સલમાન ખાને જે ફિલ્મો કરી હતી રિજેક્ટ, તેમાં જ કામ કરીને સુપરસ્ટાર બની ગયાં શાહરુખ, આમિર અને સૈફ અલી ખાન

Posted by

સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ રાધે : મોસ્ટ વોન્ટેડ ભાઈ ગુરુવારે ઈદનાં અવસર પર રિલીઝ થઈ હતી. કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને ફિલ્મ ઓનલાઈન પ્લેટફોર્મ પર જ રીલિઝ કરવામાં આવી. સલમાનની ફિલ્મોએ લોકોને દિવાના બનાવી દીધા છે. ટ્વિટર પર ફેન્સએ ફિલ્મની ખૂબ જ પ્રસંશા કરી હતી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ પહેલા સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીને જોતા સલમાને નિર્ણય બદલી નાખ્યો હતો. રાધેની સ્ટ્રીમિંગ ZeePlex પર કરવામાં આવી. એક તરફ જેવી જ આ ફિલ્મ રિલીઝ થઈ કે તરત જ ખૂબ જ મોટી સંખ્યામાં દર્શકોએ ઝી-૫ પર લોગ ઇન કર્યું તો સર્વર ક્રેશ થઈ ગયું. જ્યારે રિલીઝનાં અમુક જ કલાકો બાદ આ ફિલ્મ ઓનલાઇન લીક થઇ ગઇ.

દર્શકોનું કહેવાનું છે કે રાધે એકદમ એક્શન પેકડ ફિલ્મ છે. ફિલ્મના ડાયરેક્ટર પ્રભુદેવા છે. પોતાના કરિયરમાં ઘણી બધી સુપરહીટ ફિલ્મોમાં કામ કરવાવાળા સલમાને અમુક એવી ફિલ્મો પણ રિજેક્ટ કરી હતી, જે બ્લોકબસ્ટર સાબિત થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે સલમાનની રિજેક્ટ કરેલી ફિલ્મો શાહરૂખ ખાન, આમિર ખાન અને સૈફ અલી ખાનને મળી અને આ કલાકારો આ ફિલ્મમાં કામ કરીને સુપરસ્ટાર બની ગયા. આજે તમને આ પેકેજમાં જણાવી દઈએ સલમાનની રિજેક્ટ કરેલી ફિલ્મો વિશે.

બાજીગર

૧૯૯૩ માં આવેલી ફિલ્મ “બાજીગર” માં શાહરુખ ખાને નેગેટીવ રોલ કર્યો હતો. આ ફિલ્મ શાહરુખ ખાનનાં કરિયરમાં સુપરહિટ સાબિત થઈ હતી પરંતુ તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન પહેલા આ ફિલ્મ સલમાનને ઓફર થઈ હતી પરંતુ તે નેગેટિવ રોલ કરવા માંગતા ના હતા તેથી તેમણે આ ફિલ્મમાં કામ કરવાની મનાઈ કરી દીધી હતી.

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

૧૯૯૫ માં આવેલી બોલિવૂડની આઇકોનિક ફિલ્મ “દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે” માં શાહરુખ ખાન અને કાજોલે લીડ રોલ પ્લે કર્યો હતો. શાહરૂખ ખાન પહેલાં આ ફિલ્મ સલમાન ખાનને ઓફર થઈ હતી પરંતુ તેમણે કોઈ કારણસર તેમાં કામ કરવાની મનાઈ કરી દીધી હતી.

જોશ

૨૦૦૦ માં આવેલી શાહરુખ ખાનની “જોશ” ફિલ્મ માટે પણ સલમાન ખાનને એપ્રોચ કરવામાં આવ્યા હતાં. ફિલ્મમાં સલમાનને ઐશ્વર્યાના ભાઈ બનવાનું હતું અને ખબરોનું માનીએ તો તે સમયે સલમાન એશને ડેટ કરી રહ્યા હતાં એટલા માટે તેમણે ફિલ્મમાં કામ કરવાની મનાઈ કરી દીધી હતી.

કલ હો ના હો

૨૦૦૩ માં આવેલી ફિલ્મ “કલ હો ના હો” પણ સલમાનને ઓફર થઈ હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન સિવાય સૈફ અલી ખાન અને પ્રિટી ઝિન્ટા મુખ્ય રોલમાં હતાં. કહેવાય છે કે સૈફનો રોલ પહેલા સલમાનને ઓફર થયો હતો પરંતુ તે સેકન્ડ લીડ રોલ કરવા માંગતા ના હતાં.

ચક દે ઇન્ડિયા

“ચક દે ઇન્ડિયા” ફિલ્મ એ રિલીઝ થતાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. ફિલ્મથી માત્ર મહિલા હોકીની દિશા જ નહિ પરંતુ દશા પણ બદલી હતી. આ ફિલ્મ ૨૦૦૭ માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન લીડ રોલમાં હતાં. કહેવાય છે કે આ ફિલ્મની ઓફર સલમાન ખાનને પણ મળી હતી.

ગજની

આમિર ખાનની ૨૦૦૮ માં આવેલી ફિલ્મ “ગજની” બોક્સઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મમાં આમિર ખાનની બોડીથી લઈને ફિલ્મની કહાની લોકોને ખૂબ જ પસંદ આવી હતી. કહેવાય છે કે આમિર ખાન પહેલા આ ફિલ્મ માટે સલમાનને વાત કરવામાં આવી હતી એટલું જ નહીં આમિરે પોતે ફિલ્મની કહાની વાંચીને સલમાનને લેવાની સલાહ આપી હતી પરંતુ સલમાને કોઈ કારણસર ફિલ્મ કરવાની મનાઈ કરી દીધી હતી.

ખબરોનું માનીએ તો સલમાન અને સંજય લીલા ભણસાલી ૨૦ વર્ષ બાદ ફરી ફિલ્મ “ઇન્શાઅલ્લાહ” માં કામ કરવા જઈ રહ્યા હતાં. ફિલ્મમાં સલમાન ખાનની સાથે આલિયા ભટ્ટ લીડ રોલમાં હતી. ફિલ્મની રીલિઝ ડેટ નક્કી કરવામાં આવી ગઈ હતી પરંતુ છેલ્લા સમય પર સલમાને કામ કરવાની મનાઈ કરી દીધી હતી.

વાત સલમાનનાં વર્કફ્રન્ટની કરવામાં આવે તો આવનારા સમયમાં તેમની ઘણી બધી ફિલ્મો રિલીઝ થશે. તે શાહરૂખની ફિલ્મ “પઠાણ” માં કેમિયો કરતા નજર આવશે. ટાઈગર સિરીઝની ત્રીજી ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે. આ સિવાય તે અંતિમ અને કભી ઈદ કભી દિવાલી ફિલ્મમાં પણ નજર આવશે.