કપિલ શર્માના નીવેદન પર ભડકી ગઈ સારા અલી ખાન, હાથ જોડીને કપિલ શર્મા એ માંગી માફી

“ધ કપિલ શર્મા” શો માં કપિલ જ્યારે સારા અને કાર્તિકનું સ્વાગત કરે છે તો તેમનાં મોંઢા માંથી ભુલથી અમુક એવી વાતો નીકળી જાય છે, જે સારા ને પસંદ નથી આવતી. ત્યારબાદ કપિલ હાથ જોડીને સારા પાસે માફી માંગવા લાગે છે. “ધ કપિલ શર્મા” શો ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પ્રમોશનનો અડ્ડો બની ગયો છે. જ્યારે પણ કોઈ કલાકારને પોતાની ફિલ્મનું પ્રમોશન કરવુ હોય છે તો તે સૌથી પહેલા “કપિલ શર્મા શો” માં જ દેખાય છે. કપિલ વર્તમાન સમયમાં ભારતનાં નંબર વન કોમેડિયન છે. તેમનો શો ખુબ જ ટીઆરપી મેળવે છે.

તેની સાથે જ આ શો માં જ્યારે કલાકારો આવે છે તો ખુબ જ હસી-મજાક પણ થાય છે. અહીં દર્શકો આ બોલીવુડ કલાકારોને પોતાની નજર સમક્ષ જુએ છે. એવા જ એક એપિસોડમાં કપિલનાં શો પર સારા અલી ખાન અને કાર્તિક આર્યન આવ્યા હતાં. આ બંને કલાકારો પોતાની ફિલ્મ “લવ આજ કલ” ના પ્રમોશન માટે અહી આવ્યા હતાં. આ શો માં કપિલ જ્યારે સારા અને કાર્તિકનું વેલકમ કરે છે તો તેમના મોંઢા માંથી ભુલથી અમુક એવી વાતો નીકળી જાય છે, જે સારાને પસંદ નથી આવતી. ત્યારબાદ કપિલ હાથ જોડીને સારા પાસે માફી માંગવા લાગે છે. મતલબ જેવા જ સારા અને કાર્તિક આવે છે તો કપિલ બોલે છે કે, “કેવું ચાલી રહ્યું છે તમારા બંનેનું લવ આજકલ”.

થોડું અટક્યા બાદ કપિલ કહે છે કે, “હું પ્રમોશનની વાત કરી રહ્યો છું”. ત્યારબાદ કપિલ જણાવે છે કે પહેલા આવેલી લવ આજકાલ માં સારા ના પાપા સૈફ હતાં. હવે આ ફિલ્મમાં તમે છો. તો અમે શું સમજીએ કે તમારા ત્રીજા પાર્ટમાં ઈબ્રાહીમ અને ચોથામાં તૈમુર હશે”. કપિલની વાત સાંભળીને સારા કહે છે કે સૈફ નો કિરદાર કાર્તિક કરી રહ્યા છે. બાદમાં કપિલ કહે છે કે, “લવ આજકાલ-૨ માં તમે હિરોઈન છો અને પહેલા સૈફ હતાં”. બસ આ વાત પર સારા ટોન્ટ મારતા કહે છે કે સૈફ હિરોઈન નથી. હીરો હતાં. તમે શું બોલી રહ્યા છો કપિલ”. ત્યારબાદ કપિલને પણ પોતાની ભુલનો અહેસાસ થાય છે અને તે સારા પાસે હાથ જોડીને માફી માંગવા લાગે છે.

ત્યારબાદ ત્યાં રહેલા બધા લોકો હસવા લાગે છે. તેની સાથે જ કાર્તિક અને સારા કપિલનાં શો પર ખુબ જ મસ્તી કરે છે. જો તમને યાદ હોય તો આ ફિલ્મનાં પ્રમોશન દરમિયાન કાર્તિક એ સારા ને ખોળામાં ઉઠાવી લીધી હતી. તેવામાં કપીલ કાર્તિકને કહે છે કે અહીં તે અર્ચના પુરન સિંહને પણ પોતાના ખોળામાં ઉઠાવે. કાર્તિક આર્યન કપિલ શર્માની વાત માનીને અર્ચનાને પણ પોતાનાં ખોળામાં ઉઠાવે છે. જોકે તેમને નીચે ઉતાર્યા બાદ કાર્તિક બેહોશ થવાની એક્ટિંગ કરવા લાગે છે. આ દ્રશ્ય જોઈને બધા લોકો હસવા લાગે છે. આ શો ના દર્શકોમાં કાર્તિક આર્યનનાં માતા-પિતા પણ સામેલ હોય છે.