ચરબીવાળું શરીર કોઈને પણ પસંદ હોતું નથી. આપણે બધા જ ફિલ્મમાં જોવા મળતા સિતારાઓને જોઈને ફિટ બોડી બનાવવાના સપના જોવા લાગીએ છીએ. પરંતુ આપણા આ સપના ફક્ત સપના બનીને જ રહી જતા હોય છે. તેના વિશે આપણે કંઈ કરી શકતા નથી. તેવામાં અમે આજે તમને એવી અભિનેત્રીઓનો પરિચય આપવા જઈ રહ્યા છીએ જેમણે પોતાના જાડા શરીરમાંથી છુટકારો મેળવવા માટે ખૂબ જ મહેનત કરી છે. તમે પણ તેમની કહાની પરથી પ્રેરણા લઈ શકો છો અને ફિટનેસના માર્ગ પર ચાલવા માટે તમારી જાતને પ્રેરિત કરી શકો છો.
સોનમ કપુર આહુજા
ફિટનેસના મામલામાં સોનમનો કોઈ મુકાબલો કરી શકતું નથી. પોતાના સ્લિમ ફિગરમાં તે ખૂબ જ આકર્ષક લાગતી હોય છે. જોકે પહેલા તે ૯૦ કિલો વજન લઈને ફરતી હતી પરંતુ ત્યારબાદ યોગ્ય ડાયટ પ્લાન અને વર્કઆઉટના કારણે તેમણે ૩૫ કિલો વજન ઘટાડી નાખ્યું. સોનમ કપૂરને કોક, ચોકલેટ જેવી ઘણા જંક ફૂડ ખાવાની ખરાબ આદત હતી. તેમની આ આદતને છોડાવવામાં તેમની મમ્મી સુનિતાએ મદદ કરી. તે પોતાના ડાયટમાં હાઇ ફાઈબર ફૂડ જેવા કે ઓટમીલ (જવ), ફણગાવેલા અનાજ, શાકભાજી, ફળો, ડ્રાયફ્રૂટ અને ઈંડા જેવા ઉચ્ચ ફાયબર વાળા ખોરાક લેતી હતી. તેના સિવાય તે ચિકન, સલાડ, સૂપ પણ લેતી હતી. સોનમના વર્તમાન વજનને જોઈને લાગે છે કે તેમનો ખોરાક ખૂબ જ ઓછો હશે પરંતુ તે દર બે કલાકે કંઈક ને કંઈક ખાતી રહે છે. આ બધી જ સામગ્રી લો ફેટ અને હેલ્ધી હોય છે.
સારા અલી ખાન
બોલીવુડની નવી અભિનેત્રીઓમાં સારા સૌથી વધારે પોપ્યુલર છે. તે ખૂબ જ સુંદર અભિનેત્રી છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે તે ૯૬ કિલોની મોટી ગોલુમોલું યુવતી હતી. તેવામાં સારાએ લો-ફેટ ડાયટ અને જીમમાં પરસેવો પાડીને પોતાનું વજન ૯૬ થી ૪૬ સુધી ઘટાડ્યું હતું. સારાનાં ડાયટમાં મુખ્ય રૂપથી ઇડલી, ઉપમા, ઈંડા, ચપાટી, સલાડ, ફળો અને શાકભાજી જેવી ચીજો સામેલ રહેતી હતી.
ભૂમિ પેડનેકર
“દમ લગા કે હઇસા” ફિલ્મમાં કેરેક્ટરની ડિમાન્ડના કારણે ભૂમિએ વજન ખૂબ જ વધાર્યું હતું. પરંતુ ફિલ્મ ખતમ થતાં જ તેમણે ૩૪ કિલો વજન નાખ્યું હતું. ત્યારબાદ તેમણે “ટોયલેટ એક પ્રેમ કથા” જેવી ઘણી સારી ફિલ્મોની ઓફર પણ આવવા લાગી હતી. વજન ઓછું કરવા પાછળનું રહસ્ય ભૂમિ ઘરમાં બનેલા ખોરાકને બતાવે છે. તે બહારનું કંઈપણ ખાતી નહોતી. ભૂમિએ વજન ઘટાડવા માટે જરાપણ ઉતાવળ કરી નહી. તેમણે પોતાને ભૂખ્યા રાખવાની જગ્યાએ ધીમે ધીમે પોતાના ડાયટમાં બદલાવ કરતી ગઈ. તેમના ખાવા-પીવાની ચીજોમાં ફક્ત હેલ્ધી ફૂડ જ રહેતું હતું. પોતાની કમરને સ્લિમ બનાવવા માટે તેમણે સુગર ફ્રી ડાયટ લેવાનું પણ શરૂ કરી દીધું હતું. તેના સિવાય તે જીમમાં ખુબ જ કસરત પણ કરતી હતી.
સોનાક્ષી સિંહા
ફિલ્મમાં આવ્યા પહેલા સોનાક્ષી ખૂબ જ જાડી લાગતી હતી પરંતુ જ્યારે તેમને દબંગ ફિલ્મ ઓફર થઈ તો તેમણે પોતાનું વજન ઘટાડી લીધું હતું. તેના માટે તેમણે જીમમાં કસરત કરવાની સાથે હાઈપ્રોટિન અને લો કાર્બ વાળી ડાયટ ફોલો કરી હતી. સાથે જ જંકફુડ જેવી ચીજો પણ છોડી દીધી. તે પોતાના દિવસની શરૂઆત નવશેકા પાણીમાં મધ અથવા લીંબુ મેળવીને પીવાથી કરતી હતી.
આલિયા ભટ્ટ
સ્ટુડન્ટ ઓફ ધ યર થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર આલિયાનું વજન પણ ખૂબ જ વધેલું હતું. તે ખૂબ જ જાડી લાગતી હતી. જોકે તેમણે પોતાની મહેનતથી ૧૬ કિલો વજન ઘટાડ્યું. આલિયા ખૂબ જ કડક ડાયટ પ્લાન ફોલો કરતી હતી. સવારે નાસ્તામાં તે ફક્ત હર્બલ ચા અને પૌઆ લેતી હતી. ત્યારબાદ દિવસ દરમિયાન તે તાજા ફળો અને ઈડલી ખાતી હતી. બપોરના ભોજનની વાત કરીએ તો ચપાટી અને લીલા શાકભાજી ખાતી હતી. સાંજે ખાંડ વગરની ચા અને અમુક હળવા નાસ્તા લેતી હતી. વળી રાતે ભોજનમાં રોટલી અને તંદુરી ચીકન ખાતી હતી. આટલું કરવાની સાથે પણ તે જીમમાં ખૂબ જ કસરત પણ કરતી હતી.