સલમાન ખાનની સાથે કામ કરવા નથી માંગતી આ અભિનેત્રીઓ, એક અભિનેત્રીએ તો મોઢા પર જ ના પાડી દીધી હતી

આમ તો બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની સાથે કામ કરવા માટે અભિનેત્રીઓ આતુર રહેતી હોય છે પરંતુ અમુક એવી પણ અભિનેત્રીઓ છે જેમણે દબંગ ખાનની સાથે કામ કરવા માટે સ્પષ્ટ મનાઇ કરી દીધી છે. બોલિવૂડની ઘણી અભિનેત્રીઓએ સલમાન ખાન સાથે મળેલી ફિલ્મોને ઠુકરાવી દીધી હતી. એટલું જ નહીં આ અભિનેત્રીઓએ સલમાન ખાનની સાથે ક્યારેય પણ કામ ના કરવાની પણ કસમ ખાધી છે. જોકે આ લિસ્ટમાં અમુક એવી અભિનેત્રીઓ પણ છે જેમણે પહેલા સલમાનની સાથે કામ કર્યું પરંતુ બાદમાં તેમણે તેમની સાથે કામ કરવા માટે સ્પષ્ટ રૂપથી મનાઈ કરી દીધી. તો ચાલો જાણી લઈએ તે કઈ કઈ એક્ટ્રેસ છે જે સલમાનની સાથે કામ કરવા માંગતી નથી.

દિપીકા પાદુકોણ

બોલિવૂડની મશહૂર અભિનેત્રી દિપીકા પાદુકોણે સલમાન ખાનની સાથે કામ કરવા માટે મનાઈ કરી દીધી છે. જણાવવામાં આવે છે કે સલમાન ખાને રણવીર સિંહની મજાક ઉડાવી હતી, જેના લીધે દિપીકા પાદુકોણે દબંગ ખાનની સાથે કામ કરવા માટે સ્પષ્ટ મનાઇ કરી દીધી છે. જણાવી દઈએ કે દિપીકાને સલમાન ખાનની સાથે ૫ ફિલ્મ ઓફર થઈ હતી પરંતુ તેમણે ઠુકરાવી દીધી હતી.

સોનાલી બેન્દ્રે

સોનાલી બેન્દ્રે એ સલમાન ખાનની સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ બાદમાં તેમણે તેમની સાથે કામ કરવાની મનાઈ કરી દીધી હતી અને ત્યારબાદ તે બંને સ્ક્રીન પર એકસાથે ક્યારેય પણ જોવા મળ્યા નહી. કહેવામાં આવે છે કે કાળા હરણના કેસનાં લીધે સોનાલી બેન્દ્રે એ સલમાન ખાનની સાથે કામ કરવાની મનાઈ કરી દીધી છે. જોકે સોનાલી બેન્દ્રે એ ક્યારેય પણ ખુલીને વાતચીત કરી નથી.

કંગના રનૌ

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ઘણીવાર ચર્ચામાં રહે છે. કંગના રનૌત પણ એ લિસ્ટમાં સામેલ છે જે સલમાન ખાનની સાથે કામ કરવા માંગતી નથી. હકીકતમાં કંગના રનૌતનું માનવું છે કે સલમાનની ફિલ્મોમાં તમામ ક્રેડિટ ફક્ત દબંગ ખાનને જ મળે છે અને અભિનેત્રીઓને કંઈ મળતું નથી તેથી તેમણે તેમની સાથે કામ કરવા માટે મનાઈ કરી દીધી છે એટલું જ નહીં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે મેં સલમાનની સાથે ક્યારેય કામ કર્યું નથી અને આગળ કરવા પણ માંગતી નથી.

અમીષા પટેલ

બોલિવૂડ એક્ટ્રેસ અમિષા પટેલે ફિલ્મ “કહોના પ્યાર હૈ” થી ધમાકેદાર ડેબ્યૂ કર્યું હતું, જેના લીધે તે રાતોરાત સ્ટાર બની ગઇ હતી. ત્યારબાદ તેમણે ઘણી શ્રેષ્ઠ ફિલ્મો કરી પરંતુ સલમાન ખાનની સાથે તેમની ફિલ્મ “યે હૈ જલવા” ફ્લોપ ગઈ હતી, ત્યારબાદ તેમણે દબંગ ખાનની સાથે કામ કરવાની સ્પષ્ટ મનાઇ કરી દીધી હતી અને આ જ કારણ છે કે તે આ ફિલ્મ બાદ સલમાન ખાન અને અમીષા પટેલની જોડી પડદા પર નજર આવી નથી એટલું જ નહીં અમીષા પટેલનું કરિયર પણ ફ્લોપ થઈ ગયું અને તેમણે ફિલ્મી દુનિયા પણ છોડી દીધી.

ટ્વિંકલ ખન્ના

બોલિવૂડ અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ પોતાના કરિયરમાં ઘણી યાદગાર ફિલ્મો કરી છે, જેમને તેમના ફેન્સ હજુ પણ યાદ કરે છે પરંતુ તેમના કરિયર દરમિયાન તે ખૂબ જ વધારે સિલેક્ટિવ થઈ ગઈ હતી અને તેના લીધે તેમણે સલમાન ખાનની સાથે કામ કરવાની મનાઈ કરી હતી. જણાવી દઈએ કે સલમાન અને ટ્વિંકલની ફિલ્મ “જબ પ્યાર કિસી સે હોતા હૈ” લોકોને ખૂબ જ પસંદ આવી હતી પરંતુ ટ્વિંકલ ખન્નાએ બીજીવાર સલમાન ખાનની સાથે કામ કરવાની સ્પષ્ટ મનાઇ કરી દીધી હતી અને ઘણી ફિલ્મો ઠુકરાવી પણ દીધી હતી.

શ્વર્યા રાય

સલમાન ખાનના દિલની નજીક રહેવા વાળી ઐશ્વર્યાએ પણ તેમની સાથે કામ કરવાની મનાઈ કરી દીધી છે. હકીકતમાં ફિલ્મ “હમ દિલ દે ચૂકે સનમ” બંનેની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને તે દરમિયાન બંને વચ્ચે પ્રેમ પણ થઈ ગયો હતો. જોકે બાદમાં બંનેમાં ઝઘડાઓ થવા લાગ્યા, જેના લીધે ઐશ્વર્યા રાયે સલમાન ખાનથી દૂર રહેવાનું જ યોગ્ય સમજ્યું. એટલું જ નહી ઐશ્વર્યા સલમાન ખાનની પર્સનલ લાઇફ સિવાય પ્રોફેશનલ લાઈફથી પણ દૂર રહેવા લાગી અને બાદમાં ક્યારેય પણ તે સલમાનની સાથે મોટા પડદા પર જોવા મળી નહી.

ઉર્મિલા માંતોડકર

ઉર્મિલા માંતોડકર સલમાન ખાનની સાથે ફિલ્મ “જાનમ સમજા કરો” કરી હતી. આ ફિલ્મ પડદા પર ફ્લોપ ગઈ હતી, જેના કારણે ઉર્મિલા માંતોડકર સલમાન ખાનની સાથે કામ કરવાની મનાઈ કરી દીધી હતી અને ત્યારબાદ તે સ્ટોરીને લઈને ખૂબ જ સિલેક્ટીવ થઈ ગઈ હતી.

દીપશિખા

એક્ટ્રેસ દીપશિખાને ફિલ્મ કરન-અર્જુનમાં સલમાનની અભિનેત્રીનો રોલ ઓફર થયો હતો પરંતુ તેમણે તેને ઠુકરાવી દીધો હતો.