POCO ઇન્ડિયાનાં M સીરીઝનો ફોન POCO M-3 ને ભારતમાં ઘણી લોકપ્રિયતા મળી રહી છે. POCO ઇન્ડિયાએ POCO M3 ને ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં ભારતમાં લોન્ચ કર્યો હતો અને ૯ ફેબ્રુઆરીએ POCO M3 ની પહેલો સેલ હતો. પહેલાં સેલમાં POCO M3 ના ૧,૫૦,૦૦૦ યુનિટ વેચાયા છે. હવે કંપનીએ દાવો કર્યો છે કે માત્ર ૪૫ દિવસમાં POCO M3 નું વેચાણ ૫,૦૦,૦૦૦ ની ઉપર પહોંચી ગયું છે. POCO M3 ને ભારતીય બજારમાં મોટી ડિસ્પ્લે, ટ્રીપલ રિયર કેમેરા સેટઅપ અને ૬૦૦૦ Mah ની બેટરી સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણી લઈએ આ ફોનની અન્ય ખાસિયતો
POCO M3 ની ભારતમાં કિંમત
POCO M3 ની ભારતમાં શરૂઆતી કીમત ૧૦,૯૯૯ રૂપિયા છે. આ કિંમતમાં ૬ GB રેમ સાથે ૬૪ જીબીની સ્ટોરેજ મળશે. જ્યારે ૬ GB રેમ અને ૧૨૮ GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત ૧૧,૯૯૯ રૂપિયા છે. જો તમે ICICI બેન્કના કાર્ડથી પેમેન્ટ કરો છો કે EMI પર ફોન ખરીદો છો તો બંને મોડલ પર તમને ૧૦૦૦ રૂપિયાની છૂટ મળશે. POCO M3 કુલ બ્લુ, પોકો યેલ્લો અને પાવર બ્લેક કલર વેરિએન્ટમાં મળશે.
POCO M3 ની સ્પેસિફિકેશન
આ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે એન્ડ્રોઇડ ૧૦ પર MIUI-12 મળશે. આ સિવાય ફોનમાં ૬.૫૩ ઇંચની ફૂલ HD પ્લસ ડિસ્પ્લે છે, જેનું રીઝોલ્યુશન ૧૦૮૦ X ૨૩૪૦ પિક્સેલ છે. ડિસ્પ્લે પર ગોરીલા ગ્લાસનું પ્રોટેક્શન છે. ફોનમાં સ્પેનડ્રેગન ૬૬૨ પ્રોસેસર, ૪ GB રેમ અને ૬૪/૧૨૮ GB સુધીની સ્ટોરેજ છે.
POCO M3 નો કેમેરો
કેમેરાની વાત કરીએ તો પોકોના ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં મેઈન લેન્સ ૪૮ મેગાપિક્સલનો છે અને તેનું અપચર્સ f/1.79 છે. જ્યારે બીજો લેન્સ ૨ મેગાપિક્સલ માઇક્રો છે, જેનું અપચર્સ f/2.4 છે. સેલ્ફી માટે આ ફોનમાં ૮ મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
POCO M3 ની બેટરી
POCO ના આ ફોનમાં કનેક્ટિવીટી માટે 4G LTE, WIFI, બ્લૂટૂથ, GPS/A-GPS, USB TYPE-C અને 3.5 mm નો હેડફોન જેક છે. ફોનના પાવર બટનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. તેમાં 6000 mAh ની બેટરી છે, જે ૧૮ વોટનાં ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. ફોનનું વજન ૧૯૮ ગામ છે. ફોનમાં સ્ટીરિયો સ્પીકર છે.