RCB ને હરાવીને રિન્કુ સિંહે જીતી લીધા કરોડો લોકોનાં દિલ, વિરાટ કોહલીને પગે લાગ્યો, વાયરલ થયો વિડીયો

કોલકાતા નાઇટ રાઇડર્સ આઇપીએલની સૌથી જુની ટીમોમાની એક છે અને હાલનાં દિવસોમાં કોલકાતાના બેટ્સમેન રિંકુ સિંહની ચારેય બાજુ ખુબ જ ચર્ચાઓ ચાલી રહી છે. એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલની ૩૬ મી મેચમાં કોલકાતાએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૨૧ રનથી હરાવ્યું હતું પરંતુ તેનાથી પણ વધુ ચર્ચા હાલનાં સમયમાં કોલકાતાના ખેલાડી રિંકુ સિંહને લઇને થઇ રહી છે.

હકિકતમાં મેચ જીત્યા બાદ રિંકુ સિંહ વિરાટ કોહલીના ચરણસ્પર્શ કરતો જોવા મળ્યો હતો, જેનો વીડિયો હાલનાં સમયમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. રિંકુ સિંહ આઇપીએલ ૨૦૨૩ માં જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે અને સિઝનની શરૂઆતથી જ તે ચર્ચામાં આવી ગયો છે. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં યશ દયાલની છેલ્લી ઓવરમાં પાંચ બોલમાં સતત પાંચ છગ્ગા ફટકારીને કેકેઆરને અમુલ્ય વિજય અપાવ્યો ત્યારે તે સૌથી વધારે ફેમસ થયો હતો.

તમને જણાવી દઈએ કે આઈપીએલની ૩૬ મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી, જેમાં બેંગ્લોરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ કોલકાતાએ બેંગ્લોરને પ્રથમ બેટિંગ કરતા ૨૦૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જ્યાં પહોંચવામાં બેંગ્લોરની ટીમ નિષ્ફળ રહી હતી. કોલકાતા એ બેંગ્લોર સામેની આ મેચમાં ૨૧ રનથી વિજય મેળવ્યો હતો પણ તેમની જીત કરતાં તેમનાં ખેલાડી રિંકુ સિંહ ની વધારે ચર્ચા થઈ રહી છે.

હકિકતમાં આ સમયે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે આરસીબી વિરુદ્ધ કેકેઆરની મેચનો છે, તે વીડિયોમાં રિંકુ સિંહ મેચ પછી વિરાટ કોહલીને પગે લાગતો જોવા મળી રહ્યો છે. હકિકતમાં મેચ પૂરી થયા બાદ જ્યારે બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતાં ત્યારે રિંકુ સિંહે હાથ મિલાવવાને બદલે કોહલીના ચરણસ્પર્શ કર્યા હતાં. જોકે રિંકુને આમ કરતા જોઇને વિરાટ કોહલી અને તેને સપોર્ટ કરવા આવેલી તેમની પત્નિ અનુષ્કા શર્મા બંનેને આશ્ચર્ય થયું હતું.

જ્યારથી રિંકુ સિંહે વિરાટ કોહલીના ચરણસ્પર્શ કર્યા છે ત્યારથી સોશિયલ મીડિયા પર લોકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. ઘણા લોકો રિંકુ ને સંસ્કારી કહી રહ્યા છે તો ઘણા લોકો તેને મહાન ખેલાડી ગણાવી રહ્યા છે. આ પહેલા રિંકુ સિંહે ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન ૫ બોલમાં સતત ૫ સિક્સર ફટકારી હતી અને તે દરમિયાન લોકોએ તેના ખુબ જ વખાણ કર્યા હતાં.