સલમાન ખાનની બહેનની સાથે રિલેશનશિપમાં હતાં અર્જુન કપૂર, જાણ થતાં જ સલમાને ઉઠાવ્યું આ પગલું

સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને તેમના પતિ આયુષ શર્માએ થોડા દિવસો પહેલાં જ પોતાની છઠ્ઠી મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. અર્પિતાએ ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ આયુષ શર્મા સાથે લગ્ન કર્યા હતા. આ ખાસ અવસર પર અર્પિતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને પતિ આયુષ શર્માને યાદ કર્યા છે. અર્પિતાએ લખ્યું છે કે આજે હું મારા પતિથી દૂર છું અને મને તેમની ખૂબ જ યાદ આવી રહી છે.

આજે અમે અર્પિતાની મેરેજ એનિવર્સરીના આ ખાસ અવસર પર તેમની અને અર્જુન કપૂરની રિલેશનશિપના વિશે જણાવીશું. એક સમય હતો જ્યારે અર્પિતા અને અર્જુન કપૂર એકબીજા સાથે ખૂબ જ સિરિયસ રિલેશનશિપમાં હતાં. તે દિવસોમાં બંનેના અફેરની ખબરો મીડિયામાં ચર્ચા બનતી હતી. અર્પિતાની સાથે રિલેશનશિપને લઈને એકવાર અર્જુને એક ઇન્ટરવ્યૂમાં ખુલીને વાતચીત કરી હતી. ચાલો જાણી લઈએ આખરે તેમણે શું કહ્યું હતું.

જણાવી દઈએ કે અર્જુન અને અર્પિતાની રિલેશનશિપ ૨ વર્ષ સુધી ચાલી હતી અને બાદમાં પરસ્પર મતભેદના લીધે આ સંબંધમાં તિરાડ પડી ગઇ હતી અને સંબંધ તૂટી ગયો હતો. જણાવવામાં આવે છે કે આ સંબંધમાં અર્જુન કપૂર અર્પિતાને લઈને ખૂબ જ સિરિયસ હતા. તે દિવસોમાં બંનેના લગ્નની ખબરો પણ આવવા લાગી હતી પરંતુ આ લગ્ન થઈ શક્યા નહી.

અર્પિતા અર્જુનના રિલેશનશિપ પર સલમાને આપ્યું હતું આવું રિએક્શન

અર્જુન કપૂરે એક ઈન્ટરવ્યૂમાં તે વાતનો સ્વીકાર કર્યો હતો કે અર્પિતા જ તેમનો પહેલો પ્રેમ હતી. તેમણે આગળ જણાવ્યું હતું કે જ્યારે મે આ વાત સલમાન ખાનના પરિવારને જણાવી તો તેનું રીએક્શન કંઈ ખાસ હતું નહી. તમને જાણીને આશ્ચર્ય થશે કે ફક્ત ૧૮ વર્ષની ઉંમરમાં જ અર્જુને અર્પિતાને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું.

ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવાના કારણે અર્જુન કપૂરે ખૂબ જ સરળતાથી અર્પિતા સાથે મિત્રતા કરી લીધી હતી. હકીકતમાં અર્જુન સલમાન ખાનના જબરા ફેન હતાં અને અવારનવાર તેમના ઘરે તેમને મળવા જતા હતા. અર્જુન કપૂરનું કહેવું છે કે તે આ રિલેશનશિપને લઈને ડરેલા હતા. તેમને ડર લાગતો હતો કે આખરે તે આ વાત સલમાનને કઈ રીતે જણાવશે પરંતુ એક દિવસ તે પરિવારની સામે આવી ગયા અને બધું જ જણાવી દીધું. અર્જુન કપૂરના અનુસાર આ વાતને જાણ્યા બાદ ખાન પરિવારનું રિએક્શન એકદમ નરમ હતું.

અર્જુનને કહ્યું અર્પિતા હતી મારો સાચો પ્રેમ

અર્જુન કહે છે કે અમે બંનેએ એકબીજાને ૨ વર્ષ સુધી ડેટ કર્યા હતા અને અમારી રિલેશનશિપ ખૂબ જ સારી રીતે ચાલી રહી હતી પરંતુ તે દિવસોમાં મારું ફ્યુચર સિક્યોર હતું નહીં અને અર્પિતાએ પોતે જ મારી સાથે બ્રેકઅપ કરી લીધું પરંતુ અર્પિતા જ મારો સાચો પ્રેમ હતી. તમને જણાવી દઈએ કે અર્જુન સાથે બ્રેકઅપ કર્યા બાદ અર્પિતાએ આયુષ શર્મા સાથે લગ્ન કરી લીધા અને હવે આ કપલના બે બાળકો પણ છે.

વળી બીજી તરફ અર્જુન કપૂર મલાઈકા અરોડા સાથે રિલેશનશિપમાં આવી ગયા. જણાવી દઈએ કે મલાઈકા સલમાનના ભાઈ અરબાઝની એક્સ વાઈફ છે. અર્જુન અને મલાઈકાના સંબંધો તો જગજાહેર છે પરંતુ તેમણે હજુ સુધી ઓફિશીયલી કંઈપણ કહ્યું નથી.