સાવધાન : આ કારણોથી થાય છે સ્માર્ટફોનમાં બ્લાસ્ટ, ક્યાંક તમે તો નથી કરી રહ્યાને આવી ભૂલો

Posted by

આજકાલ લગભગ દરેક વ્યક્તિની પાસે સ્માર્ટફોન હોય છે અને લોકો સ્માર્ટફોનનો ઉપયોગ ખૂબ જ વધારે પ્રમાણમાં કરતા હોય છે. પરંતુ ઘણીવાર આ સ્માર્ટફોન તમારા માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તમે લોકોએ ઘણીવાર એવા સમાચારો સાંભળ્યા હશે કે જેમાં સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થવાથી વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે. હકીકતમાં સ્માર્ટફોનનું જો યોગ્ય રીતે ધ્યાન રાખવામાં ના આવે અને તેને ખોટી રીતે ઉપયોગ કરવામાં આવતો હોય તો તેમાં વિસ્ફોટ થઇ શકે છે. તે ખૂબ જ જરૂરી હોય છે કે જે લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે તે આ ફોનની સાથે બીજી ઘણી બધી સાવધાનીઓ પણ રાખે. કોઈપણ સ્માર્ટફોનમાં ઘણા કારણોથી બ્લાસ્ટ થઈ શકે છે અને આ જ કારણોના વિશે અમે આજે તમને જણાવવા જઇ રહ્યા છીએ. કારણકે તમે પોતાના ફોનને ઉપયોગ કરતા સમયે એવી કોઈ ભૂલ ના કરો કે જેના લીધે તમારો ફોન બ્લાસ્ટ થાય.

નકલી ચાર્જરનો ઉપયોગ કરવો

સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થવાના જે મોટાભાગના મામલાઓ સામે આવે છે, તે તેમના ચાર્જિંગ સાથે જોડાયેલ હોય છે. કોઈપણ ફોનમાં જે બ્લાસ્ટ થાય છે, તે તેમની બેટરીનાં કારણે જ થાય છે. ઘણીવાર ઘણાં લોકો પોતાના ફોનને ચાર્જ કરવા માટે સસ્તા ચાર્જર ખરીદતા હોય છે. હકીકતમાં તે ફોનની બેટરી માટે યોગ્ય સાબિત થતાં નથી અને આ ચાર્જરનાં કારણે જ ફોનની બેટરી પર ખરાબ અસર પડે છે. તેથી તમારે પોતાનાં સ્માર્ટફોનને ફક્ત ઓરિજિનલ ચાર્જરથી જ ચાર્જ કરવો જોઈએ.

ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ

જ્યારે તમે પોતાના ફોનને ચાર્જિંગ પર લગાવો છો તો તે ગરમ થઈ જાય છે અને આ દરમિયાન જો તમે તેમના પર વાત કરો છો તો ફોનની બેટરી પર વધારે જોર પડે છે, જેનાથી તે વધારે ઓવરહિટિંગ થવા લાગે છે. ઓવરહિટ થવાથી ફોનમાં બ્લાસ્ટ થવાનું જોખમ વધી જાય છે તેથી જ્યારે પણ તમે પોતાના ફોનને ચાર્જ કરો છો તો ફોનનો ઉપયોગ બિલકુલ પણ ના કરવો જોઈએ.

સંપૂર્ણ રાત ફોન ચાર્જ કરવો

ઘણા લોકો દિવસભર ફોનનો ઉપયોગ કરી લીધા બાદ તેને રાતના સમયે ચાર્જિંગ પર લગાવીને સુઈ જાય છે અને સવારે આ ફોનને ચાર્જિંગમાંથી કાઢે છે. જે ખરેખર એકદમ ખોટું છે કારણ કે કોઈપણ ફોન ચાર કલાકની અંદર સંપૂર્ણ રીતે ચાર્જ થઇ જાય છે અને સંપૂર્ણ ચાર્જ થયા બાદ પણ તેને ચાર્જિંગ પર લગાવવાથી બેટરી ખરાબ થઈ જાય છે, જે તેના બ્લાસ્ટનું કારણ બને છે.

તડકામાં રાખવો

ફોનનું ગરમ થવું સારુ માનવામાં આવતું નથી અને તેથી કહેવામાં આવે છે કે જો તમારો ફોન વધારે ગરમ રહેતો હોય તો તમારે તેને બદલી નાખવો જોઇએ કારણ કે ફોન વધારે ગરમ થવાથી તેમની બેટરી ફાટી શકે છે. વળી જ્યારે તમે પોતાના ફોનને તડકામાં રાખો છો તો તે સુરજના કિરણોથી પણ ઓવરહિટ થવા લાગે છે, જેના લીધે ફોનમાં બ્લાસ્ટ થવાનું જોખમ વધી જાય છે.

એકસાથે ઘણી બધી એપ્સ ખોલવી

ફોનમાં જ્યારે તમે એકસાથે ઘણી બધી એપ્સ ખોલો છો તો તેનાથી પણ ફોન ગરમ થવા લાગે છે. તેથી તમે જ્યારે પણ પોતાના ફોનમાં કોઈ એપ્સ ખોલો છો તો તેને બંધ કર્યા બાદ જ કોઇ અન્ય એપને ઓપન કરવી. જીપીએસ નેવિગેશન અને ગૂગલ મેપ્સ જેવી લોકેશન વાળી એપથી જ ફોન વધારે ઓવરહિટ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *