સાથી મોરનાં છુટા પડવાનું દુઃખ સહન ના કરી શકી મોરની, મોક્ષધામ સુધી કર્યો પીછો, જુઓ ભાવુક કરી દેતો વીડિયો

Posted by

જીવનમાં દરેક વ્યક્તિને એક મિત્રની જરૂર હોય છે. એકલું જીવન પસાર કરવું ખુબ જ કંટાળાજનક હોય છે. જ્યારે કોઈ સાથી સાથે હોય છે તો જીવન ખુબ જ સુખમય રીતે પસાર કરી શકાય છે. આ જ કારણ છે કે મનુષ્ય હોય કે જાનવર દરેક લોકો જોડામાં રહેવાનું પસંદ કરે છે પરંતુ જ્યારે તમારા કોઈ સાથીનું મૃ-ત્યુ થઈ જાય છે તો તેનાથી છુટા પડવાનાં દુઃખને શબ્દોમાં વ્યક્ત કરી શકાતુ નથી. સાથી થી છુટા પડવાનું દુઃખ માત્ર મનુષ્યને જ નહી પરંતુ જાનવર અને પક્ષીઓને પણ થાય છે.

મૃત સાથી નો મોક્ષ ધામ સુધી પીછો કરતો રહ્યો મોર

સોશિયલ મીડિયા પર હાલનાં દિવસોમાં એક ભાવુક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક મોર પોતાનાં સાથી મોરનાં મૃ-ત્યુથી ખુબ જ દુ:ખી દેખાઈ રહ્યો છે. તેને હજુ પણ વિશ્વાસ આવી રહ્યો નથી કે તેનો સાથી હવે આ દુનિયામાં નથી. દુઃખ થી ભરપુર આ મોર પોતાના સાથી મોરને એક ક્ષણ માટે પણ છોડવા માટે તૈયાર હોતો નથી.

વીડિયોમાં જોઇ શકાય છે કે બે યુવકો આ મૃ-ત મોરને મોક્ષધામ તરફ લઈ જઈ રહ્યા છે. તેવામાં જીવિત મોર તેમની પાછળ-પાછળ મોક્ષ ધામ સુધી જાય છે. કદાચ તેનાં મનમાં હજુ પણ આશાનું એક કિરણ જીવિત છે. તે વિચારી રહ્યું છે કે કદાચ તેનો સાથી ફરીથી ઊભો થઈ જશે. તેની સાથે ફરીથી ઉડાન ભરશે પરંતુ અફસોસ એવો કોઈપણ ચમત્કાર થતો નથી.

મોર નો ભાવુક કરવાવાળો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Bishnoiofficiai નામનાં આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. તેમણે વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, સાથી સાથ છોડીને સ્વર્ગવાસ ચાલ્યો. મોક્ષ ધામ સુધી સાથે જતો રાષ્ટ્રીય પક્ષી મોર, પક્ષી હોવા છતાં પણ મિત્રનાં છુટા પડવાનું અસહનીય દુઃખ, આ દ્રશ્ય જોઈને દરેક લોકો ભાવુક થઈ ગયાં. રાષ્ટ્રીય પક્ષી મોરરાજાને ભાવભીની શ્રદ્ધાંજલી”.

લોકો થયા ભાવુક


આ વીડિયોને જોઈને ઘણા લોકો ભાવુક થઇ રહ્યા છે. તેઓ તેનાં પર કોમેન્ટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “ભીની આંખ”. વળી બીજા યુઝરે કહ્યું કે, “પ્રેમભાવ પક્ષીથી વધારે સારું કોઈ જાણતું નથી, આ રીતે ના લઇ જાવ, રાષ્ટ્રીય પક્ષી છે, તિરંગાથી સન્માન થાય છે, અંતિમયાત્રામાં”.