ભારતીય ફિલ્મોમાં જ્યાં સુધી ગીતો ના હોય ત્યાં સુધી તે અધૂરી લાગે છે. ગીતો બોલિવૂડ ફિલ્મોની ઓળખ હોય છે. તેમનું ભલે સ્ટોરી સાથે કંઈ લેવા-દેવા ના હોય પરંતુ તેમ છતાં પણ તેમને ફિલ્મમાં ઉમેરવામાં આવે છે. જેમાંથી ફિલ્મને સારું એવું પ્રમોશન પણ મળી જતું હોય છે.
બોલિવૂડમાં એક થી એક ચડિયાતા સિંગર હાજર છે. જો કે ઘણીવાર એક્ટર્સને પણ ગીતો ગાવાનો શોખ ચડી જતો હોય છે. તેવામાં તે અમુક પસંદગીની ફિલ્મોમાં પોતાના અવાજમાં કોઈ ગીત ગાતા હોય છે. પોતાના પસંદગીના એક્ટરને ગીતો ગાતાં જોઇને ફેન્સ પણ ઉત્સાહિત થઈ જતા હોય છે. ત્યારબાદ તે તેમની ફિલ્મો જોવા જરૂર જતા હોય છે. તેવામાં આજે અમે તમને બોલિવૂડના એ સિતારાઓ સાથે મુલાકાત કરાવીશું, જે સારા એક્ટર હોવાની સાથે-સાથે એક સારા સિંગર પણ છે.
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચનના અવાજથી આપણે બધા જ સારી રીતે વાકેફ છીએ. તેમના દ્વારા કરવામાં આવેલ વોઈસ ઓવર બધાનું ધ્યાન આકર્ષિત કરે છે. જોકે તે સિંગિંગમાં પણ ખુબ જ સારા છે. બીગ-બી અત્યાર સુધીમાં “કભી કભી” ફિલ્મનું “રંગ બરસે” અને “નીશબ્દ”નું “રોજાના” ગીત ગાઈ ચુક્યા છે. તેના સિવાય દર્શકોને તેમનો પોપ વિડિયો સોંગ “એક રહિમ ઇર, એક રહીન બીયર” પણ ખૂબ જ પસંદ છે.
પ્રિયંકા ચોપડા
બોલિવૂડ અને હોલિવૂડ બંને જગ્યા પર પોતાના ટેલેન્ટનો પરિચય આપનાર પ્રિયંકા ચોપડા પણ સિંગિંગ કરવામાં ઉસ્તાદ છે. તેમનું મ્યુઝિક આલ્બમ ઇન માય સીટી પૂરી દુનિયામાં ફેમસ થયું હતું. વળી બોલિવૂડમાં તે મેરી કોમ ફિલ્મનું “ચારો” ગીત ગાઈ ચૂક્યા છે, એટલું જ નહી તેમણે મરાઠીમાં પણ “બાબા” ગીત ગાયું છે.
આલિયા ભટ્ટ
બોલિવૂડની સૌથી ક્યુટ અભિનેત્રી આલિયા ભટ્ટને પણ ગીતો ગાવાનો શોખ છે. તેમનું નસીબ એટલું સારું હતું કે તેમણે પોતાના કરિયરનું પહેલું ગીત ઓસ્કર વિજેતા સંગીતકાર એ.આર.રહેમાન સાથે ગાયું હતું. તે તેમની “હાઈવે” ફિલ્મ માટે હતું. જો તમે તેમનું આ ગીત હજુ સુધી સાંભળ્યું નથી તો હવે સાંભળી લેજો.
આમિરખાન
બોલિવૂડમાં મિસ્ટર પરફેક્ટનિસ્ટના નામથી ફેમસ આમિરખાન પણ ગીતો ગાવાનું ટેલેન્ટ રાખે છે. તેમણે ગુલામ ફિલ્મમાં “આતી ક્યા ખંડાલા” ગીત ગાયું હતું. આ ગીત ખૂબ જ પોપ્યુલર થયું હતું. તેના સિવાય તે “તારે જમીન પર” ફિલ્મમાં “બમ બમ બોલે” ગીત પણ ગાઇ ચૂક્યા છે. આ ગીત ગાઇને તેમણે ઘણા લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. મતલબ કે એક્ટિંગ હોય કે સિંગિંગ આમિર ખાન બંને જગ્યાએ પરફેક્ટ છે.