સલમાન-આમીર સહિત ૨૦૨૦ એ ખરાબ કરી નાખી આ ૫ સિતારાઓની હાલત, જાણો શું હતું કારણ

વર્ષ ૨૦૨૦ આમ તો પૂરી દુનિયા માટે નિરાશા, કઠણાઈ અને ઉથલપાથલ વાળું રહ્યું છે, જોકે આજે અમે તમારી સાથે બોલિવૂડનાં વિશે વાત કરીશું. દેશ-દુનિયાની સાથે જ વૈશ્વિક મહામારી કોરોનાએ હિન્દી સિનેમાની પણ ખૂબ જ ખરાબ હાલત કરી નાખી છે. વર્ષના શરૂઆતનાંમહિનાઓમાં જ ભારતમાં આ વાઇરસ એ પ્રવેશ કરી લીધો હતો. આ વર્ષે લોકડાઉન બાદથી સિનેમા ઘરોમાં હજુ સુધી કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઇ શકી નથી પરંતુ હવે સ્થિતિ ધીરે-ધીરે સામાન્ય થવા લાગી છે. સિનેમાહોલ ખુલવા લાગ્યા છે. દર્શકો પણ સિનેમાઘરોમાં પહોંચી રહ્યા છે.

આ વર્ષે ઘણા મોટા કલાકારોને પડદા પર જોવા માટે દર્શકો તરસી ગયા છે. જે સિતારાઓ સંપૂર્ણ વર્ષ પોતાની ફિલ્મો દ્વારા ધૂમ મચાવતા હતા, તે આ વર્ષે એકપણ ફિલ્મમાં જોવા મળ્યા નથી. ચાલો આજે અમે તમને બોલિવૂડના ૫ એવા બોલિવૂડ કલાકારોનાં વિશે જણાવી દઈએ કે જેમનું આ વર્ષ ફિલ્મોના મામલામાં સંપૂર્ણ રીતે ખરાબ થઈ ચૂક્યું છે. આ કલાકારોની એકપણ ફિલ્મ આ વર્ષે આવી નથી. તો ચાલો જાણી લઈએ તે ૫ સિતારાઓ કોણ કોણ છે.

આમિર ખાન

વર્ષમાં ફક્ત એક જ પરંતુ મોટી અને શાનદાર ફિલ્મ લાવનાર આમીર ખાનનો આ ફોર્મ્યુલા આ વર્ષે સફળ થઇ શકયો નહી. આ વર્ષે તેમની કોઈપણ ફિલ્મ રીલિઝ થઈ શકી નહી. પહેલા ખબરો મળી રહી હતી કે આમિર ખાન આ વર્ષે ૨૦૨૦ માં ક્રિસમસનાં અવસર પર ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની સાથે મોટા પડદા પર જોવા મળી શકે છે પરંતુ કોરોના વાયરસ એ તેમની આ આશાઓ પર પાણી ફેરવી દીધું. આમિર ખાન અને કરિના કપૂર ખાનની આ ફિલ્મની શૂટિંગ પણ પુરી થઈ શકી નહોતી. જોકે પાછલા દિવસોમાં આમિર અને કરીનાએ લોકડાઉન ખુલ્યા બાદ પોતાની આ પ્રતિષ્ઠિત ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું હતું. આમિર ખાન અને કરીના કપૂરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા હવે ક્રિસમસનાં અવસર પર વર્ષ ૨૦૨૧માં રિલીઝ કરવામાં આવશે.

રણવીર સિંહ

હાલમાં જ રણવીર સિંહએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના ૧૦ વર્ષ પૂરા કર્યા છે. રણવીરસિંહ નવી પેઢીના સૌથી ચર્ચિત અને ફેમસ કલાકાર છે. તેમને પોતાની ઉર્જાવાન ઇમેજ માટે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે રણવીરની એકપણ ફિલ્મ રીલિઝ થઈ નથી. આ વર્ષે તેમની ફિલ્મ “૮૩” ૧૦ એપ્રિલના રોજ રીલિઝ થનારી હતી. પરંતુ તે પહેલાં જ દેશમાં લોકડાઉન લાગી ગયું હતું. જણાવી દઈએ કે રણવીર સિંહની ફિલ્મ “૮૩” ની ચર્ચાઓ ફિલ્મના એલાન સાથે જ થઈ રહી હતી. ફિલ્મ ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા વર્ષ ૧૯૮૩માં જીતવામાં આવેલ પોતાના પહેલા ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત છે. તેમાં રણવીરસિંહ પૂર્વ મહાન ભારતીય કપ્તાન કપિલદેવનાં પાત્રમાં હશે. સાથે જ જણાવી દઈએ કે આ વર્ષે રણવીરની ફિલ્મ જયેશભાઈ જોરદાર પણ રિલીઝ થઈ શકી નથી.

શાહિદ કપૂર

શાહિદ કપૂર માટે પણ ફિલ્મોની બાબતમાં આ વર્ષ સારું રહ્યું નથી. ક્રિકેટ પર આધારિત તેમની ફિલ્મ “જર્સી” આ વર્ષે રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાએ તેમની આશા પર પાણી ફેરવી દીધું. જણાવી દઈએ કે શાહિદએ પાછલા દિવસોમાં આ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી ચૂક્યા છે. આશા રાખવામાં આવી રહી છે કે તેમની ફિલ્મ “જર્સી” વર્ષ ૨૦૨૧નાં શરૂઆતમાં રિલીઝ થઈ શકે છે.

સલમાન ખાન

અભિનેતા સલમાન ખાન માટે પણ આ વર્ષ ખરાબ રહ્યું છે. તેમની પણ આ વર્ષે કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. તે દર વર્ષે ઓછામાં ઓછી બે ફિલ્મોમાં તો જોવા મળે જ છે. જોકે આ વર્ષે તેમની એકપણ ફિલ્મ રીલિઝ થઈ શકી નથી. ઈદ પર દર વર્ષે ધમાલ મચાવનાર અભિનેતાનો આ ફોર્મ્યુલા આ વર્ષે કામ કરી શક્યો નહી. સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ “રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ” આ વર્ષે ઈદના અવસર પર આવવાની હતી પરંતુ આ ફિલ્મની શૂટિંગ આ સમય સુધી પૂરી થઈ શકી નહી. પાછલા દિવસોમાં જ સલમાન અને દિશા પટણીએ પોતાની આ ફિલ્મની શૂટિંગ પૂરી કરી છે. સાથે જ તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલાં જ સલમાનની નવી ફિલ્મ “અંતિમ” ને લઈને જાણકારી સામે આવી છે. સલમાન આ ફિલ્મમાં એક શીખ વ્યક્તિનું પાત્ર નિભાવી રહ્યા છે. તેમાં સલમાન ખાનના જીજા આયુષ શર્મા પણ નજર આવશે.

શાહરુખ ખાન

આ સૂચિમાં છેલ્લું અને પાંચમું નામ છે અભિનેતા શાહરૂખ ખાનનું. શાહરૂખ ખાનને પડદા પર જોવા માટે તેમના ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. શાહરુખ ખાન માટે ફિલ્મોના મામલામાં આ વર્ષ જ નહી પરંતુ વર્ષ ૨૦૧૯ પણ ખરાબ જ રહ્યું હતું. શાહરુખ ખાનની છેલ્લી ફિલ્મ ઝીરો ૨૦૧૮ ના અંતમાં આવી હતી. જે બોક્સ ઓફિસ પર ઉંધા માથે પટકાઈ હતી. શાહરૂખ ખાનને ૨ વર્ષથી પણ વધારે સમય થઈ ચૂક્યો છે. ૨ વર્ષથી તે કોઈપણ ફિલ્મમાં જોવા મળ્યા નથી. દર્શકોને આશા હતી કે આ વર્ષે શાહરુખ ખાન કોઈ ફિલ્મમાં નજર આવશે. જોકે આ વખતે પણ એવું થઈ શક્યું નહીં પરંતુ ફેન્સ માટે સારા સમાચાર છે કે અભિનેતાએ પાછલા દિવસોમાં જ પોતાની નવી ફિલ્મ “પઠાન” ની શૂટિંગ શરૂ કરી છે.