સોશિયલ મીડિયા પર ક્યારે અને શું વાયરલ થઈ જાય તે કોઈ કહી શકતું નથી. હાલમાં જ ટ્વિટર પર આવું જ એક દ્રશ્ય સામે આવ્યું છે. આજકાલ અલગ-અલગ બાબાઓની ઘટનાઓ સામે આવતી રહે છે. તેના ઘણા બધા વીડિયો સામે આવે છે, જેને જોઈને લોકો ચોંકી જાય છે. તમે ઘણા પ્રકારના બાબાઓ વિશે સાંભળ્યું હશે. તમે એવા ઘણા બાબાઓના વીડિયો પણ જોયા હશે, જે ઘણીવાર પોતાના કારનામાનાં કારણે આશ્ચર્યચકિત કરી દે છે.
મોટાભાગનાં લોકો પોતાની સમસ્યાઓને ઉકેલવા માટે બાબાઓ પાસે જતા જોવા મળે છે. સાથે જ અનેક બાબાઓ પણ અનેક ચમત્કારોથી પોતાના ભક્તોને પ્રભાવિત કરતા જોવા મળે છે. કોઈ મહિનાઓથી એક જ પગ પર ઉભા રહે છે તો ઘણા સુતા પણ નથી. કોઈ કપડા પહેરતુ નથી તો કોઈ વિવિધ રોગોને મટાડવાનો દાવો કરે છે. આ લિસ્ટમાં એક નવું નામ ઉમેરાયું છે. ટ્વિટર પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક બાબા સળગતા ચુલા પર બેઠેલા જોવા મળી રહ્યાં છે.
વીડિયો જોઈને લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે કારણ કે બાબા લોખંડના સળગતા ચુલા પર બેઠા છે અને નીચે આગ સળગી રહી છે. તમે એટલું સમજી લો કે જો તેના પર રોટલી મુકવામાં આવે તો તે સરળતાથી બની જશે પરંતુ આ બાબાને આગથી કંઈપણ ફરક નથી પડી રહ્યો. ઘણા લોકો તેમની નજીક ઉભેલા જોવા મળી રહ્યાં છે. આ તમામ ભક્તો પણ તેમના આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાબા ધોતી પહેરીને અને બીડી પીતા-પીતા લોકો સાથે વાત કરી રહ્યા છે. લોકોને તેના પર વિશ્વાસ છે અને ઘણા લોકો તેને મળવા પણ આવી રહ્યા છે.
આ વીડિયોને @Liberal_India1 નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જાણકારી મુજબ આ વીડિયો અકોલાનો છે. યુઝરે ક્લિપ શેર કરીને કેપ્શન આપ્યું છે કે, “સ્ટવ પર મટન, મિસાલ, આઈસ્ક્રીમ બાદ હવે બાબા સ્ટવ પર બજારમાં આવી ગયા છે”. અત્યાર સુધીમાં ૬૨ હજારથી પણ વધારે લોકોએ આ વીડિયો જોયો છે. લગભગ બે હજાર લોકોની લાઈક્સ અને લગભગ ૩૦૦ લોકોની કોમેન્ટ્સ પણ આવી છે.
चुलीवरील मटण, मिसळ, आईस्क्रीम नंतर आता मार्केट मध्ये चुलीवरील बाबा आलाय 🤣 pic.twitter.com/NPF3rR3eCU
— Pratik S Patil (@Liberal_India1) March 21, 2023
લોકો આ વીડિયો પર જબરદસ્ત પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “અમારા અકોલા જિલ્લામાં છેલ્લા ૪-૫ વર્ષથી ગુણવંત નામનાં એક બાબા લોકો પાસે આવતા રહે છે. તેનો દરબાર હંમેશા ભરેલો રહે છે. લોકો આ પ્રતિભાના દિવાના છે”. બીજાએ લખ્યું કે, “આ બાબા ખુબ જમવાનું બનાવતા હતાં પરંતુ તે કોને બતાવી રહ્યાં છે?”. જાણકારી અનુસાર આ બાબાને મળવા માટે લોકો દુર-દુરથી આવે છે અને તેમને મોટું દાન આપીને પાછા મોકલી દે છે. દર વર્ષે થોડા દિવસો સુધી આ બાબા ગામડામાં આવે છે અને લોકોને મળે છે.