સાવધાન… બાળકોમાં દેખાય છે આવા લક્ષણો તો હોઈ શકે છે ડાયાબિટીસ, આ વાતોનું રાખો વિશેષ ધ્યાન

Posted by

ડાયાબિટીસ એટલે શુગર, હાલનાં દિવસોમાં તે સામાન્ય બિમારી બની ચૂકી છે. પહેલાં જ્યાં વડીલ લોકો અને વૃદ્ધોમાં આ સમસ્યા જોવા મળતી હતી. જ્યારે હવે બાળકો પણ ડાયાબિટીસનો શિકાર થવા લાગ્યા છે. આમ તો સામાન્ય રીતે લોકોને બાળકોમાં આવી સમસ્યાનો અંદેશો હોતો નથી, તેવામાં સમય રહેતાં જ તેમને ઓળખી ના શકીએ તો તે કારણે તેનો ઉપચાર પણ થઈ શકતો નથી, જેના કારણે ત્યારબાદ આ સમસ્યા ગંભીર રૂપ લઈ લે છે. એટલા માટે જરૂરી હોય છે કે બાળકોમાં પણ તેના લક્ષણની ઓળખ સમય પર કરવામાં આવે તો તેના અનુસાર જરૂરી સારવાર કરી શકાય. આજે અમે બાળકોમાં જોવા મળતા તે લક્ષણો વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે ડાયાબિટીસ હોવાની તરફ ઈશારો કરે છે.

હકિકતમાં જ્યારે શરીરની અંદર બીટા- કોશિકાઓનું નિર્માણ ઓછું થવાના કારણે શરીરમાં ઇન્સ્યુલિન બનવાનું બંધ થઇ જાય છે. તો તેના કારણે શુગર લેવલ વધવા લાગે છે, જેને ડાયાબિટીસના રૂપમાં જાણવામાં આવે છે. ડાયાબિટીસની બીમારી એટલી વધારે ઘાતક હોય છે કે જેના કારણે બાળકોની આંખો અને કિડની પર પણ ખરાબ અસર પડી શકે છે. એટલા માટે સમય રહેતા જ તેમની ઓળખ કરવી ખૂબ જ જરૂરી હોય છે. તો ચાલો જાણી લઈએ તે લક્ષણોનાં વિશે જેનાથી બાળકોમાં મધુપ્રમેહની ઓળખ કરી શકાય છે.

હકિકતમાં જ્યારે બાળકોનાં શરીરમાં શુગર લેવલ વધી જાય છે તો તેના કારણે તેમને ઘણી તરસ લાગે છે. તેવામાં તેમની ઇચ્છા પાણી પીવાની સાથે કોલ્ડડ્રીંકસ પીવાની પણ થાય છે. એટલા માટે જો તમારા બાળકને વારંવાર તરસ લાગતી હોય અને તે પાણી કે કોલ્ડડ્રિંકસની ડિમાન્ડ કરી રહ્યા હોય તો એકવાર બાળકનાં શુગર લેવલની તપાસ જરૂર કરાવી લો.

જ્યારે બાળકોને વધારે તરસ લાગે છે અને વધારે માત્રામાં પાણી પીવે છે તો સામાન્ય વાત છે કે તેને પેશાબ પણ વારંવાર લાગશે. તેવામાં દરેક માં-બાપે આ વિશે સાવધાન રહેવું જોઈએ.

ડાયાબિટીસ હોવાની સ્થિતિમાં બાળકને ઘણી વધારે ભૂખ પણ લાગે છે. એટલા માટે તમારા બાળકની ભૂખ સામાન્યથી વધારે દેખાઈ રહી હોય તો હોઈ શકે છે કે તેને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય.

જ્યારે ડાયાબિટીસથી પીડિત બાળકો માટે ઇન્સ્યુલિન બનતું નથી, તેવામાં તેમની ઉર્જા પણ જલ્દી ખતમ થઇ જાય છે અને તે હંમેશા થાકેલા દેખાય છે. એટલા માટે જો તમારું બાળક થોડું વધારે ભાગદોડ અને રમવાથી થાકી જાય છે તો તમારે તેના શુગરની તપાસ કરાવી લેવી જોઈએ.

ડાયાબિટીસના કારણે નાના બાળકોમાં ઈસ્ટ સંક્રમણ પણ થઈ શકે છે. તેવામાં જો શિશુ ડાયપર પહેરતા હોય તો ઈસ્ટનાં કારણે તેમને ઇજા થઈ શકે છે.

ડાયાબિટીસથી પીડિત બાળક કેટલું પણ ખાવાનું ખાઈ લે પરંતુ તેનું વજન વધવાની જગ્યાએ ઓછું થાય છે. ડાયાબિટીસથી ગ્રસ્ત બાળકોનું આ સૌથી સામાન્ય લક્ષણ છે.

માતા-પિતાએ રાખવું આ વાતોનું ધ્યાન

તેવામાં જો તમે તમારા બાળકમાં આ લક્ષણો શરૂઆતના સમયમાં જ ઓળખી લો છો તો તમારું બાળક જલ્દીથી આ સમસ્યામાંથી મુક્ત થઈ શકે છે. હકીકતમાં ડાયાબિટીસમાં દેખભાળ અને પરેજીની ખાસ જરૂરિયાત હોય છે. એટલા માટે ડાયાબિટીસની ઓળખાણ થયા બાદ સમય-સમય પર બાળકનું બ્લડ સુગર ટેસ્ટ કરાવતાં રહો અને તેના અનુસાર ઇન્સ્યુલિન આપતા રહો. સાથે જ ડાયાબિટીસમાં બાળકોને સમયસર ભોજન જરૂર કરાવવું અને તેમાં પૌષ્ટિક આહાર સામેલ કરો. આ સિવાય બાળકોને નિયમિત રૂપથી વ્યાયામ પણ જરૂર કરાવો.