સાચો પ્રેમ કોને કહેવાય છે તે દરેક પરિણીત કપલે આ વૃદ્ધ દંપતી પાસેથી શીખવું જોઈએ, જુઓ વિડિયો

Posted by

સાચો પ્રેમ તેને કહેવામાં આવે છે, જે વૃદ્ધ થવા છતાં પણ ઓછો થતો નથી. આખરે લગ્ન પણ આવો જ સંબંધ હોય છે, જેમનો સાથ લોકો સાત જન્મો સુધી નિભાવે છે. વૃદ્ધાવસ્થામાં પતિ-પત્ની જ એકબીજાનો સાથ નિભાવે છે. આ એક એવી ઉંમર હોય છે જ્યારે આપણે પોતાના જીવનસાથીની સૌથી વધારે જરૂરિયાત હોય છે, ત્યારે આપણી પાસે ઈમોશનલ રૂપથી વાતચીત કરવા માટે કોઈ હોતું નથી. આ ઉંમરમાં જે પણ દંપતીનો પ્રેમ જળવાઈ રહે છે, તે ખૂબ જ ધન્ય થઈ જાય છે.

હવે સોશિયલ મીડિયા પર વાયરલ આ વિડીયોની જ વાત કરી લઈએ. આ વીડિયોમાં એક વૃદ્ધ પતિ પોતાની પત્નિને ખૂબ જ પ્રેમથી પોતાના હાથથી ભોજન કરાવતા નજર આવી રહ્યા છે. આ વૃદ્ધ દંપતીની વચ્ચેનો પ્રેમ જોઈને દરેક વ્યક્તિનું દિલ પીગળી ગયું હતું. બધાએ જ એવું જણાવ્યું કે આ બંનેની જોડી વર્ષો સુધી સલામત રહે. તેમનો પ્રેમ આવી રીતે જ જળવાયેલો રહે. વળી ઘણા બધા લોકોએ આ કપલને પોતાની લવ લાઈફ માટે પ્રેરણા પણ માને છે.

આ સુંદર વીડિયોને IPS ઓફિસર દિપાંશુ કાબરાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. તેમણે આ વીડિયોને ટ્વિટ કરતાં લખ્યું છે કે, લગભગ આ ઇન્ટરનેટનો સૌથી બેસ્ટ વિડિયો હશે. આ વૃદ્ધ કપલની જેમ જ પોતાના જીવનસાથીને હંમેશા માન-સન્માન, પ્રેમ અને કેર કરવી જોઈએ. પોતાના જીવનના ઉતાર-ચઢાવમાં હંમેશા એકબીજાને સાથ આપવો જોઈએ.

ટ્વીટર સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આ વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેને લઈને લોકોની અલગ અલગ પ્રકારની કોમેન્ટ પણ આવી રહી છે. કોઈએ લખ્યું છે કે વાહ શું સુંદર ક્ષણ છે. તો વળી એક સિંગલ યુવકે લખ્યું છે કે કાશ મને પણ વૃદ્ધાવસ્થામાં આવો જ જીવનસાથી મળે. તેના સિવાય ઘણા બધા લોકોએ આ વૃદ્ધ કપલ પાસેથી પ્રેમની ટીપ્સ લેવાની અને પ્રેરિત થવાની પણ વાત કહી છે.

જો કે આ વીડિયોને જોઈને તમારા મનમાં શું વિચાર આવે છે ? શું તમે પોતાના પાર્ટનરને આટલો જ પ્રેમ કરો છો ? તમારો જવાબ અમને જરૂરથી જણાવશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *