સત્યનારાયણની કથામાં આ ૩ લોકોને ક્યારેય બોલાવવા ના જોઈએ, ફાયદાની જગ્યાએ થાય છે નુકશાન

ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ હંમેશા જાળવી રાખવા માટે ભગવાનના પૂજા પાઠ હંમેશા કરતા રહેવું જોઈએ. તેના માટે લોકો અલગ-અલગ ભગવાનમાં માનતા હોય છે. કહેવામાં આવે છે કે જો તમે તમારા ઘરમાં ભગવાનને નિવાસ કરાવવા માંગતા હોય તો ઘરનું વાતાવરણ શુદ્ધ, સકારાત્મક અને પવિત્ર હોવું ખૂબ જ જરૂરી છે. ત્યારે જ તમારા ઘરમાં પૈસા અને સુખ બંને આવે છે. આ કામમા ઘરની અંદર સત્યનારાયણની કથા કરાવવી ખૂબ જ લાભકારી હોય છે.

વિષ્ણુજીના નામની સત્યનારાયણ કથા કરાવવાથી ઘરમાં પોઝિટિવ વાતાવરણ બને છે. એક સકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશે છે. જેનાથી વિષ્ણુ ભગવાન સહિત તેમની પત્ની લક્ષ્મીજીનું પણ ઘરમાં આગમન થાય છે. જ્યાં એક બાજુ વિષ્ણુજી તમારા ભાગ્યને ઉજ્જવળ કરવાનું કાર્ય કરે છે તો વળી બીજી તરફ માં લક્ષ્મી તમારા ઘરમાં બરકત અને ધનની આવકને ક્યારેય પણ અટકવા દેતા નથી. કહેવાય છે કે ઘરમાં સુખ અને ધન માટે દર ત્રણ-ચાર મહિને એકવાર સત્યનારાયણની કથા અવશ્ય કરાવવી જોઈએ.

જો તમે સત્યનારાયણની કથા કરાવી રહ્યા હોય તો તમારે અમુક વિશેષ વાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. જેમકે ઘરમાં કથા સાંભળવા આવેલા મહેમાનોને ચા અને નાસ્તો જરૂર કરાવવો જોઈએ. કથા કરનાર પંડિતજીને ભોજન અવશ્ય કરાવવું જોઈએ અને દક્ષિણા સ્વરૂપે પૈસા પણ આપો. તેની સાથે જ તમારા ઘરની સાફ સફાઇ પણ કરી લો. ખાસ કરીને જે રૂમમાં સત્યનારાયણની કથા કરવાની હોય તેને ગંગાજળથી શુદ્ધ કરો અને ત્યાં કચરા પોતા પણ અવશ્ય કરો. તેના સિવાય તમારે કથામાં અમુક ખાસ લોકોને બોલાવવા ના જોઈએ. જો તમે તેમને કથામાં બોલાવો છો તો તમારે ફાયદો થવાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે.

નશો કરનાર વ્યક્તિને

જ્યારે પણ ઘરમાં સત્યનારાયણની કથા કરાવો છો તો કોઈ નશો કરનાર વ્યક્તિને ભૂલથી પણ ના બોલાવો. ખાસ કરીને તે વ્યક્તિ જે દારૂના નશામાં હોય અને સીધો જ કથામાં આવીને બેસી જાય. સાથે જ સિગરેટ-બીડી પીવા વાળા લોકોને પણ સ્પષ્ટ જણાવી દો કે કથા દરમ્યાન તમારા ઘરમાં ધુમ્રપાન ના કરે. જો આ ચીજો સત્યનારાયણ કથા દરમિયાન થાય છે તો તેની નકારાત્મકતાથી ભગવાન તમારા ઘરે પધારશે નહી. જેનાથી તમને ફાયદો ઓછો અને નુકસાન વધારે થઈ શકે છે.

માસિક ધર્મ વાળી મહિલાઓને

હિન્દુ ધર્મની માન્યતાઓના અનુસાર જ્યારે કોઈ મહિલા માસિક ધર્મમાં હોય છે તો તે ભગવાનના પૂજા પાઠ કરી શકતી નથી. તેવામાં જો કોઇ મહિલાને માસિક ચાલી રહ્યું હોય તો તેમને ઘરની સત્યનારાયણ કથામાં ના બોલાવો તો જ સારું રહેશે.

શાંતિ ભંગ કરનાર વ્યક્તિને

પૂજાપાઠની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થવી જોઈએ. તેવામાં જો કોઈ વ્યક્તિ એક જગ્યાએ શાંતિથી બેસી શકતો નથી, હંમેશા ઝઘડો કરતો રહે છે, બૂમો પાડતો રહે છે તો તેને આ કથામાં ના બોલાવો તો જ વધારે સારું રહેશે. જો કથા દરમિયાન તેમણે આદતથી મજબુર થઈને શાંતિ ભંગ કરી અથવા તો કોઈ ખોટું કામ કર્યું તો તમારી કથા વ્યર્થ બની જાય છે.