સંયુક્ત પરિવારમાં લગ્ન કરતા પહેલા ગાંઠ બાંધી લો આ ૫ વાતો, નહિતર લડાઈ ઝઘડાઓમાં પસાર થઈ જશે જીવન

Posted by

લગ્ન બાદ મોટાભાગની યુવતીઓ યુ-કલિયર ફેમિલી (એકલ પરિવાર) માં જવાનું જ સપનું જોતી હોય છે. માતા-પિતાની કોશિશ પણ એવી રહે છે કે દિકરી માટે કોઈ યુ-ક્લિયર પરિવાર શોધવામાં આવે. જોઈન્ટ પરિવાર (સંયુક્ત પરિવાર) માં લગ્ન કરવાથી બધા જ અચકાતા હોય છે. તેનું કારણ એ હોય છે કે નવી નવેલી દુલ્હનને સંયુક્ત પરિવારમાં એડજસ્ટ થવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો તમારા લગ્ન પણ એક સંયુક્ત પરિવારમાં થઈ રહ્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને સંયુક્ત પરિવારમાં એડજેસ્ટ થવાની અમુક ખાસ ટ્રિક બતાવવા જઈ રહ્યા છીએ.

પતિ પાસેથી જાણકારી લેવી

લગ્ન કર્યા બાદ તમારે પોતાના પતિ સાથે વધારે સમય પસાર કરવો જોઈએ. તેમની પાસેથી પરિવારના દરેક સદસ્યનો સ્વભાવ જાણવાની કોશિશ કરવી. તે તમને ઘર સાથે જોડાયેલ નિયમો પણ જણાવી દેશે. પરિવારમાં શું કામ અને કેવી રહેણી-કહેણી છે, તેમની પણ જાણકારી લઈ લેવી. હકીકતમાં ઘરમાં મોટાભાગના ઝઘડાઓ કામકાજ અને રહેણી કહેણીની આદતોને લઈને જ થતાં હોય છે. તેવામાં જો તમે પહેલાથી જ ઘરની જાણકારી પ્રાપ્ત કરી લેશો તો સંયુક્ત પરિવારમાં એડજસ્ટ થવામાં સરળતા રહેશે.

નાના ઉંમરની વ્યક્તિ સાથે મિત્રતા

સંયુક્ત પરિવારમાં તમારી ઉંમર કે તમારાથી નાના સદસ્યો સાથે પાકી મિત્રતા કરી લેવી. આ લોકો તમને ઘરના બધા જ લોકોની પસંદ અને નાપસંદ ખૂબ જ સારી રીતે જણાવી દેશે. તેના સિવાય તમે તેમની પાસેથી કોઇપણ કામ કરતા પહેલા પૂછી શકો છો કે તે યોગ્ય છે કે નહી. જો તમે તેમની સાથે મિત્રતા કરી લેશો તો તે તમારા પક્ષમાં બોલશે અને તમારી ભૂલો પણ છૂપાવશે. તેના સિવાય તમારું મનોરંજન પણ થઈ જાય છે. તમે પોતાને એકલા કે કમજોર મહેસૂસ નહીં કરો.

પોતાની જવાબદારી સમજવી

સંયુક્ત પરિવારનો સૌથી મોટો ફાયદો એ હોય છે કે દરેક કામ વહેંચાઇ જતું હોય છે. તમને દરેક કામમાં મદદ અને સલાહ મળી જાય છે. વળી જો તમે બાળકનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો એક સંયુક્ત પરિવારમાં તમારા બાળકનું પાલનપોષણ ખૂબ જ સારી રીતે થઈ શકે છે. તેની સાર-સંભાળ રાખવા માટે ઘરમાં ઘણા સદસ્યો હોય છે. તેથી સંયુક્ત પરિવારમાં ભળી જવા માટે પોતાનું કામ અને જવાબદારીઓને ખૂબ જ સારી રીતે સમજી લેવી.

બધાની સાથે હળીમળીને રહો

સંયુક્ત પરિવારમાં દરેક સદસ્ય સાથે સારું વર્તન રાખવું. ઘરના તમામ સદસ્યોને માન-સન્માન આપો. ઘરનાં તમામ સદસ્યોને બરાબર સમય આપવો. બધાની કેર કરવી. આ રીતે તે તમને દિલથી પસંદ કરવા લાગશે અને કોઈપણ સમસ્યા આવવા પર તમને સાથ આપશે.

ગેરસમજણથી બચવું

સાંભળેલી વાતો પર વિશ્વાસ કરવો નહી. ઘરના દરેક સદસ્યને સારી રીતે જાણી લેવું. કોઇની વાતોમાં આવવું નહી. બધાની સાથે સારા સંબંધો જાળવી રાખવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *