પત્નિ : જુઓ છાપામાં દારૂ પીવાથી થતાં કેટલા બધા નુકશાન લખ્યા છે અને તમે રાત-દિવસ નશામાં જ રહો છો. પતિ : બસ, બહુ થયું, કાલથી બિલકુલ બંધ. પત્નિ : (ખુશ થઈને) સાચે જ, કાલથી દારૂ પીવાનુ બંધ કરી દેશો?. પતિ : ના, કાલથી…

જોક્સ
ભાગ્યશાળીનો મતલબ મળી ગયો.
જેનાં નસીબમાં સાળી હોય એ ભાગ્યશાળી.

જોક્સ
કોઈએ સાચું જ કહ્યું છે કે, પતિ:પત્નિનાં વિચારોમાં જમીન:આકાશનું અંતર હોય છે.
પતિ ના ૫ મિસકોલ જોઈને પત્નિ વિચારે છે કે, ખબર નહિ શું થયું હશે?.
પત્નિનાં ૫ મિસકોલ જોઈને પતિ વિચારે છે કે, ખબર નહિ આજે મારું શું થશે?.

જોક્સ
પિતા તેના બે પુત્રો જોડે ટીવી જોઇ રહ્યા હતાં.
પિતા : બેટા પાણી લઇ આવને.
મોટો પુત્ર : ના હું નહીં જઉં.
નાનો પુત્ર : શું પપ્પા તમે પણ કોને કહો છો?. તે નહીં લાવે તમે જ લઇ આવો અને મારા માટે પણ એક ગ્લાસ લઇ આવજો.

જોક્સ
બળદ અને વાઘ દારૂ પીવા બેઠા. બે પેગ પુરા થયા પછી વાઘ ઉઠયો.
બળદ : અરે, આટલી જલ્દી?. થોડું પી હજી?.
વાઘ : ના ભાઇ, તારે તો ઠીક છે. તારા ઘરે ગાય છે. મારા ઘરે વાઘણ છે.

જોક્સ
મોનુ : યાર તારા તો લગ્ન થઈ ગયા છે એટલે તને તો ખબર જ હશે કે લગ્ન પછીનું જીવન કેવું હોય છે?. મને થોડી ટીપ્સ આપને.
સોનુ : લગ્ન પછીનું જીવન કશ્મીર જેવું હોય છે.
મોનુ : એટલે?.
સોનુ : તેમાં સુંદરતા તો ઘણી બધી હોય છે પણ સાથે તોફાન પણ ઘણા હોય છે.

જોક્સ
“બેસ્ટ ફ્રેન્ડ” અને “જસ્ટ ફ્રેન્ડ”માં શું ફરક હોય છે?.
જ્યારે તમે હોસ્પિટલમાં હોવ છો ત્યારે…
જસ્ટ ફ્રેન્ડ : કેવી છે તબિયત?.
બેસ્ટ ફ્રેન્ડ : કેવી છે નર્સ?.

જોક્સ
સાઈકિયાટ્રિસ્ટ : જુઓ બહેન, પતિ પર ગુસ્સો આવતો હોય તો ગુસ્સો ઠાલવતો એક લેટર લખી નાખવાનો અને પછી એને સળગાવી નાખવાનો.
મહિલા : ઓકે, પણ પછી લેટરનું શું કરવાનું?.

જોક્સ
પત્નિ : મારું અડધું માથું દુઃખી રહ્યું છે. ડોક્ટરને બતાવવું પડશે.
પતિ : જેટલું છે એટલું જ દુઃખે ને, એમાં ડોક્ટરને શું બતાવવું.
(હવે પતિ નું આખું શરીર દુઃખી રહ્યું છે.)

જોક્સ
સંતા: બંતા, તું મને ૪ વાગ્યે લુધિયાણા આવે ત્યારે ઉતારી દેજે. હું ના જાગુ તો જબરદસ્તી મને નીચે ઉતારી દેજે.
સવારે ૮ વાગે સંતા જાગ્યો તેણે જોયું કે તે હજુ પણ ટ્રેનમાં છે અને ટ્રેન અમૃતસર પહોંચી ગઇ છે. તેણે બંતાને ખુબ જ ગાળો આપી.
બંતાના બાજુ વાળાએ પુછ્યું : તું કેમ કંઇ નથી બોલતો?.
બંતા : હું વિચારું છું કે મેં જેને જબરદસ્તી નીચે ઉતારી દીધો તે કેટલી ગાળો આપતો હશે.

જોક્સ ૧૦
નવા પરણેલા દિકરા-વહુને એક જ નાળિયેરમાંથી સ્ટ્રો વડે પીવાનો ફોટો તેમનાં ફેસબુકનાં અપડેટમાં જોઈને પિતા એ દિકરાને મેસેજ કર્યો કે,
“બેટા તમે ફરવા ગયા છો તો જલસાથી રહો, આટલી કરકસર કરવાની જરૂર નથી. હજી તારો બાપ બેઠો છે”.

જોક્સ ૧૧
કોયલે કાગડાને પુછ્યું : તેં હજી સુધી લગ્ન કેમ ના કર્યા?.
કાગડો બોલ્યો : લગ્ન વગર જ જીવનમાં આટલું કાઉ-કાઉ છે, લગ્ન કરી લઈશ તો ખબર નહિ મારું શું થશે?.

જોક્સ ૧૨
ટીચર : મારા પ્રશ્નનો જે જવાબ આપશે તેને હું ૧૦ માર્ક્સ એક્સ્ટ્રા આપીશ.
વિદ્યાર્થી : પુછો કયો પ્રશ્ન છે?.
ટીચર : એ જણાવો કે સૌથી વધારે નકલ ક્યાં થાય છે?.
વિદ્યાર્થી : વોટ્સએપ પર.
ટીચર : શાબાશ, લે આ તારી પુરવણીમાં ૦ ના ૧૦ માર્ક્સ કરી દીધા.

જોક્સ ૧૩
પતિઃ પત્નિ હંમેશા પતિ ને જમાડીને પછી જ કે જમે છે?. ભુખ લાગે ત્યારે જમી લેવું જોઈએ, રાહ જોવાની જરૂર શું છે?.
પત્નિ : તેની પાછળ વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય કારણ છે કે જ્યારે એક વૈજ્ઞાનિક દવા બનાવે છે તો તે સૌથી પહેલાં વાંદરાઓ પર પ્રયોગ કરે છે.

જોક્સ ૧૪
સસરા (જમાઈ ને) : તમે દારૂ પીવો છો, એવું તમે ક્યારેય કીધું નહીં.
જમાઈ : તમારી છોકરી લોહી પીવે છે, એવું પણ તમે ક્યાં કીધું હતું?.

જોક્સ ૧૫
પત્નિ : જુઓ છાપામાં દારૂ પીવાથી થતાં કેટલા બધા નુકશાન લખ્યા છે અને તમે રાત:દિવસ નશામાં જ રહો છો.
પતિ : બસ, બહુ થયું, કાલથી બિલકુલ બંધ.
પત્નિ : (ખુશ થઈને) સાચે જ, કાલથી દારૂ પીવાનુ બંધ કરી દેશો?.
પતિ : ના, કાલથી છાપુ બંધ.

જોક્સ ૧૬
પતિ (પત્નિને) : મેં રાત્રે સપનું જોયુ.
પત્નિ : શુ જોયુ?.
પતિ : કે તું પ્રેમ કરી રહી છે.
પત્નિ : કોને?.
પતિ : એને જ તો હુ ઓળખી ના શક્યો, રાત્રે હું ચશ્મા વગર જ સુઈ ગયો હતો.