શા માટે કરવામાં આવે છે કન્યાદાન, ભગવાન શ્રીકૃષ્ણએ બલરામને જણાવ્યું હતું તેનું મહત્વ

Posted by

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં કન્યાદાનને મહાદાન કહેવામાં આવ્યું છે. આ જ કારણ છે કે લગ્નની વિધિમાં કન્યાદાન સૌથી મહત્ત્વની વિધિ હોય છે. એક પિતા માટે તેમના જીવનનો આ સૌથી મુશ્કેલ સમય માનવામાં આવે છે. જ્યારે તે પોતાની દિકરીનો હાથ તેમના જીવનસાથીનાં હાથમાં સોંપી દે છે. માનવામાં આવે છે કે કન્યાદાન કરવાનું સૌભાગ્ય અમુક લોકોને જ મળે છે. તેવામાં કન્યાદાનનાં સાચા અર્થને સમજવો જરૂરી છે. જેમના વિશે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારતમાં જણાવ્યું હતું. તો ચાલો જાણી લઈએ કન્યાદાન સાથે જોડાયેલ અમુક મહત્વપૂર્ણ વાતો.

કન્યાદાનને લઈને શ્રીકૃષ્ણએ કહી હતી આ મોટી વાત

આમ તો કહેવામાં આવે છે કે કન્યાદાન કર્યા બાદ એક પિતાનું જીવન સફળ થઈ જાય છે, પરંતુ મહાભારત દરિમયાન શ્રીકૃષ્ણએ કન્યાદાનની પુરી પરિભાષા જણાવી છે. હકીકતમાં આ વાત ભગવાને અર્જુન અને સુભદ્રાના વિવાહનાં સમયે કહી હતી. જણાવી દઈએ કે પહેલાના જમાનામાં ગંધર્વ વિવાહ થતા હતાં. જેમાં યુવક અને યુવતી પોતાની મરજીથી ભગવાનની સમક્ષ વિવાહ કરતા હતાં. આવી જ રીતે અર્જુન અને સુભદ્રાનો વિવાહ પણ ગંધર્વ વિવાહ થયો હતો. જે ભગવાન શ્રી કૃષ્ણએ કરાવ્યા હતાં.

વળી શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામે આ વિવાહનો વિરોધ કર્યો હતો અને શ્રીકૃષ્ણે કહ્યું હતું કે, જે વિવાહમાં કન્યાદાન ના થાય તે વીવાહ પૂર્ણ થતા નથી. તેમના પર શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે, प्रदान मपी कन्याः पशुवत को नुमन्यते ? એટલે કે પશુઓની જેમ કન્યાદાનનું કોણ સમર્થન કરે છે ? પ્રાચીન ધર્મ શાસ્ત્રોમાં પણ ઘણી જગ્યાઓ પર કન્યાદાનનો વિરોધ કરવામાં આવ્યો છે. વળી આધુનિક ભારતમાં સંવિધાન અને કાયદાઓ પણ કન્યાદાન વગર જ કોર્ટ મેરેજને માન્યતા આપે છે.

આ છે કન્યાદાનનો સાચો અર્થ

કન્યાદાનનો સાચો અર્થ છે કન્યાનું આદાન કરવાનું છે, નહી કે કન્યાને દાનમાં આપવી. લગ્નની વિધિમાં જ્યારે કન્યાદાન કરવામાં આવે છે તો પિતા એવું કહે છે કે, આજ સુધી મે મારી દિકરીનું પાલનપોષણ કર્યું છે અને આજથી હું આ જવાબદારી તમને સોંપુ છું. તેનો અર્થ એવો જરા પણ થતો નથી કે હવેથી પિતાનો દિકરી પર કોઈ હક નથી. દાન તે ચીજનું કરવામાં આવે છે જેને તમે અર્જિત કરો છો. જેમ કે પૈસા, જમીન-સંપત્તિ. પરંતુ દિકરી તો ઈશ્વર દ્વારા આપવામાં આવેલી અનમોલ ભેટ હોય છે. મતલબ કે જેને તમે અર્જિત જ નથી કરી તેનું દાન પણ થઇ શકતું નથી. લગ્ન દરમિયાન કન્યાદાન નહી પરંતુ સાત ફેરા સૌથી વધારે મહત્વપૂર્ણ હોય છે. કારણ કે કન્યાદાન થઇ ગયા બાદ જો સાત ફેરા ના થાય તો વિવાહને પૂર્ણ માનવામાં આવતા નથી. આ જ કારણ હોય છે કે જ્યારે લગ્નમાં છૂટાછેડાની વાત આવે છે તો કોર્ટ પણ સાત ફેરા ના વિશે પૂછે છે, કન્યાદાનના વિશે નહી.

જાણો ક્યાંથી શરૂ થઈ હતી કન્યાદાનની પરંપરા

પૌરાણિક કથાઓનું માનીએ તો દક્ષ પ્રજાપતિએ પોતાની દિકરીઓના લગ્ન કરવા માટે સર્વપ્રથમ કન્યાદાન કર્યું હતું. તમને જણાવી દઈએ કે ૨૭ નક્ષત્રોને દક્ષ પ્રજાપતિની પુત્રી કહેવામાં આવી છે, જેમના વિવાહ ચંદ્રમાની સાથે થયા હતાં. દક્ષ એ જ પોતાની કન્યાઓનું સર્વપ્રથમ આદાન કર્યું હતું, કારણ કે સંસાર આગળ વધી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *