સલમાન ખાન બોલિવૂડનાં સુપરસ્ટાર છે. તેમની દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર ૧૦૦ થી ૩૦૦ કરોડનો બિઝનેસ જરૂર કરે છે. સલમાન ખૂબ જ જલ્દી “રાધે” ફિલ્મમાં નજર આવશે. તેમણે તેમનું શૂટિંગ પણ પૂરું કરી લીધું છે. તેમની વચ્ચે જ સલમાન ખાન અને તેમના જીજા આયુષ શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
આ વીડિયોમાં આયુષ પોતાના જીજા સલમાન ખાનને મારવા માટે દોડે છે. જોકે ભાઈજાન તેમનાથી ડરતા નથી અને આયુષનો હાથ પકડીને રોકી લે છે. જીજા-સાળા ની લડાઈનો આ વિડીયો હકીકતમાં તેમની આગામી ફિલ્મ “અંતિમ” નો ફર્સ્ટલુક છે. આ ફિલ્મમાં સલમાનના જીજા એટલે કે તેમની બહેન અર્પિતા ખાનના પતિ આયુષ વિલનનું પાત્ર નિભાવી રહ્યા છે.
સલમાન આ ફિલ્મમાં સરદારનાં રોલમાં જોવા મળી રહ્યા છે. તેમની સ્ટાઇલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. સલમાને અંતિમનો ફર્સ્ટ લુક પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેમને ૪૪ લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. દરેક વ્યક્તિને ભાઈજાનનાં આ ફિલ્મનો ફર્સ્ટલુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તો ચાલો હવે તમે પણ રાહ જોયા વગર જોઈ લો આ ફિલ્મનો ફર્સ્ટ લુક.
View this post on Instagram
આ ફિલ્મમાં ફક્ત સલમાનની જ નહી પરંતુ આયુષની પણ શાનદાર બોડી જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરતાં સલમાને કેપ્શનમાં લખ્યું છે કે, “અંતિમ”ની શરૂઆત”. જણાવી દઈએ કે આ ફિલ્મ સલમાન ખાનના પ્રોડક્શન હાઉસનાં હેઠળ જ બની રહી છે. આ ફિલ્મના ડાયરેક્ટર મહેશ માંજરેકર છે. આ ફિલ્મ હકીકતમાં ૨૦૧૮માં આવેલી સુપરહીટ મરાઠી ફિલ્મ “મુલશી” ની રીમેક છે.
View this post on Instagram
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આયુષ શર્માએ “લવરાત્રી” ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે તે ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. આ ફિલ્મને પણ સલમાને પોતાના જીજા માટે પ્રોડ્યુસ કરી હતી. તેવામાં હવે તે જોવાનું રહે છે કે “અંતિમ” ફિલ્મ દ્વારા આયુષને એક્ટિંગ કરિયરમાં સફળતા મળે છે કે નહી.
ફિલ્મ “અંતિમ” માં ખુદ સલમાન ખાન લીડ રોલમાં છે, તેથી દર્શકો આ ફિલ્મને જરૂર નિહાળશે. આ રીતે આયુષની પાસે પોતાની ક્ષમતા બતાવવાની સારી તક છે. મહત્વપૂર્ણ છે કે આયુષએ સલમાન ખાને દત્તક લીધેલી બહેન અર્પિતા ખાન સાથે વર્ષ ૨૦૧૪માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને બે બાળકો આયત અને આહિલ છે.