સલમાન થી લઈને અક્ષય કુમાર સુધી આ ૮ સ્ટાર્સ ફિલ્મ સાઈન કરતા પહેલા રાખે છે આવી વિચિત્ર શરતો

જ્યારે પણ કોઈ બોલિવૂડ સ્ટાર ફિલ્મ સાઈન કરે છે તો તેને તે ફિલ્મ માંથી પૈસા અને ખ્યાતિ બંને મળે છે. મોટાભાગની ફિલ્મોમાં શું અને કયા પ્રકારના કન્ટેન્ટ હશે અથવા તો સ્ટાર્સને કઇ કઇ સુવિધાઓ આપવામાં આવશે તેનો કંટ્રોલ સંપૂર્ણ રીતે ફિલ્મ મેકર્સ ના હાથમાં હોય છે. પરંતુ જ્યારે એક સ્ટારની વેલ્યુ વધી જાય છે અને તે સુપરસ્ટાર બની જાય છે તો તેમની પણ અમુક ડિમાન્ડ વધી જાય છે. આવું જ કંઈક આ આઠ સિતારો સાથે પણ છે. આ સિતારાઓ જ્યારે પણ કોઈ ફિલ્મ સાઈન કરે છે તે પહેલા તે એક શરત રાખે છે. તેમાંથી અમુક ની શરતો તો ખૂબ જ વિચિત્ર હોય છે.

સલમાન ખાન

સલમાનખાન શાહ પારિવારિક ફિલ્મો કરવાનું વધારે પસંદ કરે છે. તેથી તે ફિલ્મોમાં પોતાની ઇમેજનું પણ ખૂબ જ ધ્યાન રાખે છે. કોઈપણ ફિલ્મ ને સાઈન કરતા પહેલા તેમની એક શરત હોય છે કે તે ઓનસ્ક્રીન કિસ નહી કરે. તેના સિવાય તે ફિલ્મોમાં બોલ્ડ સીન કરતાં પણ ખચકાય છે.

ઋત્વિક રોશન

ઋત્વિક રોશન બોલિવૂડમાં સૌથી હેન્ડસમ હીરો છે. ખાસ કરીને તેમની સિક્સ પેકસ વાળી બોડી ખૂબ જ આકર્ષક છે. પોતાને ફિટ રાખવા માટે ઋત્વિકની તે ડિમાન્ડ રહે છે કે તે કોઈપણ શહેરમાં સીન શૂટ કરવા માટે જાય ત્યારે તેમને કસરત કરવા માટે તે શહેરનું સૌથી બેસ્ટ જીમ આપવામાં આવે. તેના સિવાય તે શૂટિંગ પર હેલ્ધી ખોરાક ખાવા માટે પોતાના પર્સનલ રસોઈયાને પણ સાથે લઈ જાય છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ જાગૃત રહે છે. તેથી તેમની ફિલ્મ સાઈન કરતા પહેલા ડિમાન્ડ રહે છે કે તે મોડી રાત સુધી શૂટિંગ નહીં કરે. તેના સિવાય તે રવિવારના દિવસે કામ કરવાનું પણ પસંદ કરતા નથી. રવિવારનો દિવસ તે પોતાના પરિવાર સાથે વિતાવે છે.

આમિર ખાન

આમિર ખાન બોલિવૂડમાં સેન્સ વાળી અને સારી સ્ક્રિપ્ટ વાળી હિટ ફિલ્મો આપવા માટે જાણીતા છે. જોકે તેમની શરત ખૂબ જ વિચિત્ર હોય છે. તે પોતાની ફિલ્મોમાં લો એંગલ શોર્ટ આપવાનું પસંદ કરતા નથી. તેથી તે જ્યારે પણ ફિલ્મ સાઈન કરે છે તો પહેલા નિર્માતાની સામે તે આ શરત રાખે છે.

કરીના કપૂર

કરીના કપૂર ની સ્ટાઈલ અને સ્ટેટસ ખૂબ જ સ્ટાન્ડર્ડ લેવલનું હોય છે. કદાચ એ જ કારણ છે કે તે ફિલ્મ સાઈન કરતા પહેલા શરત રાખે છે કે તે કોઈપણ બી ગ્રેડ સ્ટાર સાથે કામ નહીં કરે.

અક્ષય ખન્ના

અક્ષય ખન્ના એ પોતાના કરિયરમાં ઘણા હિટ નેગેટિવ પાત્ર ભજવ્યા છે. તેમની ડિમાન્ડ હોય છે કે તેમનું પાત્ર હદથી વધારે નેગેટિવ ના હોવું જોઈએ. તેના સિવાય તે એક શરત પણ રાખે છે કે વિલન બન્યા પછી તે હીરો પાસે ખરાબ રીતે માર નહી ખાય.

સોનાક્ષી સિન્હા

સલમાનની જેમ જ સોનાક્ષી સિન્હા પણ પોતાની ઇમેજ ને પરિવારિક રાખવી પસંદ કરે છે. તે પણ પોતાની ફિલ્મોમાં કિસિંગ સીન આપવા માટે અચકાય છે.

કંગના રનૌત

ફિલ્મોને લઈને ઘણી વાર વિવાદ પણ થઈ જાય છે. તેવામાં કંગના એ શરત રાખે છે કે ફિલ્મ સંબંધિત કોઈ મેટર હશે તો તે કોઈ પણ સવાલનો જવાબ તે પોતે નહીં આપે. તેનો જવાબ તેમનો મેનેજર આપશે.