સવારે ખાલી પેટ એક ગ્લાસ હૂંફાળું પાણી પીવાથી શરીરને થાય છે આ ૭ લાભ

પાણી આપણા માટે અમૃત સમાન હોય છે. એ તો બધા જ લોકો જાણે પણ છે. આ સંદર્ભમાં એક નિવેદન, જળ એજ જીવન છે. એ જાણીતું પણ છે અને સત્ય પણ. જો કે માનવ શરીરનો ૭૧% ભાગ પાણીથી જ નિર્મિત હોય છે. શરીરમાં તેનું સ્તર સંતુલિત ના હોય તો ઘણી પ્રકારની બિમારીઓ થવા લાગે છે. આયુર્વેદમાં પાણી પીવાના સંબંધમાં અમુક ખાસ નિયમ અને મહત્વ જણાવવામાં આવ્યા છે. તેના અનુસાર જો આપણે આપણા દિવસની શરૂઆત સવારે ખાલી પેટે પાણી પી ને કરીએ છીએ તો તે અત્યંત હિતકારી સાબિત બતાવવામાં આવ્યું છે. તેનાથી એક નહીં પરંતુ અનેક લાભ થાય છે. આગળ આ આર્ટીકલમાં અમે તમને તેના મહત્વપૂર્ણ ફાયદાઓ વિશે જણાવીશું.

પેટની ગંદકી કરે છે સાફ

સવાર સવારમાં ખાલી પેટે પાણી પીવું આપણા પાચનતંત્ર માટે ખૂબ જ લાભકારી હોય છે. તે આપણા પેટ અને આંતરડાની સફાઈ કરવાનું કામ કરે છે કારણ કે ભોજનનાં પાચન બાદ તેના બચેલા અમુક અંશ આંતરડામાં ફસાયેલા રહે છે. જો તે સાફ ના થાય તો બાદમાં તકલીફ થઈ શકે છે. તેવામાં સવાર સવારમાં ખાલી પેટ પાણી પીવામાં આવે તો બચેલા અંશ મળ ત્યાગનાં સમયે સરળતાથી બહાર નીકળી જાય છે.

ઝેરીલા પદાર્થ બહાર કરે

સવારે ખાલી પેટે પીધેલું પાણી આંતરડાની સફાઈની સાથે સાથે આપણા શરીરના ઝેરીલા પદાર્થોને બહાર કરે છે. તેના સિવાય જ્યારે આપણે ખાલી પેટ પાણી પીએ છીએ તો આપણા મોઢામાં તાજી લાળ એટલે કે સલાઈવા પાણીનાં માધ્યમથી આપણા પેટમાં જાય છે, જે આપણા પાચનતંત્ર માટે એંજાઇમનું કામ કરે છે. તે આપણી ભૂખને વધારવામાં મદદ કરે છે. સાથે જ સવારે ખાલી પેટ પાણી પીવાથી આપણું લીવર પણ એકદમ સ્વસ્થ રહે છે.

ચરબી, પિત્ત અને કફ નિયંત્રણ

ખાલી પેટ પાણી પીવાનો એક લાભ એ પણ છે કે તેનાથી આપણા શરીરના ત્રણ વિકાર ચરબી, પિત્ત અને કફ વગેરે નિયંત્રિત થઈ જાય છે, જેનાથી આપણું શરીર મોટાભાગની બીમારીઓથી દૂર રહે છે. જો આપણે આ નિયમપૂર્વક દરરોજ ખાલી પેટ એક ગ્લાસ પાણી, થોડું હૂંફાળું હોય તો ઉત્તમ, પીએ તો તેનાથી પાચનતંત્રની અન્ય ઘણી સમસ્યાઓ જેવી કે કબજિયાત, એસીડીટી, અપચો તથા ગેસ વગેરે સારું થઈ જાય છે. તેની સાથે જ જો કોઇ વ્યક્તિનાં નિત્યક્રમમાં અનિયમિતતા આવી ગઈ હોય તો તે વિકાર પણ દૂર થઈ જાય છે.

શરીરને રીહાઇડ્રેટ કરીને તરોતાજા બનાવે

રાત્રે ભોજન કર્યા બાદ જ્યારે આપણે પાણી પી ને સુઈ જઈએ છીએ તો ત્યારબાદ ઘણા સમય સુધી આપણું શરીર પાણી વગર રહી જાય છે. તેવામાં સવારે તાત્કાલિક શરીરમાં પાણીની પૂર્તિ કરવી આવશ્યક હોય છે કારણ કે દિવસનાં કાર્યો માટે આપણા શરીરને પર્યાપ્ત ઉર્જાની આવશ્યકતા હોય છે. તેની શરૂઆત આપણે સવાર સવારમાં ખાલી પેટ પાણી પીવાથી કરી શકીએ છીએ, તેનાથી આપણું શરીર પુનઃ હાઇડ્રેટ થઇ જાય છે અને દિવસભર તાજગી બની રહે છે. સાથે જ આવું કરવાથી આપણા શરીરની પાચનક્રિયા નિર્બંધ રૂપથી ચાલતી રહે છે.

મેટાબોલિઝમ સુધારે અને વજન ઘટાડો

જો આપણે સવારે આપણા દિવસની શરૂઆત ખાલી પેટ પાણી પીવાથી કરીએ તો તેનાથી આપણા શરીરનું મેટાબોલિઝમ પણ સંતુલિત રહે છે. મેટાબોલિઝમ શરીરની રસ પ્રક્રિયાઓનાં સંચાલનને કહે છે. જેનું સંતુલિત રહેવું ખૂબ જરૂરી હોય છે. તે આપણા શરીરના લોહીના પરિભ્રમણને સારુ કરવામાં પણ મદદ કરે છે. તેની સાથે સાથે પેટમાં જમા થવાવાળા વધારાની ચરબીને સાફ કરીને અને શરીરની વધારાની ચરબીને સમાપ્ત કરીને વજન ઓછું કરવામાં પણ સહાયતા કરે છે. સાથે જ સવારે ખાલી પેટ પાણી આપણી માંસપેશીઓને મજબૂત બનાવવામાં અને નવીન કોશિકાઓનાં વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

શરીરમાંથી ટોક્સિન્સની સફાઈ

આપણે આપણા ભોજનમાં ઘણા પ્રકારની વાનગીઓ સામેલ કરીએ છીએ, તેનાથી ઘણીવાર ભોજનના માધ્યમથી શરીરમાં અમુક રાસાયણિક તત્વો અને ટોક્સિન્સ વગેરે પ્રવેશ કરી જાય છે, જે આપણા લોહીમાં ભળીને આપણને બિમાર પણ કરી શકે છે. તેવામાં સવારે ખાલી પેટ પાણી પીવું આપણા માટે ઘણું લાભકારક હોઈ શકે છે કારણ કે આ બધું ઝેરીલા પદાર્થ કે ટોક્સિન લોહીમાં ભળતા પહેલા જ સાફ થઈ જાય છે.

એજીંગને રોકે

સવારે-સવારે ખાલી પેટ પાણી પીવું આપણી સ્કિન માટે પણ ઘણું સારું હોય છે. તેનાથી આપણી ત્વચા ચુસ્ત અને ચમકતી બનાવે છે. જોકે સવારે ખાલી પેટ પાણી પીવાથી બોડી સેલ્સ તરત જ હાઇડ્રેટ થઇ જાય છે. તેનાથી આપણી ત્વચા પર કરચલી પડતી નથી. આ રીતે તે એજિંગની પ્રક્રિયાને પણ ધીમી કરે છે.

ધ્યાન આપો

તો હવે તમે જાણી ગયા હશો કે સવાર સવારમાં ખાલી પેટ પાણી પીવું કેટલું ફાયદાકારક રહે છે પરંતુ તેની સાથે જ અમુક વાતોનું પણ ધ્યાન રાખવું આવશ્યક હોય છે. જેમ કે પાણી વધારે ઠંડુ હોવું ના જોઈએ અને ના વધારે ગરમ, નોર્મલ હોય કે પછી થોડું હૂંફાળું. સાથે જ તમે એ પણ ધ્યાન રાખો કે સવારે જ્યારે પણ તમે પાણી પીવો છો તો તેને ઉતાવળમાં પીવાની જગ્યાએ આરામથી ધીરે ધીરે પીવું જોઈએ નહિતર તેનાથી પેટમાં ઈજા થવાની સંભાવના પણ રહે છે. આ સિવાય માત્રાનું પણ ધ્યાન રાખો. જો તમને સવારમાં ખાલી પેટે પાણી પીવાની આદત નથી તો થોડું થોડું પીવાની શરૂઆત કરો. બાદમાં તમે તેની માત્રા ૧ લીટર સુધી વધારી શકો છો.