સેફટી ટિપ્સ : દરેક યુવતીને સ્પર્શમાં રાખવી જોઈએ આ ત્રણ ચીજો, તમારી સાથે કોઇ ખોટું કામ નહી કરી શકે

ગયા વર્ષે ડોક્ટર પ્રિયંકા રેડીની સાથે હૈદરાબાદમાં જે હેવાનિયત ભરી ઘટના ઘટી હતી તેના વિશે તો તમે બધા જ જાણતા હશો. આ ઘટનાએ ફરી એકવાર દેશને હચમચાવી નાખ્યો હતો. ત્યારબાદ લોકો એ વિચારવા પર મજબૂર બની ગયા હતા કે શું આ દેશમાં મહિલાઓ સુરક્ષિત નથી ? ત્યારે સોશિયલ મીડિયા પર લોકોએ એવી માંગ ઉઠાવી હતી કે મહિલાઓની સાથે ખોટું કામ કરવાવાળા અપરાધીઓ ને કડકમાં કડક સજા મળવી જોઈએ. વળી અમુક લોકોનું તો એવું પણ કહેવું હતું કે માતા-પિતા એ નાનપણથી જ પોતાના દિકરાઓને સારા સંસ્કાર આપવા જોઈએ અને મહિલાઓનું માન-સન્માન કરતા શીખવવું જોઈએ. કારણકે આવનારા સમયમાં મહિલાઓ સુરક્ષિત રહી શકે.

હવે આ બધી ચીજો ક્યારે થશે, ક્યાં લેવલ પર થશે તેનો અંદાજો તો કોઈ લગાવી શકતું નથી. જ્યારે કોઈ મહિલા સાથે આવી ઘટના બને છે તો તેનું સૌથી વધારે દુખ તેમના નજીકના લોકોને થાય છે. સોશિયલ મીડિયા પર લોકો થોડા દિવસ અવાજ ઉઠાવીને પોતાના જીવનમાં ફરીથી વ્યસ્ત થઈ જાય છે. પરંતુ પીડિતા અને તેમના પરિવારની સાથે તો આ પીડા જીવનભર રહેતી હોય છે. તેથી સારું એ રહેશે કે તમે પોતાની સુરક્ષા માટે અમુક ખાસ તૈયારી અત્યારથી જ કરી લો. આવી રીતે સમય આવવા પર તમે કોઈ ઘટનાનો શિકાર થવાથી બચી શકો છો. જેથી આજે અમે તમને એવી અમુક ખાસ ચીજો જણાવીશું. જે તમારે હંમેશા પર્સમાં રાખવી જોઈએ. કારણકે ઇમરજન્સી પરિસ્થિતિમાં તે તમારા કામમાં આવી શકે.

વધારાનો ફોન

આજકાલ તો બધી જ યુવતીઓની પાસે પર્સમાં મોબાઇલ ફોન હોય છે. પરંતુ તમે એ વાત સુનિશ્ચિત કરી લો કે તે ફોન ઘર થી બહાર નીકળતા સમયે ફુલ ચાર્જ હોય. અંતિમ સમયમાં તે સ્વિચ ઓફ ના થઈ જવો જોઈએ. તેની સાથે જ જો સંભવ હોય તો એક બીજો ફોન પણ પર્સમાં રાખી શકો છો. તે એક્સ્ટ્રા બેટરી બેકઅપનું કામ તો કરશે જ પરંતુ સાથે જ જો તમારો ફોન ખોવાય જાય, નેટવર્ક ના મળે કે ચોરી થઇ જાય છે તો તમે તમારા બીજા ફોનથી મદદ માંગી શકો છો.

પેપર સ્પ્રે

પેપર સ્પ્રેને મહિલાઓ હથિયારની જેમ ઉપયોગ કરે છે જ્યારે પણ તમને લાગે કે કોઈ યુવક તમને પરેશાન કરી રહ્યો છે કે તમારી સાથે કંઇક ખોટું કામ કરવા માંગે છે તો તમે તુરંત જ પર્સમાંથી પેપર સ્પ્રે કાઢીને તેમની આંખોમાં છંટકાવ કરો. તેનાથી તમને તે જગ્યાએથી ભાગવાનો સમય મળી જશે.

નાનું ચાકુ

તમે ઈચ્છો તો તમારા પર્સમાં એક નાનું ફોલ્ડિંગ ચાકુ પણ રાખી શકો છો. આ વાત તમને ભલે અજીબ લાગે પરંતુ ઈમરજન્સીમાં તમારો જીવ કે ઈજ્જત બચાવવામાં તે ખૂબ જ કામ આવી શકે છે. તેનાથી તમને ખરાબ સ્થિતિમાંથી બહાર નીકળવાની એક તક તો મળી જ શકે છે.

અન્ય ટિપ્સ

કોઈપણ વ્યક્તિ પર શંકા થવા પર કે કોઈ જગ્યાએ એકલા ફસાઈ જવા પર તરત જ પોલીસને અને પોતાના નજીકના સંબંધીઓને ફોન કરો. આ બધાં જ નંબર તમારા મોબાઇલ ફોનના સ્પીડ ડાયલ પર રાખો કારણ કે ફોન જલ્દી લગાવી શકો. સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ પણ લો. કારણ કે તમે તમારી સુરક્ષા જાતે પણ કરી શકો. અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ના કરો. કોઈપણ શંકાસ્પદ પરિસ્થિતિમાં તરત જ નજીકના પોલીસ સ્ટેશન, હોટલ કે પબ્લિક પ્લેસમાં પહોચી જાઓ.