સલમાનનાં ઘરે ટીવી જોવામાં મશગુલ થઈ ગયો હતો ચોર, ખાન પરિવારે પૂછ્યું, ભોજન કર્યું, જાણો સમગ્ર કિસ્સો

બોલિવુડના દબંગ ખાન દિલના રાજા છે અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં પણ પાછળ રહેતા નથી. ફક્ત સલમાન જ નહી પરંતુ તેમનો સંપૂર્ણ પરિવાર પણ દરેક વ્યક્તિની મદદ કરવા માટે તૈયાર રહે છે. ખાન પરિવારને ખૂબ જ સામાજિક માનવામાં આવે છે અને તેમના પરિવારમાં ઘણા બધા મહેમાનો આવતા જતા રહે છે. ફક્ત સલમાનનાં જ નહી પરંતુ અરબાઝ અને સોહિલ ખાનનાં પણ ઘણા બધા મિત્રો છે, જે પરિવારમાં આવતા-જતા રહે છે. આ મહેમાનનાં ચક્કરમાં એક મજેદાર કિસ્સો ત્યારે બન્યો હતો જ્યારે સલમાનનાં પરિવારમાં એક ચોર ઘૂસી આવ્યો હતો અને લોકો તેમને મહેમાન સમજવા લાગ્યા હતા. તો ચાલો તમને જણાવી દઈએ કે શું હતો તે મજેદાર કિસ્સો.

સલમાન ખાનનો પરિવાર ખૂબ જ મોટો છે અને બધા એક સાથે જ રહે છે. તેવામાં બધાં જ મિત્રો અને મહેમાન એક જ ઘરમાં આવે છે. એક ચેટ શો દરમિયાન સલીમ ખાને ખૂબ જ દિલચસ્પ કિસ્સો સંભળાવ્યો હતો કે કઈ રીતે તેમના ઘરમાં એક ચોર ઘૂસી આવ્યો હતો અને બધા જ તેમની સાથે મહેમાન જેવું વર્તન કરવા લાગ્યા હતા. સલીમ ખાને તે કિસ્સાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે એકવાર તેમના ઘરમાં ચોર ઘૂસી આવ્યો હતો. તે સમયે સલમાન પણ ખૂબ જ યુવાન હતા.

ચોર એકદમ રાતે આવ્યા અને પૈસાની સાથે થોડો સામાન પણ ચોરી લીધો. સવારના સમયે કોઈ તે રૂમમાં પહોંચી ગયું જ્યાં ચોર હતો. તે ઝડપથી બેડની નીચે ઘૂસી ગયો. સલીમ ખાને આગળ જણાવ્યું કે તે સમયે રૂમમાં એક ટીવી હતું અને તે શરૂ હતું. ટીવી પર લગભગ કોઈ દિલચસ્પ ફિલ્મ આવી રહી હતી. ચોર તે ફિલ્મમાં એ રીતે ખોવાઈ ગયો હતો કે ટીવી જોવા લાગ્યો હતો.

તે રૂમમાં આરામથી બેસી ગયો હતો અને ટીવી જોવા લાગ્યો હતો. ત્યારબાદ સવાર થઈ ગઈ તો લોકો રૂમમાં અવર-જવર કરવા લાગ્યા હતા. ચોર પણ ત્યાંથી ઉભો થયો નહિ અને ફિલ્મ જોવા લાગ્યો. વળી જે પણ લોકો રૂમમાં આવતા હતા તે આ ચોરને મહેમાન સમજતા હતા. સલમાન ખાન પણ જ્યારે રૂમમાં ગયા તો તેમને એવું લાગ્યું કે તે અરબાઝનું કોઈ મહેમાન હશે. અરબાઝ જ્યારે રૂમમાં આવ્યા તો તેમને લાગ્યું કે તે સોહેલ ખાનનું કોઈ મહેમાન હશે. આવી રીતે ઘણો સમય પસાર થઈ ગયો અને ચોર પણ આરામથી રૂમમાં બેસી રહ્યો.

ત્યારબાદ કોઈનાં મગજ માં આવ્યું કે તેમને પૂછી લઈએ કે આખરે તમે કોણ છો ? તેમના પર ચોર ગભરાઈ ગયો અને તેમણે જણાવી દીધું કે તે ચોર છે. ત્યારબાદ ઘરના બધા જ સદસ્યો ચોરને સવાલ કરવા લાગ્યા તો તેમણે જણાવ્યું કે તેમણે શું શું ચોરી કરી છે. તેમણે ચોરીનો બધો જ સામાન બહાર કાઢ્યો અને એક-એક ચીજનો હિસાબ આપ્યો. તેમણે જણાવ્યું કે આ તમારો છે, આ સામાન તમારો નથી, તેને હું બીજેથી લાવ્યો છું.

ત્યારબાદ સવાલો ઉઠવા લાગ્યા કે તેમને પોલીસની પાસે કોણ લઈને જશે. પરંતુ કોઈ તૈયાર થયું નહી. ત્યારબાદ એવું નક્કી કરવામાં આવ્યું કે તેને રૂમમાં બાંધી દેવામાં આવે. ત્યારબાદ ત્રણેય ખાને મળીને તેમને ખુરશી પર દોરીથી બાંધી દીધો અને હાથ ખુલ્લા છોડી દીધા. ચોરને સવાલ કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે તે પહેલી વાર ચોરી કરી રહ્યો હતો. એટલું જ નહીં તેને ઘરના લોકોએ પૂછ્યું કે તેમણે ભોજન કર્યું છે કે નહી. સલીમ ખાનનાં ઘરે ચોરી કરવા આવનાર આ ચોરનો મજેદાર કિસ્સો સાંભળીને દરેક લોકો હસવા લાગ્યા હતા.

જણાવી દઈએ કે સલમાન પોતાના પરિવારની ખૂબ જ નજીક છે અને સંપૂર્ણ પરિવાર એકબીજાની સાથે સમય પસાર કરે છે. જોકે લોકડાઉનનાં લીધે સલમાન પોતાના ભત્રીજા, બહેન અર્પિતા સહિત પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં રોકાયા હતા. લોકડાઉન દરમિયાન સલમાન સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલા હતા અને તે સમયે બધાને ઘરે રહેવા માટે અપીલ પણ કરતા હતા.