શા માટે હોસ્પિટલનાં પડદાથી લઈને ડોક્ટરનાં કપડા પણ હોય છે લીલા રંગના, જાણો આ રંગને પહેરવાનું કારણ

Posted by

એક સમય હતો જ્યારે સરકારી હોસ્પિટલમાં ચક્કર લગાવતા સફાઈ અને સુવિધાઓની ખામી ના લીધે સારો એવો સ્વસ્થ માણસ પણ ત્યાં જઈને પોતાને બીમાર મહેસૂસ કરવા લાગતો હતો. વળી બદલતા સમયે સફાઈ, મોડર્ન ઇંટિરિયર અને ટેકનોલોજીને લીધે હોસ્પિટલ ફાઈવ સ્ટાર હોટલોની જેમ લાગવા લાગી છે. જ્યાં બીમાર થી બીમાર વ્યક્તિ પણ પોતાને સ્વસ્થ મહેસૂસ કરવા લાગે છે. બદલતા સમયની સાથે એક ચીજ છે હજુ પણ બદલાઈ નથી અને તે છે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફનો પહેરવેશ. હંમેશાથી જ આપણે જોતા આવ્યા છીએ કે જ્યારે પણ ડોક્ટર સર્જરી કે ઓપરેશન કરે છે તો તે લીલા કે હળવા વાદળી રંગના કપડાં પહેરે છે.

ત્યાં સુધી કે હોસ્પિટલનાં પડદાનાં રંગ પણ મોટાભાગે લીલા જ હોય છે. આટલું સારું ઇન્ટિરિયર ડિઝાઇન હોવા છતાં પણ હોસ્પિટલમાં લીલા કે વાદળી રંગની જગ્યાએ લાલ કે પીળા રંગનો ઉપયોગ કરવામાં આવતો નથી. વળી ડોક્ટરની સાથે સાથે મેડિકલ સ્ટાફને પણ ઓપરેશન થિયેટરમાં અન્ય રંગોના કપડા પહેરવાની પરવાનગી હોતી નથી. ચાલો જાણી લઈએ શું છે આ લીલા રંગની પાછળનું રહસ્ય.

૧૯૧૪ પહેલાં પહેરવામાં આવતો હતો સફેદ રંગ

કહેવામાં આવે છે કે જ્યારથી હોસ્પિટલની શરૂઆત થઈ છે ત્યારથી જ ડોક્ટર અને ત્યાંના બધા જ કર્મચારી સફેદ રંગના કપડા પહેરતા હતાં. ૧૯૧૪માં એક જાણીતા ડોક્ટર હતા જેમનો લોકો પર ખૂબ જ પ્રભાવ હતો. તેમણે ડોક્ટરનાં ડ્રેસ માટે લીલા રંગની પસંદગી કરી. ત્યારબાદથી જ ઓપરેશન થિયેટરમાં લીલા રંગના કપડા પહેરવા લાગ્યા. વળી અમુક ડોક્ટર હળવા વાદળી રંગના કપડાં પહેરે છે. તેના સિવાય હોસ્પિટલનાં સ્ટાફનાં કપડાં અને માસ્ક પણ લીલા કે વાદળી રંગના હોય છે. વળી હોસ્પિટલના પડદા માટે પણ આ જ રંગની પસંદગી કરવામાં આવી છે. ભલે તે પછી સરકારી હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ, દરેક જગ્યાએ લીલો કે હળવો વાદળી રંગ જ જોવા મળે છે.

લીલો રંગ આપે છે આંખોને આરામ

૧૯૯૮ની એક રિપોર્ટના અનુસાર ઓપરેશન થિયેટરમાં ડોક્ટર અને મેડિકલ સ્ટાફ લીલા કે હળવા વાદળી રંગના કપડા એટલા માટે પહેરે છે કારણ કે તેનાથી આપણી આંખોને આરામ મળે છે. રિપોર્ટ અનુસાર જ્યારે પણ કોઈ વ્યક્તિ સતત કોઈ એક રંગને જોતો રહે છે તો તેવામાં તેમની આંખોને થાક મહેસૂસ થાય છે. વળી વધારે ચમકદાર રંગની ચીજોને જોવાથી પણ આપણી આંખો ખૂબ જ જલ્દી થાકી જાય છે. એવું માનવામાં આવે છે કે જો ચમકદાર ચીજોને જોયા બાદ આપણે લીલા રંગને જોઈ લઈએ તો તેનાથી આપણી આંખોને આરામ મળે છે.

આપણી આંખો ફક્ત આ રંગોને જોવામાં છે સક્ષમ

વૈજ્ઞાનિકોનાં અનુસાર આપણી આંખો કંઈક એવી રીતે બની છે કે તે ફક્ત લાલ, લીલો અને વાદળી રંગને જોવામાં જ સક્ષમ છે. જણાવી દઈએ કે આ રંગોના જ મિશ્રણથી બનેલા અન્ય કરોડો રંગોને વ્યક્તિની આંખો ઓળખી શકે છે. પરંતુ આ બધા રંગોની તુલનામાં આપણી આંખો લીલો કે વાદળી રંગને જ સૌથી સારી રીતે જોઈ શકે છે. વૈજ્ઞાનિકોનાં અનુસાર આપણી આંખોને લીલો કે વાદળી રંગ એટલો ખૂંચતો નથી જેટલો કે લાલ અને લીલો રંગ આંખોમાં ખૂંચે છે. આ જ કારણથી લીલો અને વાદળી રંગને આંખો માટે સારો માનવામાં આવે છે. આ જ કારણ છે કે હોસ્પિટલમાં પડદાથી લઈને મેડિકલ સ્ટાફનાં કપડા સુધી લીલો કે વાદળી રંગ હોય છે, જેનાથી હોસ્પિટલમાં આવનાર અને રહેવાવાળા દર્દીઓની આંખોને આરામ મળી શકે અને તેમને કોઇ પરેશાની ના થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *