રોચક સવાલ : કોમ્પ્યુટરના મુખ્ય બોર્ડને મધરબોર્ડ શા માટે કહેવામાં આવે છે, ફાધર બોર્ડ કેમ નહી

Posted by

આજના મોર્ડન જમાનામાં આપણે બધા જ કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. તેમણે આપણા જીવનને ખૂબ જ સરળ બનાવી દીધું છે. તેની મદદથી આપણે કોઈપણ કામ બસ થોડી જ મિનિટોમાં કરી નાખીએ છીએ. ત્યાં સુધી કે તમે તમારા હાથમાં જે સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તે પણ એક પ્રકારનું નાનું કોમ્પ્યુટર જ છે.

કોમ્પ્યુટરનો મુખ્ય હિસ્સો હોય છે મધરબોર્ડ

એક કોમ્પ્યુટરની અંદર ઘણા પ્રકારના પાર્ટસ લાગેલા હોય છે પરંતુ આ બધામાં જ એક મુખ્ય પાર્ટસ હોય છે જેને મધરબોર્ડ કહેવામાં આવે છે. જો કોમ્પ્યુટરના મધરબોર્ડમાં કંઈ તકલીફ આવી જાય છે તો આખું કમ્પ્યુટર બેકાર બની જાય છે. તેવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોમ્પ્યુટરના મુખ્ય પાર્ટસને મધરબોર્ડ શા માટે કહેવામાં આવે છે ? ફાધર બોર્ડ કેમ નહી ?

આ કારણથી કહેવામાં આવે છે મધરબોર્ડ

આ સવાલનો જવાબ આપણે આપણા ઘરની માં સાથે જોડીને શોધી શકીએ છીએ. એક માં ઘરની ફક્ત મુખ્ય વ્યક્તિ હોતી નથી પરંતુ તે સમગ્ર ઘરને સાથે લઈને ચાલવા વાળી એટલે કે બધાને સંભાળવા વાળી હોય છે. બસ આ જ રીતે કોમ્પ્યુટરનું મધરબોર્ડ હકીકતમાં તેમનો મુખ્ય પાર્ટસ નહીં પરંતુ બધા પાર્ટસને એકસાથે સંભાળનાર હોય છે.

કોમ્પ્યુટરના પાર્ટ્સ ક્યારે અને કઈ રીતે રિએક્ટ કરશે તે સંપૂર્ણ રીતે મધરબોર્ડ પર જ નિર્ભર હોય છે. બસ આ જ કારણ છે કે તેમનું નામ ફાધર બોર્ડની જગ્યાએ મધરબોર્ડ રાખવામાં આવ્યું છે. એટલે કે બધાને સંભાળવા વાળી માં થી પ્રેરિત થઈને આવું કરવામાં આવ્યું છે.

માઉસને માઉસ શા માટે કહે છે ?

કોમ્પ્યુટરમાં એક માઉસ પણ હોય છે. જે તમને કમ્પ્યૂટર ઓપરેટ કરવામાં મદદ કરતું હોય છે. સામાન્ય રીતે ઉંદરને અંગ્રેજીમાં માઉસ કહેવામાં આવે છે. તેવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોમ્પ્યુટરમાં લાગેલા આ ડિવાઇસનું નામ માઉસ કઈ રીતે પડ્યું? હકીકતમાં ૧૯૬૪માં Bill English અને Douglas Engelbart એ પહેલું માઉસ બનાવ્યું હતું. જ્યારે તેમણે પોતાનો પહેલો પ્રોટોટાઈપ બનાવ્યો તો તે દેખાવમાં માઉસ જેવું જ દેખાઈ રહ્યું હતું. તેની પાછળથી નિકળી રહેલ વાયર પણ માઉસની પુછડી જેવો દેખાતો હતો. તેવામાં તેમણે તેમનું નામ માઉસ જ રાખી દીધું. ખૂબ જ જલ્દી આ નામ બોલચાલની ભાષામાં આવવા લાગ્યું. બાદમાં જ્યારે ઘરે-ઘરે કમ્પ્યૂટર આવવાનું શરૂ થયું તો લોકોએ પણ તેનું નામ માઉસ જ રહેવા દીધું.

અમે આશા રાખીએ છીએ કે તમને આ રસપ્રદ જાણકારી પસંદ આવી હશે. તમે આ સવાલ તમારા મિત્રો ને જરૂર પૂછજો. જ્યારે તે જવાબ આપી ના શકે તો તેમને આ આર્ટીકલ જરૂર બતાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *