સડક-૨ ના ટ્રેલરને લાઈક્સ કરતાં વધારે મળી ડીસ લાઈક્સ, ફેન્સે કહ્યું, સુશાંત માટે કંઈ પણ કરીશું

Posted by

સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા કેસ પછી સોશિયલ મીડિયા પર બોલિવૂડમાં થનાર નેપોટીજ્મ (ભાઈ – ભત્રીજા વિવાદ) પર એક જંગ ચાલી રહી છે. એવો આરોપ છે કે બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ સુશાંતની સાથે સારી રીતે વર્તન કરતા નહોતાં. તે બહારનો વ્યક્તિ હોવાથી તેમણે ભેદભાવ સહન કરવો પડતો હતો. તેવામાં સુશાંતના ફેન્સે એવો નિર્ણય કર્યો છે કે તે નેપોટીજ્મને પ્રોત્સાહન આપનાર બધા જ સ્ટાર્સ અને ફિલ્મ નિર્માતાઓને બોયકોટ કરશે. બસ આ જ કારણને લીધે મહેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત સડક – ૨ નો મોટા લેવલ પર બહિષ્કાર થઇ રહ્યો છે.

હમણાં થોડા દિવસો પહેલાં જ સડક – ૨ નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. ત્યારે પણ લોકોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તે આ ફિલ્મને નહી જુએ. તમને જણાવી દઇએ કે આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ કોરોના મહામારીના લીધે ડિજિટલ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે. અમુક ફેન્સ તો હોટસ્ટાર એપ ને પોતાના મોબાઇલમાંથી ફક્ત એટલા માટે અનઇન્સ્ટોલ કરી રહ્યા છે કારણ કે તેના પર સડક-૨ રિલીઝ થઈ રહી છે.

ટ્રેલરને લાઈક્સ થી વધારે મળ્યા ડિસ લાઈક્સ

સડક-૨ એક થ્રીલર રોમાન્સ ફિલ્મ છે. હાલમાં જ તેમનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જોકે ફેન્સને આ ટ્રેલર પસંદ આવી રહ્યું નથી. લોકો નેપોટીજ્મ વાળો ગુસ્સો આ ટ્રેલર પર કાઢી રહ્યા છે. હવે પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે આ ટ્રેલરને લાઈક્સ થી વધારે ખૂબ જ વધારે પ્રમાણમાં ડીસ લાઈક્સ મળી છે. ખબર લખાય છે ત્યાં સુધીમાં આ ટ્રેલરને ૫ લાખ લાઈક્સ જ્યારે ૯૪ લાખ ડીસ લાઈક્સ મળી છે. એક અનુમાન પ્રમાણે લાઈક્સની તુલનામાં ડીસ લાઈક્સ દસ ગણાથી પણ વધારે છે.

સામાન્ય રીતે કોઈ પણ ફિલ્મના ટ્રેલરને લાઈક્સ ની તુલનામાં આટલી વધારે ડીસ લાઈક્સ ક્યારેય પણ મળી નથી. પરંતુ અહીંયાં લોકો સુશાંત કેસ પછી મહેશ ભટ્ટ કરણ જોહર સલમાન ખાન વગેરે મેકર્સ થી નારાજ છે. તેવામાં જ્યારે મહેશ ભટ્ટની સડક – ટુ આવી રહી છે તો તેના પર જ લોકોનો ગુસ્સો નજર આવી રહ્યો છે. એક યૂઝરે તો કોમેન્ટ માં લખ્યું પણ છે કે તમે એ ના સમજતા કે ડીસ લાઈક્સનું કારણ સંજય દત્ત છે, અમે ફક્ત સુશાંત માટે કરી રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે સડક – ટુ ની કહાની 1991માં આવેલી સડક ફિલ્મ સાથે જોડાયેલ છે. પહેલી ફિલ્મમાં આપણને સંજય દત્ત અને પૂજા ભટ્ટ નો રોમાન્સ જોવા મળ્યો હતો. જ્યારે સડક – ટુ માં આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર રોમેન્ટિક અંદાજમાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *