સાવધાન : સવારે ઊઠતાની સાથે જ જો તમે પણ કરો છો મોબાઈલનો ઉપયોગ તો થઈ શકે છે…

Posted by

આપણો મોબાઇલ આપણા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે. જણાવી દઈએ કે દરેક નાના-મોટા કામ માટે આપણને આપણા મોબાઈલની જરૂર પડતી હોય છે. આપણે દરેક સમયે પોતાનો મોબાઇલ પાસે જ રાખતા હોઈએ છીએ. તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાભરમાં ૬૧ ટકા લોકો સવારે ઉઠતા જ સૌથી પહેલાં પોતાનો મોબાઈલ ચેક કરતા હોય છે. એક સર્વેમાં તેમનો ખુલાસો થયો છે. આ સર્વેના અનુસાર સ્માર્ટફોનનો ઉપયોગ કરનાર મોટાભાગના લોકો માટે તેમના રોજિંદા જીવનમાં પહેલું અને છેલ્લું કામ ફોન ચેક કરવાનું હોય છે. તે સવારે ઉઠ્યા બાદ સૌથી પહેલું કામ અને રાતે સુતા પહેલા છેલ્લું કામ ફોન ચેક કરવાનું કરવાનું હોય છે.

એક કલાકમાં ૯૬ ટકા લોકો ચેક કરે છે મોબાઇલ

એક સર્વેના અનુસાર ૬૧ ટકા લોકોનું કહેવું છે કે સવારે સુઈને ઊઠ્યા બાદ તે માત્ર પાંચ મિનિટની અંદર જ પોતાનો ફોન ચેક કરતા હોય છે. પરંતુ આ અવધિ ૩૦ મિનિટ સુધી થવા પર આ ટકાવારીમાં વધારો થઈને ૮૮ ટકા થઇ જાય છે. આ રીતે દરેક વ્યક્તિ સવારે ઊઠ્યાના એક કલાકની અંદર લગભગ ૯૬ ટકા લોકો પોતાનો ફોન ચેક કરી લેતા હોય છે.

સુતા પહેલા ૧૫ મિનિટ ચેક કરે છે મોબાઈલ

એક સર્વેમાં સુતા પહેલા ફોન ચેક કરવાના વિશે પણ એવી જ એક ચોંકાવનારી વાત સામે આવી છે. આ સર્વેમાં જોડાયેલા ૭૪ ટકા લોકોનું કહેવું છે કે સુવાના ૧૫ મિનિટ પહેલા તે પોતાનું છેલ્લું કામ પોતાનો ફોન ચેક કરવાનું કરે છે.

આજકાલ લોકો ક્યારેય એકલા હોતા નથી. ભલે તે પછી મેટ્રોમાં હોય, બસમાં હોય કે પછી ઘરમાં હોય, હંમેશા તેમની સાથે તેમનો મોબાઈલ જરૂર હોય છે. લોકો જ્યારે પણ ફ્રી હોય છે ત્યારે તે હંમેશાં મોબાઇલમાં કંઈક ને કંઈક કરતાં જરૂર નજરે આવે છે. એવું પણ કહી શકીએ કે વર્તમાન સમયમાં મોબાઈલ વ્યક્તિનો સૌથી સારો મિત્ર બની ગયો છે.

હંમેશા લોકોને સવારે ઉઠતા જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ જેવા કે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ અથવા તો મેલ ચેક કરવાની આદત હોય છે. હાલમાં જ સામે આવેલી એક શોધમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ શોધમાં સામે આવ્યું છે કે સવારે ઉઠતાં જ ફોનની તપાસ કરવી તમારા મગજ પર ખરાબ અસર કરે છે.

આ સર્વેમાં જણાવે છે કે ૪૬ થી ૬૧ ટકા લોકો બેડ પરથી બહાર નીકળતા પહેલા અથવા તો સવારે ઉઠતાંના પાંચ મિનિટની અંદર જ પોતાનો ફોન ચેક કરતા હોય છે. તમે દિવસની શરૂઆતમાં સૌથી પહેલા ફોન ચેક કરો છો તો તેનાથી તમારું માઈન્ડ ડિસ્ટર્બ થઈ શકે છે. કદાચ તમને સવારે ઉઠતા જ એવા સમાચાર સાંભળવા મળે જેની અપેક્ષા કરી ના હોય તેનાથી તમે તણાવમાં આવી શકો છો.

કોઈ વ્યક્તિનો કોઈ મેસેજ તમને સવારે ઉઠતાની સાથે જ કોઈ તણાવની સ્થિતિમાં નાખી શકે છે. હાલમાં જ કરવામાં આવેલ એક સર્વેના અનુસાર સવારની શરૂઆત મોબાઈલથી કરવી ના જોઈએ. તેનાથી ઘણા પ્રકારની મગજની પરેશાની થઇ શકે છે. આવું કરવાથી સ્ટ્રેસ અને એંગ્જાઇટી લેવલ વધે છે. સવારે ઉઠીને ફોન ચેક કરવાની જગ્યાએ તમારે અન્ય ગતિવિધિઓ પર વિચાર કરવો જોઈએ. સવારે ઊઠતાની સાથે સૌથી પહેલા ગરમ પાણી પીવું જોઈએ. તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. મોબાઈલને રાતે સુતા પહેલા પોતાનાથી દૂર રાખીને જ સૂવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *