સલમાન ખાનને બોડીગાર્ડ શેરા પોતાના જીવથી પણ છે વ્હાલો, આપે છે આટલી સેલેરી

Posted by

બોલિવૂડના દબંગ એટલે કે સલમાન ખાન ઘણીવાર પોતાની ફિલ્મોના લીધે ચર્ચામાં રહે છે. સલમાન ખાન તો હંમેશા લાઈમલાઈટમાં રહે જ છે પરંતુ તેના સિવાય તેમની આસપાસ રહેનારા લોકો પણ ખૂબ જ ચર્ચામાં રહેતા હોય છે. સલમાન ખાનની આસપાસ રહેલા લોકોમાં જો સૌથી વધારે કોઈ ચર્ચિત રહેતું હોય તો તે છે તેમનો બોડીગાર્ડ શેરા. શેરા હંમેશા સલમાન ખાનની સાથે જ નજર આવે છે અને તેમને લોકો સલમાન ખાનનો પડછાયો પણ કહે છે. હંમેશા સાથે રહેવાના કારણે શેરા હવે સલમાન ખાનના ઘરનું મુખ્ય સદસ્ય બની ગયો છે. જણાવી દઈએ કે પાછલા ૨૫ વર્ષથી શેરા સલમાન ખાનના બોડીગાર્ડ તરીકે કામ કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે શેરા એક મહિનાની કેટલી સેલેરી લે છે ? જો તમને પણ ના ખબર હોય તો આજે અમે તમને આ સવાલનો જવાબ પણ આપીશું અને સાથે જ શેરા સાથે જોડાયેલ અમુક દિલચસ્પ વાતો પણ જણાવીશું.

જાણો શું છે શેરાનું અસલી નામ

આમ તો સલમાન ખાનના બોડીગાર્ડને લોકો શેરા ના નામથી જ જાણે છે પરંતુ તેમનું અસલી નામ ગુરમીત સિંહ જોલી છે. તે એક શીખ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જણાવી દઈએ કે શેરાને બોડી બિલ્ડીંગ ખૂબ જ પસંદ છે અને તે હંમેશા પોતાને ફિટ રાખે છે. શેરા સલમાન ખાનના બોડીગાર્ડ હોવાના કારણે ખૂબ લાઈમલાઈટમાં રહે છે અને લોકો પણ તેમને એક સેલીબ્રીટીની જેટલું જ મહત્વ આપે છે. વળી સલમાન ખાનની વાત કરવામાં આવે તો તે શેરાની સાથે હંમેશા મિત્ર જેવો વ્યવહાર રાખે છે.

આટલી છે શેરાની માસિક કમાણી

ગુરમિત સિંહ જોલી ઉર્ફ શેરાને બાળપણથી જ ફિટ રહેવાનો ખૂબ જ શોખ છે. તે શરૂઆતી દિવસોથી જ બોડી બિલ્ડિંગના શોખીન રહ્યા છે અને આ ક્ષેત્રમાં તેમણે ઘણા ખિતાબ પણ જીતેલા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે શેરાએ વર્ષ ૧૯૮૭માં જુનિયર મિસ્ટર મુંબઈનો ખિતાબ જીત્યો હતો. એટલું જ નહીં તેમણે બોડી બિલ્ડિંગના જુનિયર વર્ગમાં મહારાષ્ટ્રનો ખિતાબ પણ પોતાના નામે કર્યો છે. સલમાન ખાનના બોડીગાર્ડ શેરાની કમાણી લગભગ ૨ કરોડ રૂપિયા વાર્ષિક છે. એટલે કે તેમની માસીક કમાણી ૧૬ લાખ રૂપિયા છે. જી હા, સલમાન ખાન શેરાને એક મહિનાનાં ૧૬ લાખ રૂપિયા આપે છે.

વી છે શેરાની જીવનયાત્રા

 

View this post on Instagram

 

A post shared by Being Sheraa (@beingshera)


શેરા પોતાના બાળપણથી જ મહેનતુ હતો. તેમના પિતાને ગાડી રીપેરીંગની દુકાન હતી. જ્યાં શેરા પોતાના પિતાની મદદ કરતા હતાં. ધીરે ધીરે શેરા પણ ગાડી રીપેરીંગનું કામ કરવા લાગ્યા. ત્યારબાદ જ્યારે તેમને આ કામમાં પોતાનું કોઈ ભવિષ્ય દેખાયું નહી તો તેમણે ટાઈગર સિક્યોરિટીઝ નામની એક કંપની બનાવી. ટાઈગર સિક્યોરિટીઝ કંપની બોલિવૂડ સ્ટાર્સ અને સેલેબ્સને સુરક્ષા આપવાનું કામ કરતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Being Sheraa (@beingshera)

આ દરમિયાન વર્ષ ૧૯૯૫માં શેરાની મુલાકાત સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન સાથે થઈ. આ મુલાકાતે જ શેરાનું નસીબ પલટાવી નાખ્યું. હકીકતમાં તે દિવસોમાં સોહેલ ખાને શેરાને વિદેશ યાત્રા માટે સુરક્ષાનું કામ સોંપ્યું હતું. ત્યારથી જ શેરા સલમાન ભાઈની સાથે હંમેશા નજર આવે છે. જણાવી દઈએ કે શેરાએ હવે રાજનીતિની દુનિયામાં પણ પોતાના ડગલા માંડવાનું શરૂ કરી દીધું છે. તેમણે થોડા દિવસો પહેલાં જ શિવસેના જોઈન કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *