રોજ આ ૪ કામ કરવાવાળા લોકો દુનિયામાંથી સૌથી પહેલા વિદાય લઈ લે છે, જાણો ક્યાં છે એ કામ

આચાર્ય ચાણક્ય પાટલીપુત્રના મહાન વિદ્વાન હતા. ચાણક્યને તેમના ન્યાયપ્રિય આચરણ માટે પણ જાણવામાં આવે છે. આટલા મોટા સામ્રાજ્યના મંત્રી હોવા છતાં પણ તે એક સાધારણ ઝૂંપડીમાં રહેતા હતા. તેમનું જીવન ખૂબ જ સાદું હતું. ચાણક્યએ પોતાના જીવનમાંથી મળેલ અનુભવોને ચાણક્ય નીતિમાં જગ્યા આપી છે. ચાણક્ય નીતિમાં અમુક એવી વાતો જણાવવામાં આવી છે જેના પર જો વ્યક્તિ અમલ કરે તો તેને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી.

જો વ્યક્તિ તે વાતોનો પ્રયોગ પોતાના જીવનમાં કરે છે તો તેમને ક્યારેય પણ હારનો સામનો કરવો પડતો નથી. આ નીતિઓમાં સુખી જીવનનું રહસ્ય છુપાયેલ છે. નીતિઓમાં જણાવવામાં આવેલી વાતો તમને કડવી લાગી શકે છે પરંતુ તે બિલકુલ સત્ય છે. આચાર્ય ચાણક્યના પુસ્તક ચાણક્ય નીતિમાં જન્મ અને મૃત્યુને લઈને પણ ઘણી વાતો જણાવવામાં આવી છે. આ દુનિયામાં જેમણે જન્મ લીધો છે તેમનું મૃત્યુ નિશ્ચિત છે.

કહેવામાં આવે છે કે જન્મની સાથે જ મનુષ્યના મૃત્યુનો દિવસ પણ નક્કી થઈ જાય છે. જ્યોતિષશાસ્ત્રનું માનીએ તો કોઈપણ વ્યક્તિ પોતાના મૃત્યુનો ચોક્કસ દિવસ જાણી શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ રાખનાર લોકોને આ વાતો પર અતૂટ વિશ્વાસ હોય છે અને તે લોકો તેને યોગ્ય રીતે સમજતા પણ હોય છે. ચાણક્યએ પણ અમુક એવા કામોનો ઉલ્લેખ કર્યો છે કે જેને કરવા પર વ્યક્તિનું મૃત્યુ જલદી થઈ જાય છે. તો ચાલો જાણીએ ક્યાં છે એ કામો.

જે પોતાનું ધ્યાન ના રાખતા હોય

અમુક લોકો એવા પણ હોય છે જે પોતાનું ધ્યાન રાખવું જરૂરી સમજતા નથી. તે દરેક સમયે ગંદા બનીને ફરતા હોય છે અને તેમને પોતાની ચિંતા હોતી નથી. તે પોતાને નફરત કરે છે અને પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખતા નથી. આવા લોકોનું મૃત્યુ બાકી લોકોની તુલનામાં જલ્દી થઈ જાય છે.

જે વડીલોને નફરત કરતાં હોય

ફક્ત પોતાને જ નફરત નહિ પરંતુ જે લોકો પોતાનાથી મોટા લોકોની ઈજ્જત કરતા નથી અને તેને નફરત કરે છે તેવા લોકોનું પણ મૃત્યુ જલ્દી થઈ જાય છે. ચાણક્યના અનુસાર જો તમે તમારાથી મોટા લોકોનું સન્માન નહીં કરો તો તમને માનસિક હાની સાથે શારીરિક હાનિ પણ પહોંચે છે. શાસ્ત્રોનું માનીએ તો તે ખરેખર યોગ્ય નથી અને આવું કરનાર વ્યક્તિઓની ઉંમર ખૂબ જ ઓછી હોય છે.

જે ગુરુને ધિક્કારે છે

આ સિવાય જે વ્યક્તિ પોતાના ગુરુને ધિક્કારે છે તેમનું મૃત્યુ પણ જલ્દી થઈ જાય છે. શાસ્ત્રોમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે અને ગુરુનું અપમાન કરવું મતલબ ભગવાનનું અપમાન કરવા બરાબર હોય છે. તેથી જો તમે ગુરુનું અપમાન કરતા હોય તો તમારા માનસિક સંતુલનને હાનિ પહોંચે છે.

જે વિદ્વાનો સાથે ખરાબ વ્યવહાર કરતા હોય

શાસ્ત્રોના અનુસાર વિદ્વાનો અને મહાત્માઓ સાથે ખરાબ વ્યવહાર કરવો સૌથી મોટું પાપ છે અને જે વ્યક્તિ આવું કરે છે તેમનું મૃત્યુ તેમની નજીક આવી જાય છે. આવા લોકોને તેમનો શ્રાપ ખૂબ જ જલ્દી લાગે છે. તેથી ક્યારેય પણ વિદ્વાનોનું અપમાન કરવું ના જોઈએ.