રોહિત શેટ્ટીએ શિલ્પાને ફિલ્મ ના આપી તો અભિનેત્રીએ ગુસ્સામાં રોહિતનાં હાથ પર ફોડી નાખી કાચની બોટલ

Posted by

બોલિવુડની શાનદાર અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલનાં દિવસોમાં રિયાલિટી ટીવી શો “ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ” ને લઈને ખુબ જ ચર્ચામાં રહેલી છે. શિલ્પા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને હંમેશાં પોતાનાં ફોટાઓ અને વીડિયો શેર કરતી રહે છે. શિલ્પા પોતાનાં ફેન્સ માટે હંમેશા પોતાનાં લેટેસ્ટ ફોટાઓ તથા વીડિયો શેર કરતી રહે છે. શિલ્પાની આ પોસ્ટ તેમનાં ચાહકોને ભરપુર મનોરંજન આપે છે.

હાલમાં જ શિલ્પાએ એક એવો વિડીયો શેર કર્યો છે, જેને જોઈને તેના ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. હકિકતમાં હાલમાં જ ડાયરેક્ટર રોહિત શેટ્ટી “ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ” માં ગેસ્ટ તરીકે પહોંચ્યા હતાં. જણાવી દઈએ કે જ્યારે પણ સૌથી સફળ નિર્માતાઓની વાત આવે છે તો રોહિત શેટ્ટીનું નામ સૌથી ઉપર આવે છે. તે અત્યાર સુધીમાં તમામ મોટા સ્ટાર્સ સાથે ૧૦૦ કરોડ ક્લબ વાળી ફિલ્મો આપી ચુક્યા છે. તેવામાં દરેક એક્ટર તેમની સાથે કામ કરવા માટે ઉત્સુક રહે છે.

તેવામાં જ્યારે રોહિત શેટ્ટી “ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ” શો માં પહોંચ્યા તો શિલ્પાએ રોહિત પાસે પણ ફિલ્મ માંગી લીધી હતી પરંતુ જ્યારે રોહિતે તેમની વાત ના સાંભળી તો શિલ્પાએ એવું કંઈ કરી દીધું કે જેને જોઈ શો માં રહેલાં દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતાં અને ફેન્સ પણ આ દ્રશ્ય જોઈને વિશ્વાસ ના કરી શક્યા. વીડિયોમાં જોઇ શકાય છે કે શિલ્પા કંઈક એવું કરતી નજર આવી રહી છે, જેની કોઈને આશા નહોતી. શિલ્પા, રોહિત શેટ્ટીને બોલાવે છે પરંતુ તે બાદશાહ સાથે વાત કરવામાં વ્યસ્ત દેખાય છે.

જ્યારે ઘણીવાર બોલાવવા છતાં પણ રોહિત સાંભળતા નથી તો શિલ્પા હાથમાં કાચની બોટલ પકડે છે અને રોહિતનાં હાથ પર ફોડી નાખે છે. આ દ્રશ્ય જોઇને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. વળી પરેશાન રોહિત, શિલ્પાને કહે છે કે, “પાગલ છે કે શું ?”. વળી જેવી જ શિલ્પા શેટ્ટી બોટલ ફોડે છે તો તે જોરજોરથી રાડો પાડવા લાગે છે કે, “મારે ફિલ્મ જોઈએ છે”. વળી શિલ્પાનું આવું રૂપ જોઈને બાદશાહ પણ ગભરાઈ જાય છે.

શિલ્પા શેટ્ટીનાં આ વિડિયો પર થોડા જ સમયમાં હજારોથી પણ વધારે લાઇક આવી ચુકી છે, જેના પર સોશિયલ મીડિયા યુઝર્સની અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. બાદશાહ એ વિડીયો પર કોમેન્ટ કરતા લખ્યું કે, “મારા ૫૦ રૂપિયા કાપી લો”. તો વળી એક યુઝરે લખ્યું કે, “શિલ્પા મેમ તમે કમાલના છો”.

વર્કફ્રન્ટની વાત કરીએ તો શિલ્પા શેટ્ટી ખુબ જ જલ્દી “સુખી” માં નજર આવવાની છે, જેનો પ્રોમો અને પહેલી ઝલક શિલ્પાએ પોતાનાં ફેન્સને બતાવી છે. આ પ્રોમોમાં સ્પષ્ટ છે કે શિલ્પા શેટ્ટી ફરી એકવાર ખુબ જ મજેદાર પ્રોજેક્ટમાં નજર આવવાની છે. થોડા દિવસો પહેલાં શિલ્પા હંગામા-૨ ફિલ્મમાં નજર આવી હતી. આ સિવાય શિલ્પા આગામી દિવસોમાં ફિલ્મ “નીકમ્મા” માં પણ નજર આવવાની છે. આ ફિલ્મમાં તેમની સાથે ભાગ્યશ્રીનાં દિકરા અભિમન્યુ દશાની પણ નજર આવશે.