રિસાયેલા છે ભગવાન અને તમારી કોઈ ઈચ્છા નથી થઈ રહી પુરી તો કરો આ ઉપાય, પુરી થશે દરેક મનોકામના

ઘણી વખત લાખ પૂજા કરવા છતાં પણ આપણને પૂજાનું ફળ નથી મળતું. જો તમારી સાથે પણ આવું થતું હોય તો નિરાશ થવાની જરૂર નથી. કારણકે ઘણીવાર આપણી પૂજા ભગવાન સુધી નથી પહોંચતી, જેના લીધે પૂજાનું ફળ આપણને નથી મળતું. ભગવાનને મનાવવા માટે તમે આ સરળ ઉપાય કરો. આ ઉપાય કરવાથી ભગવાન ખુશ થશે અને તમારી પૂજાનું ફળ તમને મળી જશે.

ગાય માટે રોટલી બનાવવી

દરરોજ જ્યારે પણ તમે રોટલી બનાવો ત્યારે સૌથી પહેલી રોટલી ગાય માટે બનાવવી. આ રોટલીમાં થોડું ઘી અને ગોળ લગાવી અને તેને ગાયને ખવડાવવી. ગાયની અંદર બધા જ દેવી-દેવતાઓનો નિવાસ માનવામાં આવે છે. જેના લીધે ગાયને રોટલી ખવડાવવી શુભ માનવામાં આવે છે અને આવું કરવાથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે.

કેળનાં વૃક્ષની પૂજા કરવી

કેળાના ઝાડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ ઝાડનાં પાનનો પ્રયોગ શુભ કાર્યોમાં જેમ કે લગ્ન દરમિયાન કરવામાં આવે છે. આ ઝાડમાં ભગવાનનો વાસ હોય છે. તેથી આ ઝાડની પૂજા કરવાથી લાભ મળે છે. કેળાના ઝાડની પૂજા કરવા માટે તમે તે ઝાડ ઉપર જળ અર્પિત કરી લાલ રંગની નાડાછડી ચઢાવો. તમે સળંગ ૧૧ ગુરૂવાર કેળાના ઝાડની પૂજા કરો. આવું કરવાથી તમને તે બધું મળી જશે, જેની તમે ઇચ્છા કરો છો. તે ઉપરાંત સોમવારના દિવસે મંદિરમાં કેળાં પણ જરૂર ચઢાવવા.

ચોખા ચઢાવવા

જ્યારે પણ તમે કોઈ પણ ભગવાનની પૂજા કરો છો તો તેમને અક્ષત એટલે કે ચોખા ચડાવવા. ભગવાનને ચોખા ચઢાવવાથી તમારી દરેક કામના પૂરી થઈ જાય છે. વાસ્તવમાં ચોખાને સૌથી પવિત્ર અનાજ માનવામાં આવે છે. તેથી તેનો પ્રયોગ પૂજા દરમિયાન કરવો શુભ હોય છે.

તુલસીનાં છોડની પૂજા કરવી

તુલસીનાં છોડને ખૂબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે. તે છોડની પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. તમારે દરરોજ સવારે અને સાંજે આ છોડની પૂજા કરવી અને દીવો પ્રગટાવવો.

નારીયલ ચઢાવવું

નારિયેળમાં ત્રિદેવનો વાસ માનવામાં આવે છે. તેથી કોઈપણ પૂજા કરતા સમયે નારિયેળનો પ્રયોગ જરૂરથી કરવો જોઈએ અને ભગવાનને નારીયેલ જરૂરથી ચઢાવવું જોઈએ. તમારી કોઈપણ મનની ઇચ્છા પૂરી થઈ ગયા પછી ભગવાનને નારીયલ અર્પિત કરવું જોઈએ.

મંદિરની સફાઈ કરવી

મંદિરની સફાઈ કરવી ખૂબ જ લાભકારી સાબિત થાય છે અને તે એક પ્રકારની ભગવાનની સેવા હોય છે. તેથી તમારે મંદિરની સાફ સફાઈ કરવી જોઈએ અને મંદિરમાં કચરો પણ કાઢવો જોઈએ. મંદિરની બહારનો રસ્તો પણ સાફ રાખવો.

ચીજોનું દાન કરવું જોઈએ

મંદિરમાં પૂજા કરવા સાથે જોડાયેલી ચીજો જેમ કે જ્યોત, દિપક, થાળી, ઘંટડી વગેરે ચીજોનું દાન જરૂરથી કરવું જોઈએ. તે ઉપરાંત સમય સમય પર મંદિરમાં પૈસા પણ ચઢાવવા અને ભગવાનને વસ્ત્ર પણ અર્પિત કરવા. આ ઉપાય કરવાથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે અને તમારી પૂજા તેમના સુધી પહોંચી જાય છે.