સપ્તાહના દરેક વાર પ્રમાણે જાણો યુવતિઓનો સ્વભાવ અને તેમનું ભવિષ્ય, આ વાર વાળી યુવતિઓથી દૂર રહેવામાં જ ભલાઈ છે

પ્રત્યેક વ્યક્તિનો સ્વભાવ એકબીજાથી અલગ હોય છે. તેમની વિચારસરણી અને રહેણી-કહેણી એકબીજાથી ખુબ જ અલગ હોય છે. આપણે ગમે એટલું કરવા છતાં પણ સામેવાળાના સ્વભાવને સમજી શકતા નથી. પરંતુ એક રીત છે જેનાથી આપણે અન્ય લોકોના સ્વભાવ વિશે જાણી શકીએ છીએ. દરેક વ્યક્તિઓની જન્મ તારીખ અને જન્મનો વાર અલગ અલગ હોય છે.

અહીંયા અમે તમને અમુક એવી તિથિઓમાં જન્મ લેવા વાળી યુવતીઓની વિશે જણાવીશું જેમનો વિશેષ તિથિમાં જન્મ થયો હોય અને તેને ભાગ્યશાળી માનવામાં આવે છે. વળી સપ્તાહના દરેક વાર પર જન્મ લેવા વાળી યુવતીઓનો સ્વભાવ જાણો કેવો હોય છે. ઘણી એવી વિધિઓ હોય છે જેનાથી વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્યને જાણી શકાય છે. ત્યાં સુધી કે વ્યક્તિનો જન્મ ક્યાં વારે થયો છે. તે દિવસના અનુસાર પણ સ્વભાવ જાણી શકાય છે. તો ચાલો જાણી લઈએ.

  • રવિવારના રોજ જન્મ લેવાવાળી સ્ત્રી દાની, મજબૂત, ઠંડા સ્વભાવની હોય છે સાથે સાથે હોશિયાર અને ક્લેશ કરવાવાળી પણ હોય છે.
  • એવું માનવામાં આવે છે કે સોમવારના દિવસે જન્મ લેવા વાળી સ્ત્રી રૂપાળી, ચોખા હૃદય વાળી, બુદ્ધિશાળી, મધુર વાણી વાળી, શાંતિપ્રિય, રાજયોગ વાળી હોય છે.
  • મંગળવારના દિવસે જન્મ લેવા વાળી સ્ત્રી કઠોર હૃદય વાળી, ઝઘડાળુ, પાતળી અને ખૂબ જ શક્તિશાળી હોય છે.

  • બુધવારના દિવસે જન્મ લેવા વાળી સ્ત્રી સરસ્વતી માતાની કૃપા પ્રાપ્ત કરવા વાળી, સુંદર, કોમળ, સદગુણી અને ઘણા પ્રકારની કળાઓમાં કુશળ હોય છે.
  • ગુરુવારના દિવસે જન્મ લેવાવાળી સ્ત્રી શિક્ષા, ગુણ, સંપત્તિ, શાંતિપ્રિય, ધૈર્યવાન, પુત્રવાન અને સુખને પ્રાપ્ત કરવા વાળી હોય છે.
  • શુક્રવારના દિવસે જન્મ લેવા વાળી સ્ત્રી ચંચળ, બુદ્ધિશાળી અને સૌભાગ્યશાળી હોય છે.
  • શનિવારના દિવસે જન્મ લેવાવાળી સ્ત્રી પાતળી, લાંબી, શ્યામ રંગ વાળી હોય છે. કુંડળીના અન્ય ગ્રહ સ્થિતિ અનુસાર સ્ત્રીઓના સ્વભાવમાં બદલાવ પણ હોઈ શકે છે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર સ્ત્રીઓના સ્વભાવ સાથે બધા જ ગ્રહ નક્ષત્રનો પણ સીધો પ્રભાવ પડતો હોય છે.