સૈફ અલી ખાન નહીં પરંતુ બોલીવુડનો આ પરણિત અભિનેતા હતો કરીના કપુરની પહેલી પસંદગી, લાંબો સમય સુધી ડેટ કર્યું પરંતુ….

કરિના કપૂર અને સૈફ અલી ખાન બોલિવૂડની સૌથી પ્રસિદ્ધ જોડી માનવામાં આવે છે. કરિના કપૂર અને સૈફ અલી ખાનની વચ્ચે ઘણા વર્ષો સુધી અફેર ચાલ્યું અને ત્યારબાદ તે બંનેએ લગ્ન કરી લીધા. કરિના કપૂર અને સૈફ અલી ખાનની ઉમરમાં ઘણો જ વધારે તફાવત જોવા મળે છે. કરીના કપૂર સૈફ અલી ખાન કરતા અંદાજે ૧૦ વર્ષ નાની છે, એટલું જ નહીં કરીના કપૂર સૈફ અલી ખાનની બીજી પત્ની પણ છે. જોકે સૈફ અલી ખાન સાથે લગ્ન કરતાં પહેલાં પણ કરીના કપૂર બોલિવૂડના એક પરણીત હીરોને ડેટ કરી રહી હતી.

જ્યારે કરીનાએ કહ્યું હતું કે તે પરિણીત પુરુષને પ્રેમ કરશે નહીં

એકવાર જ્યારે કરિના કપૂરને પોતાના લગ્ન વિશે સવાલ કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ક્યારેય પણ કોઈ પરણિત પુરુષ સાથે પ્રેમ કરશે નહીં. પરંતુ કરિનાએ ઋત્વિક રોશનને ડેટ કરેલ હતું, જેઓ પહેલાથી જ એક પરણીત પુરુષ હતા. કહેવામાં આવે છે કે વર્ષ ૨૦૦૪માં આવેલ ફિલ્મ “મેં પ્રેમ કી દિવાની હું” દરમિયાન કરીના કપૂર અને રિતિક રોશનની વચ્ચે અફેર શરૂ થયું હતું.

જોકે ઋત્વિક રોશન પહેલાથી જ પરિણીત હતા, એટલા માટે તેઓ અફેર માંથી પાછળ હટી ગયા. ત્યાર બાદ કરીના કપૂરે શાહિદ કપૂરને ડેટ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેમનો આ સંબંધ પણ લાંબો સમય માટે ચાલી શક્યો ન હતો. શાહિદ સાથેના પ્રેમસંબંધો થી અલગ થયા બાદ કરીના કપૂરનું હૃદય છુટાછેડા લીધેલ સૈફ અલી ખાન પર આવી ગયું હતું.

અમૃતા સાથે કર્યા હતા લગ્ન

સૈફ અલી ખાન અને કરિના કપૂર પહેલા અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. અમૃતા સિંહ ૯૦ના દશકની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી હતા અને તેમણે ઘણી બધી હિટ ફિલ્મોમાં પણ પોતાનો અભિનય આપ્યો હતો. અમૃતા સિંહ ખૂબ જ સુંદર હતી એટલા માટે સૈફ અલી ખાનનું હૃદય તેમને જોઈને જ પીગળી ગયું હતું અને તેઓ તેમના પર ફિદા થઇ ગયા હતા. સૈફ અલી ખાન અમૃતા સિંહ કરતા ૧૨ વર્ષ નાના હતા. ઉંમરમાં આટલો તફાવત હોવાને કારણે સૈફ અલી ખાનનાં પરિવારજનો તેમના આ સંબંધથી ખુશ હતા નહીં.

કહેવામાં આવે છે કે સૈફ અલી ખાને પોતાના પરિવારજનોની વિરુદ્ધ જઈને અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા અને તેમના લગ્નના સમયે સૈફ અલી ખાનની ઉમર ફક્ત ૨૧ વર્ષની હતી. તેમના લગ્ન જીવનથી તેમને બે બાળકો થયા. સૈફ અલી ખાન અને અમૃતા સિંહના બાળકોનું નામ ઇબ્રાહિમ અલી ખાન અને સારા અલી ખાન છે.

વર્ષ ૨૦૦૪માં લીધા છૂટાછેડા

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના લગ્ન ૧૯૯૧માં થયા હતા અને વર્ષ ૨૦૦૪માં તે બન્નેએ છૂટાછેડા લઇ લીધા. ત્યારબાદ સૈફ અલી ખાનનું નામ ઘણી વખત અન્ય યુવતીઓ સાથે ડેટને લઈને ચર્ચામાં રહેતું હતું. વળી બીજી તરફ તે સમયમાં કરીના કપૂર પણ શાહિદ કપૂરને ડેટ કરી રહી હતી. કરીના કપૂર અને શાહિદ કપૂરની જોડી પડદા પર દર્શકોને ખૂબ જ પસંદ આવતી હતી. પરંતુ અમુક કારણોને લીધે થોડા વર્ષો બાદ તે બંને અલગ થઈ ગયા.

વળી તેની વચ્ચે કરીના કપૂરની મુલાકાત સૈફ અલી ખાન સાથે થઈ અને તે બંને એકબીજાને ઘણા વર્ષો સુધી ડેટ કરતા રહ્યા. વર્ષ ૨૦૧૪માં તે બંનેએ લગ્ન કરી લીધા. તે સમયમાં તેમના લગ્ન પણ ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા. જેનું મુખ્ય કારણ એ હતું કે તે બંનેએ કોર્ટમાં જઈ ને લગ્ન કર્યા હતા. હાલમાં તેમના આ લગ્નથી તેમને એક દિકરો છે, જેનું નામ તૈમુર અલી ખાન છે. તેમુર નો જન્મ વર્ષ ૨૦૧૬માં થયેલ હતો. કરિના કપૂર અને સૈફ અલી ખાનના લગ્નને અંદાજે ૬ વર્ષ જેવો સમય પસાર થઈ ગયો છે અને આજે તેઓ બંને એકબીજાની સાથે ખૂબ જ ખુશ છે.