સારવાર છોડીને કેન્સર પીડિતા એ ખાવાની શરૂ કરી દીધી હળદરની ગોળી, પરિણામ જોઈને ડોકટરો પણ થઈ ગયાં આશ્ચર્યચકિત

Posted by

આજનાં સમયમાં ભલે અંગ્રેજી દવાઓ અને ચિકિત્સકિય વિધિનું ચલણ વધી ગયું છે પરંતુ આજે પણ આપણી જુની આયુર્વેદિક પદ્ધતિ ખુબ જ કારગર સાબિત થાય છે. આયુર્વેદમાં અસાધ્ય રોગોની સારવાર સાથે સાથે તેને સંપુર્ણ પુરી રીતે સુરક્ષિત પણ માનવામાં આવે છે. ઘણીવાર અમુક ગંભીર રોગોમાં અંગ્રેજી દવાઓ અસર કરતી નથી ત્યારે તેનું નિદાન આયુર્વેદમાં મળી જાય છે.

હાલમાં જ કંઈક એવું જ જોવા મળ્યું હતું કે જ્યાં કેન્સરગ્રસ્ત એક મહિલા જ્યારે સારવાર કરાવી-કરાવીને થાકી ગ‌ઇ તો તેમણે “હળદરની ગોળી” ખાવાનું શરૂ કરી દીધું અને બાદમાં થોડા દિવસમાં જ તેનું એવું પરિણામ જોવાં મળ્યું, જે પાછલા પાંચ વર્ષની સારવાર દરમિયાન નહોતું મળ્યું. આ મામલો બ્રિટનનો છે જ્યાં એક મહિલાએ ફક્ત ઘરેલું દવાઓનો ઉપયોગ કરીને જીવલેણ બિમારી કેન્સર સામે જીત મેળવી છે અને તે પણ તે સમયમાં જ્યારે તેની સારવાર કરનારા ડોક્ટરોએ પણ હાર સ્વીકારી લીધી હતી.

હકિકતમાં ઉતરી બ્રીટનમાં રહેતી ૬૭ વર્ષિય ડિએનેક ફેગર્સન પાછલાં પાંચ વર્ષથી બ્લડ કેન્સરથી ગ્રસ્ત હતી. તેમણે તેની સારવાર પણ કરાવી પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહી. છેવટે જ્યારે તેમણે પોતે જ સારવાર બંધ કરીને હળદરની ગોળી લેવાનું શરૂ કરી દીધું તો તેની હાલતમાં ઘણો સુધારો દેખાયો અને આખરે તેણીએ કેન્સરને જ હરાવી દીધું. મીડિયા રિપોર્ટ અનુસાર અપંગ કરી દેતાં બ્લડ કેન્સર “માએલોમા” થી પીડાતી ફેગર્સનની ૩ વખત કિમોથેરાપી કરવામાં આવી હતી પરંતુ તેમને તેનાથી લાભ મળવાને બદલે દુખાવો વધતો ગયો.

આવા સંજોગોમાં ડોક્ટરો એ પણ હવે ફેગર્સનની સ્થિતિમાં સુધારો થવાની આશા છોડી દીધી હતી. હકિકતમાં “માએલોમા” માં પ્લાઝમા સેલ અસામાન્ય અને નિયંત્રિત પ્રકારથી વધતાં હતાં પરંતુ હવે ફેગર્સનનાં પ્લાઝમા સેલ ખુબ જ ઓછા થઈ ગયાં હતાં અને તે સારવારથી નહી પરંતુ ઘરેલુ ઉપચારથી સંભવ બન્યું હતું. હકિકતમાં જ્યારે ફેગર્સનને સારવારથી કોઈ ફાયદો મળતો ના હતો તો તેમણે સારવાર કરાવવાનું બંધ કરી દીધું અને દરરોજ આઠ ગ્રામ હળદરની એક ગોળી લેવાનું શરૂ કરી દીધું.

આવું તેણીએ લાંબો સમય સુધી ચાલુ રાખ્યું અને તેનું પરિણામ એ આવ્યું કે જ્યારે તે થોડાં વર્ષ બાદ ડોક્ટર પાસે ગ‌ઇ તો તેની સ્થિતિમાં સુધારો જોઇને ડોકટરો પણ દંગ રહી ગયાં. બાર્ટસ હેલ્થ એનએચએસ ટ્રસ્ટનાં ડોક્ટર જે આ મહિલાની સારવાર કરી રહ્યા હતાં તેમનું કહેવું હતું કે તેમની જાણકારીમાં આવું પહેલીવાર થયું હતું કે જરૂરી સારવાર બંધ થયા બાદ સતત વધતી બિમારી ઠીક થઈ ગઈ હોય.

જોકે તમને તમને જણાવી દઈએ કે આ ગોળી રસોઇમાં વપરાતી સામાન્ય હળદર નહોતી પરંતુ તે તેનાથી ખુબ જ અલગ હતી. ૧૦ દિવસની આ ગોળીની કિંમત લગભગ ૪૨૯૭ રૂપિયા હતી. તેમાં રસોઈમાં વપરાતી હળદરની અપેક્ષાએ વધારે માત્રામાં કરક્યુમિન હોય છે. હકિકતમાં કરક્યુમિન એક પ્રકારનું તત્વ છે, જે હળદરમાં મળી આવે છે અને તેનાં કારણે હળદરની ગોળી મહિલાનું કેન્સર ખતમ કરવામાં સફળ સાબિત થઈ.