સૌદેબાજી ગીત પર બાળકીએ કરેલ ડાન્સનો વિડીયો થયો વાયરલ, ૧૪ લાખથી પણ વધારે વખત જોવાઈ ચૂક્યો છે આ વિડિયો

Posted by

જ્યારથી લોકોએ સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી જ અહીંયા ડાન્સ વિડિયોઝની ભરમાર છે. એક તરફ જોવામાં આવે તો સોશિયલ મીડિયા પોતાની અંદર છુપાયેલ ટેલેન્ટને લોકોની સામે લાવવાનું સૌથી સારું માધ્યમ છે. તેનાથી તમે ખૂબ જ જલ્દી ફેમસ પણ થઇ જાવ છો. સૌથી મોટી વાત એ છે કે ગામડામાં કે દૂરના વિસ્તારમાં રહેલ વ્યક્તિ પણ ઇન્ટરનેટના માધ્યમથી પૂરી દુનિયાને પોતાનું ટેલેન્ટ બતાવી શકે છે.

તેવામાં આજે અમે તમને એક નાની બાળકીનો ડાન્સ વિડિયો બતાવવા જઈ રહ્યા છીએ. આ ડાન્સમાં બાળકીએ પોતાના ચહેરાની સાથે ખૂબ જ સારા એક્સપ્રેશન આપ્યા છે. હવે આ બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વિડીયોને ૧૪ લાખથી વધારે વખત જોવાઈ ચૂક્યો છે. તેના વ્યુઝ પણ સતત વધી રહ્યા છે.

આ વીડિયોમાં એક બાળકી “આક્રોશ” ફિલ્મના સૌદેબાજી ગીત પર ખૂબ જ શાનદાર એક્ટિંગ કરી રહી છે. દિલચસ્પ વાત એ છે કે આ બાળકી પુરા ગીત દરમિયાન જમીન પર બેસેલી છે પરંતુ તેમ છતાં પણ તેમણે ફક્ત પોતાના ચહેરાના હાવભાવ અને હાથના એક્શનથી આ ડાન્સમાં જીવ ફૂક્યો છે. આ વીડિયોમાં બાળકીએ એક સુંદર ડ્રેસ પહેર્યો છે, જે દેખાવમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

સોશિયલ મીડિયા પર લોકોને આ બાળકીનો “સૌદે બાજી” ગીત પર ડાન્સ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. લોકો આ વીડિયો પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને સિયા મકવાણાએ શેર કર્યો છે. જે લોકો પણ આ વીડિયોને એકવાર જુએ છે તે તેમને વારંવાર લૂપમાં જોવાનું પસંદ કરે છે. ડાન્સની સાથે સાથે બાળકી પારંપારિક પોશાકથી પણ લોકોનું દિલ જીતી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Siya Makwana (@sassy_siya30)

જો કે તમને લોકોને આ બાળકીનો ડાન્સ કેવો લાગ્યો તે અમને જરૂર જણાવશો. જો તમારા બાળકમાં પણ આ પ્રકારનું ટેલેન્ટ હોય તો તમે પણ તેમને બધાની સાથે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *