સેંકડો નોકર હોવા છતાં પણ પોતાનો રૂમ જાતે સાફ કરે છે અંબાણીનાં બાળકો, પોકેટ મની ફક્ત ૫ રૂપિયા, મુકેશ અંબાણીએ જણાવ્યું કારણ

મુકેશ અંબાણી સૌથી અમિર વ્યક્તિ હોવાની સાથે-સાથે એક સફળ ઉદ્યોગપતિ પણ છે અને એક શ્રેષ્ઠ ફેમિલી મેન પણ છે. મુકેશ અંબાણી પોતાની ફેમિલી લાઇફમાં પોતાની પત્ની નીતા અંબાણી માટે યોગ્ય પતિ છે તો વળી પોતાના બાળકો માટે તે એક પરિપૂર્ણ પિતા પણ છે. મુકેશ અને નીતાના ત્રણ બાળકો છે અને તેમના આ ત્રણેય બાળકોની સારસંભાળ એવી રીતે કરી છે કે જે તેમને યોગ્ય વ્યક્તિ બનાવી શકે. જણાવવામાં આવે છે કે નીતા અંબાણી પોતાના બાળકો માટે ખૂબ જ સ્ટ્રિક્ટ છે. વળી મુકેશ અંબાણીએ પણ પોતાના બાળકોનું પાલન પોષણ એવી રીતે કર્યું છે કે જેને સાંભળીને તમે હેરાન રહી જશો.

મુકેશ નીતાએ બાળકોને શીખવ્યા છે અનુશાસનના પાઠ

આમ તો મુકેશ અંબાણી દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાં સામેલ છે પરંતુ તે પોતાના બાળકોને સ્કૂલ મોંઘી ગાડીઓમાં નહીં પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટથી સામાન્ય બાળકોની સાથે અભ્યાસ કરવા માટે મોકલતા હતા કારણ કે બાળકોમાં ક્યારેય પણ અહંકારની ભાવના આવી ના જાય અને તે પોતાને અન્ય બાળકોથી ચડિયાતા ના માની લે તેમજ બાળકો તે દરમિયાન આવતી સમસ્યાઓ અને પરેશાનીઓની સાથે એક સામાન્ય માણસના જીવનને નજીકથી સમજી શકે.

જણાવવામાં આવે છે કે મુકેશ અંબાણી નીતાએ ક્યારેય પણ પોતાના બાળકોને સુખ-સગવડનું જીવન આપ્યું નથી. નોકરોની ભરમાર અને લાખ રૂપિયાની સેલરી મેળવનાર નોકર હોવા છતાં પણ મુકેશ અંબાણીના ત્રણેય બાળકો પોતાના રૂમની સાફ-સફાઈ જાતે કરે છે. એકવાર નીતા અંબાણીએ પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તેમના ત્રણેય બાળકો આકાશ, આનંદ અને ઈશા સ્કૂલ જતા હતા ત્યારે તેમને એટલા ઓછા પૈસા આપવામાં આવતા હતા કે તેમની કક્ષાના મિત્રો પણ ખૂબ જ મજાક ઉડાવ્યા કરતા હતા.

નીતા કહે છે કે બાળકો રહે ડાઉન ટુ અર્થ

મુકેશ અને નીતા અંબાણીએ હમેશાથી પોતાના બાળકોને એવું જ શીખવ્યું છે કે તે લોકોનું સન્માન કરે સાથે જ પોતાના કર્તવ્યને સમજે અને પોતાનું કામ પોતે જ કરે. મુકેશ અંબાણી પોતાના બાળકોને હંમેશા એ શીખવવાની કોશિશ કરે છે કે તે નૈતિક મૂલ્યોનું અને પૈસાનું સન્માન કરે, સાથે જ બિનજરૂરી પૈસા ખર્ચ ના કરે. આ જ કારણ છે કે મુકેશ અને નીતા પોતાના બાળકોને પોકેટ ખર્ચ માટે ફક્ત ૫ રૂપિયા આપતા હતા.

નીતાએ જણાવ્યું હતું કે એક દિવસ અનંતના હાથમાં પોકેટ મની એટલી ઓછી હતી કે તેમના એક મિત્રએ કહ્યું હતું કે, “તું અંબાણી છે કે ભિખારી”. નીતા અંબાણી જણાવે છે કે જ્યારે અનંતે પોતાના સાથે થયેલી આ ઘટનાનો ઉલ્લેખ અમારી સામે કર્યો હતો તો તેમને સમજાવવા માટે અમારી પાસે કોઈ તર્ક હતું નહી. દેશના સૌથી ધનિક વ્યક્તિનાં બાળકો હોવા છતાં પણ આકાશ અને ઈશાનું એવું પાલન પોષણ કરવામાં આવ્યું છે કે તે હંમેશા ડાઉન ટુ અર્થ રહે.

જણાવી દઈએ કે નીતા અંબાણી પોતે મુંબઈની એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે અને તેમનું પાલન-પોષણ એક અનુશાસિત પરિવારમાં થયેલ છે. નીતાને પોતાના ઘરમાંથી બહાર જવાની પરવાનગી પણ મળતી ના હતી. વળી પોતાની સ્કૂલ અને કોલેજના દિવસોમાં તે મુંબઇની લોકલ ટ્રેન અને બસમાં મુસાફરી કરતી હતી. નીતા અંબાણીની ઈચ્છા એક ટીચર બનવાની હતી પરંતુ નસીબ એવું પલટી ગયું કે તે દેશના સૌથી ધનિક વ્યક્તિની પત્ની બની ગઈ. જણાવવામાં આવે છે કે લગ્ન બાદ નીતા પોતાના ત્રણેય બાળકોનું હોમવર્ક પોતે કરાવતી હતી, તેમની કોશિશ હંમેશા એવી જ રહે છે કે બાળકો પર પૈસાનો નશો ચડે નહી.