દિવાળીનાં દિવસે આ ૪ વસ્તુઓનું ગુપ્તદાન કરવાથી માતા લક્ષ્મી ૧૦ ગણું ફળ આપે છે, ચમકી જશે તમારું ભાગ્ય, પૈસાનો વરસાદ થશે

દિવાળીનો તહેવાર આખા દેશમાં ધામધુમ સાથે ઉજવવામાં આવશે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રીરામ અયોધ્યા પાછા ફર્યા હતાં અને અયોધ્યાવાસીઓએ દિવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું. તમને સારી રીતે ખબર હશે કે હિન્દુ ધર્મ દાન-પુણ્ય સમાન છે એટલા માટે લોકો દાન આપવાથી ક્યારેય પણ અચકાતા નથી પરંતુ ખાસ અવસર પર દાન કરવાથી પુણ્ય બે ગણું થઈ જાય છે અને તે ખુબ જ શુભ સંદેશ પણ લાવે છે.

દિવાળીનાં દિવસે કરો ગુપ્ત દાન

તમને કદાચ એક માન્યતા વિશે પણ ખબર હશે કે દિવાળીનાં દિવસે અમુક વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે પરંતુ તે કોઈને કહ્યા વગર કરવું જોઈએ. સરળ અર્થ છે કે દિવાળીનાં દિવસે અમુક વસ્તુઓનું ગુપ્ત દાન કરવાથી તમારું ઘર સુખ-સમૃદ્ધિ, લક્ષ્મીનો વાસ અને ખુશીઓથી ભરાઈ જાય છે. તો ચાલો જાણી લઈએ કે તે કઈ વસ્તુઓ છે, જેનું ગુપ્તદાન કરવાથી પરિવારમાં સુખ-શાંતિ રહે છે.

અન્નદાન

દિવાળીનાં દિવસે ગુપ્ત અન્નદાન કરો. જ્યોતિષશાસ્ત્રમાં અન્નદાન વિશે ઘણું બધું જણાવવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે કોઈ જરૂરીયાતમંદ કે ગરીબને અન્નદાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ માતા લક્ષ્મીની સાથે-સાથે માતા અન્નપુર્ણાની પણ કૃપા થાય છે.

વસ્ત્રદાન

દિવાળીનાં દિવસે વસ્ત્રદાન કરો. જે રીતે એક વ્યક્તિનાં જીવન માટે અન્ન અને જળ જરૂરી હોય છે, એવી જ રીતે તેને શરીર ઢાંકવા માટે કપડાની જરૂર છે એટલા માટે દિવાળીનાં દિવસે જરૂરિયાતમંદ કે ગરીબને વસ્ત્રદાન કરો. તેનાં વિશે કોઈને પણ જણાવવું ના જોઈએ.

સાવરણીનું દાન

માન્યતા અનુસાર દિવાળીનાં દિવસે કોઈ ધાર્મિક સ્થળ કે પછી મંદિરમાં જઈને નવી સાવરણીનું દાન કરવું જોઈએ. ત્યારબાદ તેનાં વિશે કોઈને પણ ના જણાવવું જોઈએ. માનવામાં આવે છે કે સાવરણીમાં માતા લક્ષ્મી નિવાસ કરે છે એટલા માટે તેનું દાન કરવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

દાન

દિવાળીનાં દિવસે જળદાન કરો. શાસ્ત્રોમાં તરસ્યાને પાણી પીવડાવવું મોટું કામ માનવામાં આવે છે એટલા માટે ક્યારેય પણ કોઈ તરસ્યાને પાણી પીવડાવવાની મનાઈ ના કરવી જોઈએ. એટલા માટે દિવાળી પર જળનું ગુપ્તદાન જરૂર કરવું.