શા માટે રાની મુખર્જી ના બેડરૂમમાંથી ટુવાલમાં જ ભાગી નીકળ્યા હતાં સુપરસ્ટાર ગોવિંદા, જાણો તે કિસ્સો

હિન્દી સિનેમા જગતમાં ફિલ્મી સિતારાઓની અફેરની ખબરો આજે જ નહી પરંતુ સદીઓથી ચાલી આવે છે. તેમાં જો આપણે વાત રાની મુખર્જી અને ગોવિંદાની કરીએ તો તે કોઈ જૂની વાત નથી. બંને પોતાના સમયના સુપરસ્ટાર રહી ચૂક્યા છે. જ્યાં આ બંને સ્ટાર્સ એ પોતાના અભિનય અને સ્ટાઇલથી લોકોને દિવાના બનાવી લીધા અને ઘણું નામ કમાવ્યુ. વળી તે પોતાના અફેરને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ આ બંને સ્ટાર્સના જીવન સાથે જોડાયેલ એક એવો કિસ્સો જેનાથી લગભગ તમે પણ અજાણ હશો.

રાની-ગોવિંદાની પહેલી મુલાકાત

વર્ષ ૨૦૦૨ ની સુપરહિટ ફિલ્મ “હદ કરદી આપને” ના સેટ પર રાની મુખર્જી અને ગોવિંદાની પહેલી મુલાકાત થઇ હતી. રાની મુખર્જી ગોવિંદાનાં સ્ટારડમ, સ્ટાઇલ અને તેમનાં ફની અંદાજ પર પોતાનું દિલ હારી ગઇ હતી અને તે પોતાને બચાવી શકી નહી ત્યારબાદ બન્નેની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે બંનેના રોમાન્સના કિસ્સાઓ ધીમે-ધીમે આગળ વધવા લાગ્યા. બન્ને ચોરીછૂપીથી મળવા લાગ્યા અને આ વાતની જાણ કોઈને પણ ના થઇ. ગોવિંદા અને રાનીના પ્રેમની શરૂઆત બંને તરફથી થઇ હતી. ત્યારબાદ ગોવિંદા પોતાનું બધું જ રાની મુખરજી પર હારી બેઠા હતા. એટલું જ નહીં પરંતુ ગોવિંદાએ મોંઘી કાર, ડાયમંડની જ્વેલરી વગેરેથી રાનીને અમીર બનાવી દીધી હતી.

રાનીના ફ્લેટ પર પકડાઈ ગયા હતા ગોવિંદા

વાત તે દિવસોની છે જ્યારે બંનેનો પ્રેમ શિખર પર હતો. હકીકતમાં એક ફોટોગ્રાફર અચાનક વર્સોવા સ્થિત રાનીનાં ફ્લેટ પર પહોંચી ગયો તો રાનીના રૂમમાંથી અર્ધનગ્ન હાલતમાં ગોવિંદાને નીકળતા જોઈને બંને સ્ટાર્સની હકીકત બોલિવૂડમાં આગની જેમ ફેલાઈ ગઈ. વળી જ્યારે રાની મુખરજીની સાથે પોતાની ચોરી પર ગોવિંદા પકડાઈ ગયા તો તેમણે ફોટોગ્રાફરને પોતાનું મોઢું બંધ રાખવા માટે રૂપિયા આપવાની વાત કહી દીધી. પરંતુ તે દિવસોમાં આ ખબર એટલી મોટી હતી કે ગોવિંદા દ્વારા આપવામાં આવતી કિંમત પણ ફોટોગ્રાફરને ખૂબ જ નાની લાગી. આ વાત જગ જાહેર થતાં જ જ્યારે બંનેના કિસ્સા વિશે ગોવિંદાના પરિવારના લોકોને જાણ થઈ તો ખૂબ જ મોટો હંગામો થયો હતો.

ત્યારબાદ તૂટી ગયો બંનેનો સંબંધ

વળી જ્યારે આ વાતની જાણ ગોવિંદાના પરિવારના લોકોને થઈ તો પત્ની સુનિતાની સાથે તેમની ખૂબ જ લડાઈ થઈ પરંતુ ગોવિંદા કોઈપણ હાલતમાં રાની મુખર્જીને છોડવા માટે તૈયાર હતા નહી. ત્યારબાદ તેમની પત્ની સુનીતાએ ઘર છોડવાનો નિર્ણય કર્યો તેમ છતાં પણ ગોવિંદા પોતાની જીદ પર જ અડગ હતા. ત્યાર બાદ પત્ની સુનીતાને ગોવિંદાને છોડીને રાની મુખરજી સાથે વાત કરવી યોગ્ય લાગી. ત્યારબાદ સુનિતાએ રાની મુખરજીને ફોન કરીને એવી એવી વાતો કહી કે તેમનું મનોબળ તુટી ગયું અને તેમણે ગોવિંદાથી અલગ થવાનો નિર્ણય કરી લીધો.

આખરે ગોવિંદાએ ફરી પોતાના પરિવારને જ પસંદ કર્યો અને રાની મુખરજીની સાથે પોતાના બધા જ સંબંધો તોડી નાખ્યા. ત્યારબાદ રાની મુખર્જી પણ પોતાના જીવનમાં આગળ વધી ગઇ અને બંને એકબીજાથી દૂર રહેવા લાગ્યા. ત્યારબાદ બંનેએ એકસાથે ફિલ્મોમાં કામ કરવાનું પણ બંધ કરી દીધું.