંક નોટ બદલવાની મનાઈ કરી શકતી નથી. આવી નોટ ને બેંક પરત લેવાની મનાઈ કરી શકતી નથી.

આ છે નોટ બદલવાની રીત

જો તમારી નોટ ટુકડામાં ફાટેલી હોય તો પણ બેંક તેને બદલી આપશે. ત્યાં સુધી કે ફાટેલી નોટ નો કોઈપણ ભાગ ગાયબ પણ હોય તો તેને એક્સચેન્જ કરાવી શકાય છે. જો કોઈ નોટ સંપુર્ણ રીતે ફાટેલી હોય, આખો ભાગ કપાઈ ગયો હોય કે આખી નોટ સળગી ગઈ હોય તો તેને માત્ર આરબીઆઇની ઓફિસમાં બદલાવી શકાય છે. તેનાં માટે તમે એક ફોર્મ ભરીને સરકારી બેન્ક, પ્રાઇવેટ બેંક કે કરન્સી ચેસ્ટ કે આરબીઆઇની ઈશ્યુ ઓફિસમાં જઇને તેને બદલી શકો છો.

બધા પૈસા મળશે પરત

તમારી નોટ ની હાલત અને નોટ વેલ્યુ પર એ નિર્ભર કરે છે કે તમને પુરા પૈસા પરત મળશે કે નહી. અમુક ફાટેલી નોટ ની સ્થિતિમાં બધા પૈસા મળી જાય છે પરંતુ જો નોટ વધારે ફાટેલી છે તો તમને અમુક ટકા રૂપે જ પૈસા પરત મળશે. ઉદાહરણ તરીકે સમજો કે ૫૦ રૂપિયાની ઓછી વેલ્યુ વાળી નોટ નો મોટો ભાગ સામાન્ય નોટ નાં ૫૦ ટકાથી વધારે મોટો છે તો આ નોટને બદલવા પર તેની પુરી વેલ્યુ મળશે. જો ૫૦ રૂપિયાથી વધારે વેલ્યુ વાળી નોટ નો સૌથી મોટો ટુકડો સામાન્યની તુલનામાં ૮૦ ટકા કે તેથી વધારે છે તો આ નોટ નાં બદલામાં તમને યોગ્ય કિંમત મળશે.

વળી જો ૫૦ રૂપિયાની વધારે વેલ્યુ વાળી નોટ નો સૌથી મોટો ટુકડો સામાન્ય નોટ નાં ૪૦-૮૦ ટકા વચ્ચે હોય છે તો તમને આ નોટની વેલ્યુની અડધી કિંમત જ મળશે. જો ૫૦ રૂપિયાથી વધારે વેલ્યુ વાળી એક જ નોટ નાં બે ટુકડા છે અને આ બંને ટુકડા સામાન્ય નોટ નાં ૪૦ ટકા સુધી છે તો તમને નોટ ની પુરી વેલ્યુ બરાબર કિંમત મળશે. ૧ રૂપિયો, ૨ રૂપિયા, ૫ રૂપિયા, ૧૦ રૂપિયા અને ૨૦ રૂપિયાની નોટ બદલવા પર અડધી કિંમત મળતી નથી એટલે કે હવે તમે કોઈપણ પ્રકારનાં નુકશાન વગર પૈસા બદલાવી શકો છો.

આ રીતે કરો ફરિયાદ

જો તમને કોઈ બેંક ફાટેલી નોટ બદલવા માટેની મનાઈ કરે છે તો https://crcf.sbi.co.in/ccf/ under General Banking//Cash Related category માં તમે ફરિયાદ પણ કરી શકો છો. આ લિન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એટીએમ માટે છે. એક રિપોર્ટ અનુસાર કોઈપણ બેંક એટીએમ માંથી નીકળેલી ફાટેલી નોટ ને બદલવાની મનાઈ કરી શકતી નથી. સાથે જ તેમ છતાં જો બેંક નિયમોનું ઉલ્લંઘન કરે છે તો બેંક કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય છે. કસ્ટમરની ફરિયાદનાં આધાર પર બેંક ને ૧૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે.